ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ 2026માં કર આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્યને જીએસટી હેઠળ રૂ. 9,916 કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષના એપ્રિલ-25માં પ્રાપ્ત થયેલી રૂ. 6,901 કરોડની આવક કરતાં 44% વધુ છે.
જીએસટી અમલીકરણ બાદ આ અત્યાર સુધીની સૌથી ઊંચી માસિક આવક ગણાય છે. રાષ્ટ્રીય સ્તરે આ સમયગાળા દરમિયાન જીએસટી આવકમાં માત્ર 8.7% નો જ વધારો નોંધાયો છે.
આ ઉપરાંત, રાજ્યને અન્ય કર માધ્યમો દ્વારા એપ્રિલ 2026 દરમિયાન વેટ હેઠળ રૂ. 2,711 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂ. 1,055 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ. 21 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
આ તમામને મળીને રાજ્ય કર વિભાગને કુલ રૂ. 13,703 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.