Gujarat

રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ

અમદાવાદ

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ૧૦૪માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રેડ ક્રોસના શતાબ્દી ભવનની મુલાકાત લેતાં કહ્યું હતુ કે

અમદાવાદને “ભારતની બ્લડ ડોનેશન કેપિટલ” અને “સેન્ટ્યુરિયન બ્લડ ડોનર્સના વૈશ્વિક કેન્દ્ર” તરીકે ઓળખવામાં ગર્વની લાગણી થાય છે.

આ પ્રસંગે તેમણે સંસ્થાના બ્લડ કલેક્શન અને ટ્રાન્સફ્યુઝન સેવાઓને મળેલી રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત માન્યતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રેડ ક્રોસની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી જણાવ્યું કે, શહેરની આરોગ્ય અને આપાતકાલીન સેવાઓમાં આ સંસ્થાની ભૂમિકા અત્યંત મહત્વની છે. બ્લડ ડોનેશનના ક્ષેત્રમાં અમદાવાદની સિદ્ધિઓને બિરદાવી હતી.

બંછાનિધિ પાનીએ સંસ્થામાં સારવાર લઈ રહેલા થેલેસેમિયા પીડિત બાળકો અને તેમના વાલીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. માનવતાવાદી મૂલ્યોને જાળવી રાખવા માટે આવા મોડેલને વધુ વ્યાપક બનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

Most Popular

To Top