ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન સંબંધિત તમામ કામગીરી બંધ : એપોઇન્ટમેન્ટ રીશેડ્યૂલ કરાશે
( પ્રતિનિધિ )વડોદરા,તા.24
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા મહાનગર પાલિકા, નગર પાલિકા, પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 માં ચૂંટણીલક્ષી કામગીરી માટે કચેરીના તમામ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.
ચૂંટણી કામગીરીના કારણોસર તા. 27 ના રોજ કચેરીની ડ્રાઇવીંગ લાયસન્સ અને વાહન તેમજ ચલણ સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે. વડોદરા શહેર અને જિલ્લાની મોટરીંગ પબ્લીક તથા લાયસન્સીંગ પબ્લીકને આ અંગે ખાસ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. વધુમાં તા. 27ના રોજની ડ્રાઇવીંગ લાયસન્સ અને વાહન પોસ્ટ ટ્રાન્જેક્શન સંબંધિત તમામ એપોઇન્ટમેન્ટ રીશેડ્યૂલ કરવામાં આવી છે. જેની જાણ સંબંધિત અરજદારોને નોંધાયેલ મોબાઇલ પર એસએમએસથી કરવામાં આવશે. જ્યારે,તા. 28 ના રોજથી કચેરી રાબેતા મુજબ કાર્યરત થશે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, વડોદરા દ્વારા તમામ જાહેર જનતાને આ બાબતની નોંધ લેવા અનુરોધ કરાયો છે.