લોકશાહીમાં વૈચારિક મતભેદો હોવા છતાં એકબીજા પ્રત્યે આદર અને સૌહાર્દ જળવાઈ રહે એ આવશ્યક ગણાય પણ આજના રાજકારણમાં આ વાતની બાદબાકી થઇ ગઈ છે. આવી સ્થિતિમાં સત્તાનું હસ્તાંતરણ થાય અને વિપક્ષની સાથે ‘રાજકીય ગરિમા’ કે ‘સંસદીય શિષ્ટાચાર’ જળવાય ત્યારે એમ લાગે કે આ જ સાચી લોકશાહી છે. શપથવિધિ પછી વિરોધી પક્ષના વરિષ્ઠ નેતાઓને મળવું, તેમના આશીર્વાદ લેવા કે ચૂંટણી પૂરી થતાં જ પર્સનલ દુશ્મનાવટ ભૂલી જવી-આવા કિસ્સા ભારતીય રાજકારણમાં જ્યારે પણ બન્યા છે ત્યારે લોકશાહીની ગરિમા વધી છે.
આ પરિસ્થિતિને અલગ-અલગ રાજ્યોના સંદર્ભમાં અને રાજકીય સંસ્કૃતિના ચશ્માંથી સમજીએ:
કેરળમાં સત્તાપરિવર્તન થયું. કોંગ્રેસના નેતા વી. ડી. સતીશન મુખ્યમંત્રી બન્યા અને એમની શપથવિધિમાં પૂર્વ મુખ્યમંત્રી પી. વિજયન અને વિપક્ષી નેતાઓ હાજર રહ્યા. કેરળમાં દાયકાઓથી ડાબેરીઓ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે સત્તાની અદલાબદલી થતી રહી છે. ત્યાં વૈચારિક લડાઈ ખૂબ જ ઉગ્ર હોય છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ નેતાઓ એકબીજાના કાર્યક્રમોમાં હાજરી આપે છે, ચા-પાણી પીએ છે અને ગૃહમાં પણ સભાનતાપૂર્વક વર્તે છે.
તેને ‘કેરળની રાજકીય પ્રૌઢતા’ કહેવાય છે. મુખ્ય મંત્રીપદના શપથ લીધાના ગણતરીના દિવસોમાં જ વિજયે પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે વડા એમ. કે. સ્ટાલિનની રૂબરૂ મુલાકાત લીધી. ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પક્ષો વચ્ચે આકરા શાબ્દિક પ્રહારો થયા હોવા છતાં, ચૂંટણી પૂરી થતાં જ વિજયનું સ્ટાલિનને મળવા જવું એ તામિલનાડુના ઈતિહાસમાં એક બહુ મોટી અને સકારાત્મક ઘટના છે. બીજા વિપક્ષી નેતાને પણ એ મળ્યા.
બંગાળનું રાજકારણ હંમેશાંથી અત્યંત હિંસક અને પર્સનલ રહ્યું છે. ત્યાં પક્ષો વચ્ચે માત્ર વૈચારિક મતભેદ નથી હોતા, પણ ‘કાં તો તમે કાં તો અમે’ જેવી પરિસ્થિતિ હોય છે. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની લડાઈ એટલી હદ સુધી વ્યક્તિગત સ્તરે પહોંચી ગઈ છે કે બંને પક્ષો એકબીજાને લોકશાહીના ભાગ તરીકે સ્વીકારવા જ તૈયાર નથી હોતા. ભાજપ આ મુદે્ નવો ચીલો પાડી શક્યો હોત પણ એ કમનસીબે ના બન્યું.
કેન્દ્રના રાજકારણમાં પણ આવા કિસ્સા બન્યા છે. ૧૯૯૬ની લોકસભા ચૂંટણી પછી નરસિમ્હા રાવની કોંગ્રેસ સરકાર હારી ગઈ અને અટલજીના નેતૃત્વમાં ભાજપની ૧૩ દિવસની સરકાર બની. અટલજીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી સૌથી પહેલો ફોન નરસિમ્હા રાવને કર્યો હતો અને તેમને મળવા ગયા હતા. અટલજી જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ વડા પ્રધાન નરસિમ્હા રાવે દેશના પ્રતિનિધિ તરીકે અટલજીને સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે ભારતનો પક્ષ રાખવા જીનીવા મોકલ્યા હતા. વિદેશી મીડિયા એ જોઈને દંગ રહી ગયું હતું કે વિપક્ષના નેતા દેશ વતી લડી રહ્યા છે! મોરારજી દેસાઈ અને ઈન્દિરા ગાંધીનો કિસ્સો અજોડ છે.
કટોકટી દરમિયાન ઈન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈ સહિતના તમામ વિપક્ષી નેતાઓને જેલમાં પૂરી દીધા હતા. ૧૯૭૭માં જ્યારે જનતા પાર્ટી જીતી અને મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા ત્યારે દેશમાં ભારે રોષ હતો. વડા પ્રધાન બન્યા પછી મોરારજી દેસાઈએ ઈન્દિરા ગાંધી પ્રત્યે કોઈ વ્યક્તિગત વેરભાવ ન રાખ્યો. તેમણે ઈન્દિરા ગાંધીની મુલાકાત લીધી અને સંસદીય પરંપરાઓ જાળવી રાખી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે લડાઈ નીતિઓની છે, વ્યક્તિઓની નહીં. વિપક્ષ એ શત્રુ નથી, પણ સત્તાપક્ષનો અરીસો છે. તામિલનાડુમાં વિજયે કે કેરળમાં સતીશને જે ચીલો પાડ્યો છે, તે વાસ્તવમાં ભારતના આ જ ગૌરવશાળી જૂના રાજકારણનું પુનરાવર્તન છે.
કોક્રોચ જનતા પાર્ટી : ડીજીટલ પરપોટો કે પછી…
લોકશાહીમાં સોશ્યલ મીડિયા પર ચાલી રહેલું ‘કોક્રોચ જનતા પાર્ટી’ આંદોલન આજના ડિજિટલ યુગમાં યુવાનોના આક્રોશ, વિરોધ અને અભિવ્યક્તિની રીતને સમજવા માટેનો એક બહુ મોટો કિસ્સો છે. જે ટ્રેન્ડ માત્ર થોડા જ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર ૧ કરોડથી વધુ ફોલોઅર્સ વટાવી ગયો હોય અને દેશની શાસક પાર્ટી ભાજપના સત્તાવાર હેન્ડલ કરતાં પણ આગળ નીકળી ગયો હોય, તેને માત્ર એક સામાન્ય મીમ કે મજાક તરીકે ન જોવો જોઈએ. સુપ્રીમ કોર્ટની એક સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ તરફથી કથિત રીતે એવી ટિપ્પણી થઈ હતી કે, “કેટલાંક બેરોજગાર યુવાનો કોક્રોચ (વાંદા) જેવા છે, જેમને નોકરી નથી મળતી એટલે તેઓ સોશ્યલ મીડિયા કે આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલો કરે છે.”
(જો કે બાદમાં કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ નિવેદન ખોટા સંદર્ભમાં રજૂ થયું છે અને તે માત્ર ફેક ડિગ્રીધારકો માટે હતું). પરંતુ, દેશના ડિજિટલ યુવાનો (Gen-Z) ને આ સરખામણી ખૂંચી ગઈ. પુણેના એક પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજીસ્ટ અભિજીત દીપકેએ કટાક્ષમાં ‘કોક્રોચ જનતા પાર્ટી’ની જાહેરાત કરી દીધી કે,”જો સિસ્ટમ આપણને કોક્રોચ ગણતી હોય, તો ચાલો આપણે બધા કોક્રોચ ભેગા થઈએ.” દુનિયાભરમાં જ્યારે પણ જનતા સીધી રીતે સિસ્ટમ સામે નથી લડી શકતી ત્યારે તે હાસ્ય અને કટાક્ષને શસ્ત્ર બનાવે છે. આ હાસ્યની પાછળ દેશનાં યુવાનોમાં રોજગારીની તકોને લઈને રહેલી સુષુપ્ત હતાશા છુપાયેલી છે.
આ આંદોલનની લોકપ્રિયતા એટલી ઝડપથી વધી કે તાજેતરમાં જ તેનું એક્સ એકાઉન્ટ ભારતમાં કાયદાકીય માંગણી હેઠળ બ્લોક કરી દેવાયું છે. આ માત્ર એક ‘વર્ચ્યુઅલ બબલ’ (ડિજિટલ પરપોટો) છે? ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા કે ડિજિટલ મીમ્સ શેર કરવા ખૂબ સરળ છે, પણ તેનાથી વાસ્તવિક જમીની રાજકારણમાં કે ચૂંટણીનાં પરિણામોમાં કોઈ ફેર પડતો નથી. આ ટ્રેન્ડ થોડા દિવસોમાં શું શાંત થઈ જશે? આ એક દૃષ્ટિકોણ છે.
બીજો દૃષ્ટિકોણ એ છે કે, આ આંદોલન દેશના યુવાનોના મનની સ્થિતિનો અરીસો છે. તે બતાવે છે કે આજનો યુવાન રોજગાર, પેપર લીક અને નેતાઓની માનસિકતાથી અંદરથી નારાજ છે. જો આ નારાજગીને પરંપરાગત મીડિયા કે સંસદમાં જગ્યા ન મળે, તો તે સોશ્યલ મીડિયા પર આ પ્રકારે ‘વિસ્ફોટક’ સ્વરૂપે બહાર આવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.