Gujarat

રાજ્યમાં ઓમિક્રોનનો પ્રથમ કેસને પગલે ગુજરાત સરકાર દોડતી થઈ ગઈ

જામનગરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવતા હવે સમગ્ર ગુજરાતમા આરોગ્ય વિભાગ દ્વ્રારા એલર્ટ જારી કરાયુંછે.કોરોનાનોખતરનાક મનાતો ઓમિક્રોન વાઈરસ હવે કર્ણાટક બાદ જામનગરમાં પણ દેખાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાંમહત્વની બેઠક યોજી હતી.

જેમાં ઓમીક્રોન કોરોના વાઈરસના પ્રથમ કેસના પગલે સ્થિતિની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને અન્ય વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોનાના આ નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ના સંદર્ભમાં કેન્દ્ર સરકારે જારી કરેલી માર્ગદર્શિકા-ગાઇડ લાઇન્સનો રાજ્યમાં કોઇ જ બાંધછોડ વિના ચૂસ્તપણે અમલ કરવા સ્પષ્ટ સૂચનાઓ આ બેઠકમાં આપી હતી. પટેલે રાજ્યમાં થ્રી ટી-એટલે કે ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસોમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સઘનપણે અપનાવવા આરોગ્યતંત્રને માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. પટેલે રાજયમાં તમામ પ્રજાજનોને પણ આ નવા વેરિએન્ટ સામે સાવચેતી, સલામતિ અને સતર્કતા માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનો ઉપયોગ અને સેનેટાઇઝરના ઉપયોગ માટે અપિલ કરી છે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને અન્ય વરિષ્ઠ સચિવો જોડાયા હતા. આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ બેઠકમાં માહિતી આપતા કહ્યું હતું કે, વિશ્વમાં કોવિડ-19 ના અલગ પ્રકારના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ને પગલે ભારત સરકારની સૂચના મુજબ તમામ એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવાઇ છે. ૧૧ હાઇ રિસ્ક દેશોમાંથી આવતા તેમજ યુરોપના તમામ દેશો જે એટ રિસ્ક છે અને બાકીના દેશો નોટ એટ રિસ્ક છે તે દેશોમાંથી આવતા તમામ યાત્રી-મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે.

તા.૧ લી ડિસેમ્બરથી અત્યાર સુધીમાં આવા દેશોમાંથી આવેલા ૪પ૦૦થી વધુ વ્યક્તિઓ, યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધરાયું છે. અગ્રવાલે વધુમાં કહ્યું હતું કે, જામનગરમાં મળી આવેલા પ્રથમ કેસ અંગેની વિગતો આપતાં બેઠકમાં જણાવ્યું હતું કે, ૭ર વર્ષીય પુરૂષ ઝિમ્બાવેથી તા. ર૮ નવેમ્બરે જામનગર આવેલા છે. તેમને કોવિડ-19ના લક્ષણો જણાતાં તા. ૩૦ નવેમ્બરે તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પોઝિટિવ સેમ્પલ જિનોમ સિકવન્સ માટે મોકલવામાં આવતા તેમાં ‘એમિક્રોન’ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીને હાલ જામનગરમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવેલા છે. આ દર્દી જે ફલાઈટમાં આવ્યા હતા તે ફલાઈટના પ્રવાસીઓની પણ ચકાસણી હાથ ધરાઈ છે

Most Popular

To Top