National

નાગાલેન્ડમાં હિંસા : ફાયરિંગમાં 13ના મોત બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પોલીસના વાહન સળગાવ્યા

દિલ્હી: ભારત (India)ના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડ(Nagaland)માં હિંસા (Violence)ની ઘટના સામે આવી છે. આ હિંસાની ઘટનામાં 13 લોકો મૃત્યુ પામ્યાં છે. આ ઘટના નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટિંગ(Oating)ની છે.  આ ઘટના બાદ આખા રાજ્યમાં સુરક્ષાદળ અને ગ્રામજનો વચ્ચે હિંસક અથડામણ શરૂ થઈ ગઈ હતી. ફાયરિંગ (Firing)ની ઘટના બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પોલીસ વાહનોને આગ ચાંપી હતી. આ લોકો ઉગ્રવાદી સંગઠન NSCN સાથે જોડાયેલા હોવાની આશંકાએ સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં આ લોકોના મોત થયા હતા. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયો (Chief Minister Nefio Rio)એ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.

મુખ્યમંત્રી નેફિયો રિયોએ કહ્યું કે મોન જિલ્લામાં થયેલ ઘટના અત્યંત નીંદનીય છે અને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે સાથે જ ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. વધુમાં તેમણે કહ્યું કે આ ઘટના અંગે SITની રચના કરવામાં આવી છે. આ મામલે SIT તપાસ કરશે અને તે કાયદા અનુસાર ન્યાય અપાવશે. અને સાથે જ બધા લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી (Central Home minister) અમિત શાહે (Amit Shah) પણ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે, તેમણે ટ્વિટ કરીને કહ્યું કે નાગાલેન્ડમાં થયેલ ફાયરિંગની ઘટનાથી ખૂબ વ્યથિત છું અને જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય SIT આ ઘટનાની તપાસ કરીને ન્યાય આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના મોન જિલ્લાના ઓટિંગમાં તીરું ગામની છે. આ ઘટનામાં હુમલાખોરોએ પિકઅપ ટ્રક પર અંધાધૂંધ ફાયરિંગ કરી હતી. સ્થાનિક લોકો પાસે મળી માહિતી અનુસાર આ ઘટના શનિવારે સાંજે ચાર વાગ્યાની છે જ્યારે આ લોકો ઘરે પરત ન ફર્યાં ત્યારે કેટલાક લોકો તેમને શોધવા નીકળ્યા ત્યારે લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં ગ્રામજનો રોષે ભરાયા હતાં. અને કેટલીક ગાડીઓમાં આગચંપી કરવામાં આવી હોય તેવી ઘટનાઓ સામે આવી છે. નોંધનીય છે કે સુરક્ષાદળને આ લોકો ઉગ્રવાદી સંગઠન NSCN સાથે જોડાયેલા હોવાની આશંકાને પગલે સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું હતું.

Most Popular

To Top