Gujarat Main

PSI અને LRDની શારીરિક કસોટી હવે આટલા ગ્રાઉન્ડ પર લેવાશે: ઉમેદવારો માટે નવું લીસ્ટ જાહેર કરાયું

ગાંધીનગર: ગુજરાતમાં મોટી સંખ્યામાં પીએસઆઈ (PSI) અને એલઆરડી (LRD)ની ભરતી યોજોઈ રહી છે. કમોસમી વરસાદને કારણે 3 અને 4 ડિસેમ્બરની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. વરસાદના કારણે ગ્રાઉન્ડ ખરાબ થઈ ગયા હતા. સાથે જ ભરતીના કેટલાંક ઉમેદવારોને લગ્ન, સરકારી ભરતીની પરીક્ષાની તારીખ અને ફિઝિકલ ટેસ્ટની તારીખ એક જ આવતી હોવાથી PSI તેમજ LRD ભરતી બોર્ડે તારીખ બદલવાની અરજીઓ મંગાવી હતી. બીજી તરફ સરકારે 6 ડિસમ્બરે યોજાનારી પરીક્ષા પણ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. જવાદ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો, કેટલાક સ્થળે વરસાદનો પણ માહોલ જોવા મળ્યો છે. જેને ધ્યાનમાં લઈને PSI-LRD ભરતી પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે નવી તારીખોની ચર્ચાને લઈને ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટિવ્ટ કરીને જાણ કારી આપી છે.

ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટિવ્ટ કરીને જાણકરી છે કે 6 ડિસેમ્બરે યોજાનારી શારિરીક કસાટી એસઆરપી ગ્રુપ વાવ,સુરત ખાતે મોકૂફ રાખવામાં આવી છે. બાકીના 14 ગ્રાઉન્ડ પર પરિક્ષા લેવામાં આવશે. આ સાથે જ બીજું ટિવ્ટ કરીને નવા કોલ લેટર અંગે જાણકારી આપી હતી. PSI માટે ફિઝિકલ ટેસ્ટની તારીખ બદલવા અરજી કરનારા ઉમેદવારોનું એક લિસ્ટ અગાઉ જાહેર થઈ ચૂક્યું છે અને બીજું લિસ્ટ પણ https://psirbgujarat2021.in/ મુકવામાં આવ્યું છે. જેથી ઉમેદવારો વેબસાઈટ પર જઇ અને લિસ્ટ ચેક કરી શકે છે. આ સાથે જ ઉમેદવારોએ જૂના કોલ લેટર પણ સાથે લઈ જવાના રહેશે. પ્રથમ તબક્કામાં 617 અને બીજા હવે 1191 જેટલા ઉમેદવારોની અરજી માન્ય રાખી અને તેઓનું લિસ્ટ જાહેર થયું છે.

ગુજરાત પોલીસની લોકરક્ષક કેડર (LRD)ની 10459 જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં 9.50 લાખ ઉમેદવાર છે, જેમની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થવાની જાહેરાત થઈ ચૂકી છે. PSI અને LRD બંનેની શારીરિક પરીક્ષા સાથે રાખવામાં આવી છે. ત્યારે 26 નવેમ્બરે સુરત શહેરમાં 1 અને ગ્રામ્યમાં 5 તથા નવસારીમાં પણ કુલ 8 જગ્યાએ મેદાનો ફાળવાયાં છે. આમ કુલ 21 જિલ્લામાં 147 મેદાનની ફાળવણી કરાઈ છે.​​​​​​​

Most Popular

To Top