સુરતમાં પણ એક વોર્ડમાં એક જ મતદારના પાંચ-પાંચ વખત સમાવેશ કરવામાં આવ્યો છે
આખા અમદાવાદ અને ગુજરાતમાં શહેર-જિલ્લામાં કેટલા ડુપ્લીકેટ મતદારો છે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ – બાપુગનરમાં એક હોમગાર્ડ ૪૦ થી ૫૦ બેલેટ પર સિક્કા મારતા જોવા મળ્યા હતો
અમદાવાદ
સમગ્ર ગુજરાતમાં મનપા, જિલ્લા પંચાયત અને નપાની ચૂંટણીઓ યોજાઇ રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો માટે બેલેટ પેપરથી મતદાન થતું હોય છે. બેલેટ પેપર કોઈ પણ સુરક્ષા વિના ખુલ્લા કવરમાં જોવા મળ્યા હતા. અમદાવાદમાં મતદાન મથક પર એક ચૂંટણી અધિકારી હાજર નહિ હાજર ૩ હોમગાર્ડ એ સ્વીકાર્યું છે. એક હોમગાર્ડ ૪૦ થી ૫૦ બેલેટ પર સિક્કા મારતા જોવા મળ્યા હતો. ખુલ્લા કવરમાં ૧૫૦થી વધુ બેલેટ પેપર વિડિઓમાં દેખાય છે. સમગ્ર ગેરરીતી પ્રકિયા રાત્રે ૭ વાગે થતી હતી. કોઈ પોલીસ પણ હાજર ન હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા વોટ ચોરીને લઈ અગાઉ પણ તથ્યો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ચુંટણી પંચ સત્વરે પગલા ભરે તેવી કોગ્રેસ પક્ષની માંગ છે. આ ઉપરાંત અમદાવાદ મનપાની મતદારની યાદીમાં ડુપ્લીકેટ મતદારો જોવા મળ્યા છે. મતદાર યાદી શુદ્ધિકરણ બાદ પણ મોટાપાયે ગડબડી જોવા મળી છે. સમગ્ર એસઆઈઆર પ્રક્રિયા થઈ છતાં આ પ્રકારે ખોટા અને એક જ મતદારો અનેક બુથમાં જોવા મળી રહ્યા છે, તેવો પણ કોગ્રેસએ આક્ષેપ કર્યો છે.
પ્રદેશ કોગ્રેસ પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતુ કે બાપુનગરમાં અમદાવાદ મનપાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર નાગજી દેસાઈએ પોલીસ કંટ્રોલમાં જાણ કરીને પોલીસ બોલાવીને ગેરરીતિ નજરે પોલીસને બતાવી હતી. ગેરરીતિ પકડાયાના અંદાજે ૪૦ કલાક થયા હજુ સુધી પણ ચૂંટણીપંચ કે પોલીસ દ્વારા નિવેદન આવેલું નથી. જે દર્શાવે છે કે વોટ ચોરી તો થઈ જ છે. હોમગાર્ડનાં હાલ મુખ્ય કમાન્ડન્ટ સ્નેહલ પટેલ છે. જેઓ ભાજપના પૂર્વ મહામંત્રી છે. એના ઇશારે આ કાર્ય થયું હોય તેમ લોકચર્ચા છે. આરએસએસ અને ભાજપના રાજકીય હોદેદારો હોમગાર્ડમાં ફરજ બજાવે છે. ચૂંટણીલક્ષી મતદાનનું મતદાન કરવાનું સાહિત્ય અહીંયા કયારે આવ્યું અને ખોટી રીતે સિક્કા મારવા માટે ચૂંટણીપંચના ક્યાં અધિકારી આપી ગયા હતા? આ તમામ 9સવાલોનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે.
અમદાવાદ શહેર કોગ્રેસ પ્રમુખ સોનલ પટેલએ સ્થાનિક ચુંટણીમાં વોટ ચોરીનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ યાદી મતદારયાદીમાં ડુપ્લીકેટ મતદારો જોવા મળ્યા છે. મતદાર યાદી ચકાસણી, શુદ્ધિકરણ બાદ પણ મોટાપાયે ગડબડી જોવા મળી છે. સમગ્ર એસઆઈઆર પ્રક્રિયા થઈ છતાં આ પ્રકારે ખોટા અને એક જ મતદારો અનેક બુથ માં જોવા મળી રહ્યા છે. અમદાવાદનાં વટવા વોર્ડ ૪૭ માં ડુપ્લીકેટ મતદારો જોવા મળ્યા છે. એક જ યાદીમાં અલગ અલગ બુથમાં એક જ વ્યક્તિના નામ અનેક વાર સામે આવ્યા છે. સમગ્ર એસઆઈઆરની પ્રક્રિયા થઇ ગયા બાદ પણ જો મોટાપાયે ગેરરીતી સામે આવી તે ખુબ જ લોકતંત્રમાં પારદર્શક ચુંટણી માટે ગંભીર બાબત છે. એક જ મતદાર એક જ વોર્ડમાં અલગ અલગ યાદીમાં કેવી રીતે આવ્યો ? આખા અમદાવાદમાં કેટલા ખોટા મતદારો છે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
સુરતમાં પણ એક વોર્ડમાં એક જ મતદારના પાંચ-પાંચ વખત સમાવેશ કરવામાં આવ્યો છે. નાના અમથા ફેરફાર સાથે આ રીતે એક જ વ્યક્તિના ચાર-પાંચ વખત નામનો સમાવેશ, અન્ય વોર્ડમાં પણ મોટા પાયે ડુપ્લીકેટ વોટ એ ચૂંટણી પ્રક્રિયામાં મતદાન માટેની મોટાપાયે ગેરરીતી હોવાનું પ્રથમ દ્રષ્ટીએ સ્પષ્ટ જણાય છે. જે લોકતંત્ર માટે ગંભીર છે.
આ અગાઉ અમિત ચાવડાએ પણ સમગ્ર પુરાવાઓ સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે રાજ્યમાં “વોટ ચોરી” થતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતા. કોંગ્રેસનો દાવો છે કે માત્ર ડુપ્લિકેટ એન્ટ્રીઓ જ નહીં, પરંતુ કેટલાક વિસ્તારોમાં યોગ્ય મતદારોના નામ યાદીમાંથી કાપી નાખવામાં આવતાં હોવાની અનેક ફરિયાદો સામે આવી રહી છે. આ અંગે તાત્કાલિક ચૂંટણી પંચ યોગ્ય પગલા ભરે તેવી માગણી છે.