સુરત (Surat) : ઇસરોમાં (ISRO) ચંદ્રયાન 3 (Chandrayaan3) નિર્માણમાં પોતાની ભૂમિકા હોવાની વાહ વાહી લૂંટનાર મિતુલ ત્રિવેદીને (Mitul Trivedi) આવતા દિવસોમાં જેલના...
સુરત(Surat): સૂર્યપુત્રી (SuryaPutri) તાપીના (Tapi) કાંઠે વસેલું સુરત શહેર અનેક પૌરાણિક સ્થાપત્યો, મંદિરો અને ઐતિહાસિક ધરોહરનો ઉજળો ઈતિહાસ ધરાવે છે. દેવોના દેવ...
સુરત(Surat) : પાંડેસરા વિસ્તારમાં રહેતી 9 વર્ષની માસૂમ બાળકીને (9 Years Old Girl) પડોશમાં રહેતા યુવકે (Neighbor Young Man) ઘરે બોલાવી અશ્લીલ...
સુરત(Surat): સગરામપુરા (Sagrampura) તલાવડી વિસ્તારમાં એક વિચિત્ર ઘટનામાં માસુમ વિદ્યાર્થીનું (Student) મોત (Death) નીપજ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ડોલમાં ઇલેક્ટ્રિક...
સુરત (Surat) : અડાજણ પન્ના ટાવરની (Panna Tower) એક ફર્નિચરની (Furniture) દુકાનમાં (Shop) અચાનક શોર્ટ સર્કિટ (Short Circuit) બાદ ટીવીમાં બ્લાસ્ટ (TV...
આણંદ : આણંદના સાંસદ મિતેષભાઇ પટેલને જન્મ દિવસના અભિનંદન પાઠવવા સમગ્ર જિલ્લામાંથી ભાવકો, હિતચિંતકો તેમજ રાજકીય, સામાજિક આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છકો...
સુરત: કોસાડ BRTS રૂટમાં ટાબરીયાંઓની ઢીંગા મસ્તી રોડ પર આવી જતા બસના ચાલકે બ્રેક મારી બે બાળકોને મોતના મુખમાંથી બચાવ્યા હોવાનો એક...
આણંદ: આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અઢી વર્ષ અગાઉ ત્રણેય સંસ્થા એટલે કે જીલ્લા તાલુકા અને પાલિકામાં વિજય પ્રાપ્ત કર્યો છે.અઢી...
બુડાપેસ્ટ : વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની (World Athletics Championship) ભાલા ફેંક સ્પર્ધામાં (Javelin Competition ) આજે ભારતીય (Indian) ઓલિમ્પિક્સ (Olympics) ચેમ્પિયન (Champion) નીરજ...
રોટી,કપડાં ઔર મકાનની સાથે હાલ સ્વપ્ન રોટી,કપડાં ઔર મોબાઈલનું સાકાર થાય કેમ કે, મોબાઈલ સરળ હપ્તેથી મળી રહે! અસહ્ય – દુષ્કર મોંઘવારીમાં...
છેલ્લા ચાર-પાંચ દિવસનાં પેપરોમાં વિચિત્ર ઘટનાઓ પ્રગટ થઈ ગઈ છે. એક સમાચારમાં તો થાણાના એક 52 વર્ષીય માણસે પોતાની પત્નીની હત્યા તો...
છેલ્લા ખૂબ જ લાંબા સમયથી શહેરમાં રાત્રીના સમયમાં રીક્ષાચાલકો દ્વારા મુસાફરોને લૂંટી લેવામાં અને મહિલા અપહરણની ઘટનાઓ નિરંતર બની રહી છે. હાલમાં...
રાજકારણમાં ગુલાંટ મારવા માટે વિખ્યાત મરાઠા નેતા શરદ પવારે વધુ એક અફલાતૂન ગુલાંટ મારતાં કહ્યું હતું કે ‘‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ ફાટફૂટ...
રશિયાના વિદ્રોહી વેગનર ચીફ પ્રિગોઝિનના મૃત્યુ બાદ તેમનો એક ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે. આમાં તે ઉડાન દરમિયાન પ્લેન ક્રેશ થવાની વાત...
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ભાલા ફેંક સ્પર્ધામાં આજે ભારતીય ઓલિમ્પિક્સ ચેમ્પિયન નીરજ ચોપરાએ આજે અલગ ઇતિહાસ રચીને આ ચેમ્પિયનશિપમાં ભારતને પહેલો ગોલ્ડ જીતાડ્યો...
મોસ્કો: (Moscow) રશિયાની (Russia) તપાસ સમિતિએ રવિવારે જણાવ્યું હતું કે તેણે પુષ્ટિ કરી છે કે, રશિયાના સૈન્ય સામે ટૂંકા ગાળા માટે સશસ્ત્ર...
વાપી: (Vapi) વાપીમાં એક ઉચ્ચ શિક્ષિત ઉદ્યોગપતિના (Industrialist) પરિવારનું છુપું રહસ્ય બહાર આવ્યું છે. આ પરિવારમાં ઉદ્યોગપતિ પિતા દ્વારા પોતાની જ સગી...
અમદાવાદ: (Ahmedabad) 2024ની લોકસભાની ચૂંટણીઓ (Election) નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસના...
સુરત: (Surat) સરથાણા જકાતનાકા ખાતે રહેતી સગીરાના પિતાની અગાઉ આવેલી દુકાનની (Shop) બાજુમાં પસ્તીભંગારનો વેપાર કરતા યુવકે પારિવારીક સંબંધની આડમાં ધોરણ 10માં...
બેંગલુરુ: ચંદ્રના (Moon) દક્ષિણ ધ્રુવ પર ઉતરેલ ચંદ્રયાન-૩ના (Chandrayan-3) વિક્રમ લેન્ડરે તેની કામગીરી બરાબર શરૂ કરી દીધી છે તેના પ્રથમ સંકેતમાં આ...
ચંદ્રયાન-3ના (Chandrayan-3) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગના (Soft Landing) ચાર દિવસ બાદ ઈસરોના વડા એસ સોમનાથે (S.Somnath) રવિવારે કેરળના તિરુવનંતપુરમમાં...
માંડવી: (Mandvi) માંડવીના મોરીઠા ગામે દીપડાએ (Panther) વાછરડાને ફાડી ખાધું હતું. આ બનાવને પગલે પરિવાર સહિત આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે....
બારડોલી: (Bardoli) બારડોલીના ગાંધીરોડ પર પોશ વિસ્તારની સોસાયટીમાં (Society) એક મહિલાએ ઉત્પાત મચાવ્યો હતો. તેણી એક વિડીયો (Video) દ્વારા સોસાયટીમાં રહેતા માર્બલના...
સુરત: (Surat) સુરતમાં આઠ વર્ષમાં 195 બસ અકસ્માતો (Accident) નોંધાયા છે. મળતી માહિતી મુજબ બસ અકસ્માતોના કારણે 95 લોકોનાં મોત થયાં હોવાની...
સુરત: (Surat) પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવવાના પ્રયાસરૂપે સુરતમાં ગ્રો નેટીવ ગ્રીન ફોરમ દ્વારા રક્ષાબંધનના (Rakshabandhan) તહેવાર પહેલાં વૃક્ષાબંધનનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો...
મુંબઈ: (Mumbai) મુંબઈના સાંતાક્રુઝમાં રવિવારે એક હોટલમાં (Hotel) ભીષણ આગ (Fire) લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગમાં ત્રણ લોકોના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) રવિવારે (Sunday) ભારતમાં ચાલી રહેલી B20 સમિટમાં (B20 Summit) હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે...
તામિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ખાનગી કોચમાં આગ ફાટી નીકળી હતી. શનિવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં યુપીના 10 શ્રદ્ધાળુનાં મોત થયાં...
વલસાડ: (Valsad) કપરાડા તાલુકાના નાનાપોંઢા-વાપી માર્ગ પર કાકડકોપર ગામ નજીક શનિવારે માંડવા મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની બાઈકને (Bike) અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા પોલીસ (District Police) દ્વારા ગુમ થયેલા સગીર વયના કિશોર-કિશોરીઓને શોધી કાઢવા હાથ ધરાયેલા એક અભિયાન અંતર્ગત તેમના દ્વારા...
TCSની HR હેડ કે માત્ર BPO ટેલિકોલર? ફરાર નિદા ખાન મામલે કંપનીએ આપ્યો મોટો ખુલાસો, તપાસ વધુ તેજ
પૂર્વ મુખ્યમંત્રી Anandiben Patelની પૌત્રી સંસ્કૃતિ જયનાનો બોલીવૂડમાં ધમાકેદાર ડેબ્યૂ!
કતાર પહોંચતા જ હવામાં ‘સલામી’ આપતા જોવા મળ્યા પાકિસ્તાનના PM Shahbaz Sharif
Netflixના સહ-સ્થાપક Reed Hastingsએ આપ્યું રાજીનામું!
ચાલો યાદ કરીએ સુરતના ઇતિહાસને :ક્યાં ખોવાઈ અંગ્રેજો અને પોર્ટુગીઝોની કોઠી, યહૂદીઓનું કબ્રસ્તાન
યુપી કેબિનેટ અને ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
રાજકારણમાં એન્ટ્રી બાદ વિજય પર ઉઠ્યા સવાલ
નાસિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં કથિત લવજિહાદથી દેશભરમાં ખળભળાટ
આપ બડે અચ્છે હો
સીસીટીવી વડે ભારતીય સેના પર જાસૂસી: એક ભયાનક ષડયંત્ર
નારીશક્તિ-વંદન અધિનિયમ: રાજકીય સંકલ્પ કે ચૂંટણી વ્યૂહરચના?
સંસદમાં પ્રિયંકા ગાંધીનો ‘પાવર પ્લે’
સંસદમાં પરિસીમન બિલ પર 12 કલાકની મેરેથોન ચર્ચા! સરકારના દાવાઓ સામે વિપક્ષનો ભારે હંગામો
આ ચૂંટણી પછી લોકોને ખરેખર શું મળશે? પંચાયતી રાજ કે અધિકારીઓનું રાજ?
“દાઉદ ઇબ્રાહિમને ખોટી રીતે બતાવવામાં આવ્યો છે” Dhurandhar 2 અંગે Ram Gopal Varmaનું નિવેદન
“પોપે સમજવું પડશે કે આ વાસ્તવિક દુનિયા છે”ઈરાન મુદ્દે Donald Trumpનું Pope Leo XIVને નિવેદન
પાકિસ્તાન નોબલ પ્રાઈઝનો હકદાર?
સુરતની રાજનીતિમાં સિંધી સમાજનું સ્થાન
દેશમાં કયું તંત્ર ભ્રષ્ટાચાર મુક્ત છે?
સંસદમાં મહા-બહસ વચ્ચે મધરાતે લાગુ થયો મહિલા આરક્ષણ કાયદો 2023
પ્રસંગોમાં મહેમાનોની પડતી તકલીફ
લીવ-ઇન રિલેશનશિપ : પરંપરા સામે આધુનિકતા
અમેરિકાની ચેતવણી: જો ઈરાન સોદો નકારે છે તો યુદ્ધ ફરી શરૂ થશે, અમારી સેના તૈયાર છે
લવજેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણે રૂ.6 લાખની લાંચ માગી, વચેટિયો ઝડપાયો
શાળા છોડ્યાના પ્રમાણપત્ર એલસી બાબતે પ્રાથમિક શિક્ષક સંઘની નિયામકને રજૂઆત
કોર્પોરેશનની ચૂંટણી ધારાસભ્યો માટે ‘ડેન્જર ઝોન’, નબળી લીડ વિધાનસભાની ટિકિટ કાપી શકે છે!
વડોદરા : લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે અદા સહિત 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
પિલોલ-સમલાયા વચ્ચે રેલ્વે ક્રોસિંગ નં. 12 સમારકામ માટે 8 દિવસ બંધ રહેશે
કૌટુંબિક કારણોસર માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું; ત્રણ માસૂમ બાળકોના મોત
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, 19 વોર્ડના મતદાન મથકો, રિસીવિંગ-ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની વિગતવાર માહિતી જાહેર
સુરત (Surat) : ઇસરોમાં (ISRO) ચંદ્રયાન 3 (Chandrayaan3) નિર્માણમાં પોતાની ભૂમિકા હોવાની વાહ વાહી લૂંટનાર મિતુલ ત્રિવેદીને (Mitul Trivedi) આવતા દિવસોમાં જેલના (Jail) સળિયા ગણવા પડે તેવા ચક્રો ગતિમાન થયા છે. સ્પેશ્યલ બ્રાન્ચને (Special Branch) આ મામલે તપાસ સોંપાઇ હતી. તેમાં મિતુલ ત્રિવેદી પાસે જવાબ લેવામાં આવ્યા છે.
દરમિયાન ટોચના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 સંદર્ભે મિતુલ ત્રિવેદી કોઇ પુરાવા આપી શક્યો નથી. મિતુલે સ્પેશ્યલ બ્રાંચ સાથે પણ ગોળ ગોળ વાતો કરી હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન પોલીસ કમિશનર અજય તોમરે આ મામલો હાલમાં ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો છે. ત્યારે સોમવારના રોજ ક્રાઇમ બ્રાન્ચ આ મહાશયના જવાબ લેનાર હોવાની વિગત જાણવા મળી છે.
દરમિયાન ટોચના પોલીસ અધિકારીઓ હાલમાં મિતુલ ત્રિવેદીના મામલે ઇસરોના સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યાં છે. મિતુલ ત્રિવેદી પોતે સાચો હોવાની વાત કરી રહ્યો છે. પરંતુ તેઓ હાલમાં શહેર પોલીસને આ મામલે યોગ્ય ખુલાસો કરી શક્યા નથી.
મિતુલ ત્રિવેદીએ આખા દેશને મુરખ બનાવ્યો
2028માં 6 મહિલા અને 6 પુરુષ યાત્રીને અવકાશમાં મોકલી લેન્ડિંગ કરાવવાના ગપગોળા બની બેઠેલા વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી કરી રહ્યો છે. આ ઉપરાંત ચંદ્રયાન -2 અને અને મિશન આર્ટિમસ-3 માં પણ પોતાની ભૂમિકા હોવાનો દાવો મિતુલ ત્રિવેદીએ કર્યો હતો. 6 માર્ચ 2021 માં ત્રિવેદીએ મિશન આર્ટિમસ -3માં પણ મહત્વની ભૂમિકા હોવાનું અને ઓરિયન નામના સ્પેસ શિપની ડિઝાઇન બનાવવાનો પણ દાવો કર્યો હતો.
ઇસરોનો વૈજ્ઞાનિક હોવાનો અને ચંદ્રયાન-3 ની ડિઝાઇન પોતે બનાવી હોવાનો દાવો કરનાર કહેવાતા વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન -2 અને અને મિશન આર્ટિમસ-3 માં પણ પોતાની ભૂમિકા હોવાનો દાવો ભૂતકાળમાં સુરતમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સમક્ષ કર્યો હતો. 23 જુલાઈ 2019નાં રોજ પણ મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન-2 ની ટીમમાં એ ઇસરોના વૈજ્ઞાનિક તરીકે ટીમમાં સામેલ હોવાનો પ્રચાર કર્યો હતો.
ચંદ્રનાં સાઉથ પોલ પર સ્પેસ સ્ટેશન બનાવવાની જાહેરાત એણે સુરતમાં કરી હતી. ભારતના પ્રાચીન વિમાન ગ્રંથમાંથી પ્રેરણા લઈ સ્પેસશિપ બનાવી હોવાનું તે કહી રહ્યો છે. ચેનલોના આ બધા જ વીડિયો યુટ્યુબ અને અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આજે પણ ઉપલબ્ધ છે. એટલું જ નહીં મિતુલ ત્રિવેદીના પરાક્રમથી અંજાઈને ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBTRC) એ પણ પોતાના કાર્યક્રમમાં સ્થાન આપ્યું હતું.