SURAT

ચંદ્રયાન3ના નિર્માણમાં પોતાની ભૂમિકા હોવાની ડંફાશ હાંકનાર મિતુલ ત્રિવેદીને જેલના સળિયા ગણવા પડી શકે છે!!

સુરત (Surat) : ઇસરોમાં (ISRO) ચંદ્રયાન 3 (Chandrayaan3) નિર્માણમાં પોતાની ભૂમિકા હોવાની વાહ વાહી લૂંટનાર મિતુલ ત્રિવેદીને (Mitul Trivedi) આવતા દિવસોમાં જેલના (Jail) સળિયા ગણવા પડે તેવા ચક્રો ગતિમાન થયા છે. સ્પેશ્યલ બ્રાન્ચને (Special Branch) આ મામલે તપાસ સોંપાઇ હતી. તેમાં મિતુલ ત્રિવેદી પાસે જવાબ લેવામાં આવ્યા છે.

દરમિયાન ટોચના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 સંદર્ભે મિતુલ ત્રિવેદી કોઇ પુરાવા આપી શક્યો નથી. મિતુલે સ્પેશ્યલ બ્રાંચ સાથે પણ ગોળ ગોળ વાતો કરી હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન પોલીસ કમિશનર અજય તોમરે આ મામલો હાલમાં ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો છે. ત્યારે સોમવારના રોજ ક્રાઇમ બ્રાન્ચ આ મહાશયના જવાબ લેનાર હોવાની વિગત જાણવા મળી છે.

દરમિયાન ટોચના પોલીસ અધિકારીઓ હાલમાં મિતુલ ત્રિવેદીના મામલે ઇસરોના સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યાં છે. મિતુલ ત્રિવેદી પોતે સાચો હોવાની વાત કરી રહ્યો છે. પરંતુ તેઓ હાલમાં શહેર પોલીસને આ મામલે યોગ્ય ખુલાસો કરી શક્યા નથી.

મિતુલ ત્રિવેદીએ આખા દેશને મુરખ બનાવ્યો
2028માં 6 મહિલા અને 6 પુરુષ યાત્રીને અવકાશમાં મોકલી લેન્ડિંગ કરાવવાના ગપગોળા બની બેઠેલા વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી કરી રહ્યો છે. આ ઉપરાંત ચંદ્રયાન -2 અને અને મિશન આર્ટિમસ-3 માં પણ પોતાની ભૂમિકા હોવાનો દાવો મિતુલ ત્રિવેદીએ કર્યો હતો. 6 માર્ચ 2021 માં ત્રિવેદીએ મિશન આર્ટિમસ -3માં પણ મહત્વની ભૂમિકા હોવાનું અને ઓરિયન નામના સ્પેસ શિપની ડિઝાઇન બનાવવાનો પણ દાવો કર્યો હતો.

ઇસરોનો વૈજ્ઞાનિક હોવાનો અને ચંદ્રયાન-3 ની ડિઝાઇન પોતે બનાવી હોવાનો દાવો કરનાર કહેવાતા વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન -2 અને અને મિશન આર્ટિમસ-3 માં પણ પોતાની ભૂમિકા હોવાનો દાવો ભૂતકાળમાં સુરતમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સમક્ષ કર્યો હતો. 23 જુલાઈ 2019નાં રોજ પણ મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન-2 ની ટીમમાં એ ઇસરોના વૈજ્ઞાનિક તરીકે ટીમમાં સામેલ હોવાનો પ્રચાર કર્યો હતો.

ચંદ્રનાં સાઉથ પોલ પર સ્પેસ સ્ટેશન બનાવવાની જાહેરાત એણે સુરતમાં કરી હતી. ભારતના પ્રાચીન વિમાન ગ્રંથમાંથી પ્રેરણા લઈ સ્પેસશિપ બનાવી હોવાનું તે કહી રહ્યો છે. ચેનલોના આ બધા જ વીડિયો યુટ્યુબ અને અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આજે પણ ઉપલબ્ધ છે. એટલું જ નહીં મિતુલ ત્રિવેદીના પરાક્રમથી અંજાઈને ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBTRC) એ પણ પોતાના કાર્યક્રમમાં સ્થાન આપ્યું હતું.

Most Popular

To Top