Entertainment

“દાઉદ ઇબ્રાહિમને ખોટી રીતે બતાવવામાં આવ્યો છે” Dhurandhar 2 અંગે Ram Gopal Varmaનું નિવેદન

બોલીવૂડના જાણીતા નિર્દેશક રામ ગોપાલ વર્માએ તાજેતરના એક પોડકાસ્ટમાં ફિલ્મ Dhurandhar 2માં અંડરવર્લ્ડ ડોન Dawood Ibrahimના દર્શન અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ફિલ્મમાં દાઉદ ઇબ્રાહિમને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે, તે તેમની સમજ મુજબ યોગ્ય નથી અને વાસ્તવિકતા સાથે મેળ ખાતું નથી.

રામ ગોપાલ વર્મા ફિલ્મ Dhurandhar 2ના સૌથી મોટા પ્રશંસકોમાંના એક રહ્યા છે અને ફિલ્મના દિગ્દર્શન, કથાવસ્તુની તેમણે ઘણી પ્રશંસા કરી છે. તેમ છતાં તેમણે સ્પષ્ટ કર્યું કે ફિલ્મનો એક મુદ્દો એવો છે જેના સાથે તેઓ સહમત નથી તે છે દાઉદ ઇબ્રાહિમનું રજૂકરણ. તેમણે લેખક હુસૈન ઝૈદી સાથેના યુટ્યુબ ચેનલ પર થયેલી ચર્ચામાં જણાવ્યું કે ફિલ્મમાં દાઉદ ઇબ્રાહિમને ‘બડે સાહેબ’ તરીકે દર્શાવવામાં આવ્યા છે અને તેમને પાકિસ્તાનમાંથી ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓનું સંચાલન કરતો બતાવવામાં આવ્યો છે. પરંતુ તેમના મત પ્રમાણે આ રજૂઆત તેમની જાણકારી સાથે મેળ ખાતી નથી.

રામ ગોપાલ વર્માએ વધુમાં કહ્યું કે તેઓ કોઈ સત્તાવાર દાવો નથી કરતા, પરંતુ તેમની જાણ મુજબ દાઉદ ઇબ્રાહિમ છેલ્લા લગભગ 20 વર્ષથી અપરાધિક પ્રવૃત્તિઓથી દૂર છે. તેમણે જણાવ્યું કે આવા વિષયો અંગે સંપૂર્ણ સત્ય કોઈ ચોક્કસ રીતે કહી શકે તેમ નથી અને ફિલ્મ નિર્માતાઓ પણ પોતાની માહિતીના આધારે રજૂઆત કરતા હોય છે. ફિલ્મમાં બતાવવામાં આવેલી વાતો સાચી છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ પુરાવો ઉપલબ્ધ નથી અને તે બાબતે કોઈ નિશ્ચિત નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ છે. તેમ છતાં ફિલ્મની બનાવટ, સ્ટોરીટેલિંગ અને પ્રેઝન્ટેશન અંગે તેમણે સકારાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

ફિલ્મ Dhurandhar 2માં મુખ્ય પાત્ર હમઝા અલી મઝારીની કહાની બતાવવામાં આવી છે, જેમાં તેના સ્પાય તરીકેના સફરની સાથે આતંકવાદી હુમલાઓનો બદલો લેવા માટે પાકિસ્તાન સુધી પહોંચવાની ઘટનાનો સમાવેશ થાય છે. ફિલ્મમાં અર્જુન રામપાલ, આર. માધવન, સંજય દત્ત સહિત અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે.

Most Popular

To Top