SURAT

અડાજણના યમુના ફર્નિચરની દુકાનમાં TV માં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી

સુરત (Surat) : અડાજણ પન્ના ટાવરની (Panna Tower) એક ફર્નિચરની (Furniture) દુકાનમાં (Shop) અચાનક શોર્ટ સર્કિટ (Short Circuit) બાદ ટીવીમાં બ્લાસ્ટ (TV Blast) થતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ આજુબાજુના વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થયો હતો. જોકે ઘટનાની જાણ બાદ અડાજણ અને મોરા ભાગળ ફાયર સ્ટેશનના જવાનોએ દોડી આવી આગ કાબુમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દુકાન માલિક મુન્નાભાઈ મમરાવાળા એ જણાવ્યું હતું કે દુકાન બંધ કરવાના સમયે દુર્ઘટના બની હતી. TV સોકેટ સાથેનો બધો જ સામાન બળી ગયો હતો. ફાયર સમયસર ન આવ્યું હોત તો મોટું નુકસાન થયું હોત એમ કહી ફાયરનો આભાર વ્યક્ત કર્યો હતો.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ 11 વાગ્યા ની હતી. ફર્નિચરની દુકાનમાં આગનો કોલ મળતા જ અડાજણ અને મોરા ભાગળ ફાયર સ્ટેશનનીની ગાડી સ્થળ પર રવાના કરી દેવાઈ હતી. ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ગાડીઓ એ આગ પર કાબુ મેળવી તમામ ફર્નિચર બચાવી લીધું હતું. એટલું જ નહીં પણ કોઈ જાનહાનિ પણ થઈ ન હતી.

સંપત સુથાર (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે સમયસર ઘટના સ્થળે પહોંચી જતા મોટી દુર્ઘટના ટાળવામાં સફળ રહ્યા હતા. આગ શોર્ટ સર્કિટ ને કારણે લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગ કંટ્રોલ કરી દેવાય હતી. લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. જોકે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top