Charchapatra

પ્રસંગોમાં મહેમાનોની પડતી તકલીફ

આપણે ત્યાં વસ્તી વધી તે સાથે શહેર બહારનો વિસ્તાર પણ વિસ્તરતો ગયો. આજે સિટીમાં વસતાં કુટુંબો જરૂરિયાત મુજબ ધીમે ધીમે સ્થળાંતર કરીને સીટી બહાર દશે દિશામાં દૂર દૂર સુધી વસી ગયાં છે. હવે એ લોકોને તકલીફ એ થાય છે કે આપણે ત્યાં કોઈ પણ શુભ કે અશુભ પ્રસંગ હોય ત્યારે આપણે મહેમાનોને આમંત્રિત તો કરીએ છીએ પરંતુ 10 12 km દૂર રહેતો સંબંધી આપણે ત્યાં આવે છે તો તેની પાસે વાહનની સગવડ ના હોય તો રિક્ષાનો ખર્ચ ઉઠાવવો પડે છે. તેમાંય ખાસ કરીને સ્ત્રી કે પુરુષને એક જ વ્યક્તિને આમંત્રણ હોય તો તેને મહેમાનોને ત્યાં પહોંચતાં ખાસો એવો સમય અને ખર્ચ થઈ જતો હોય છે.

હમણાં જ એક પ્રસંગમાં મારા જોવામાં આવ્યું કે આમંત્રિત મહેમાનોમાં કેટલાંય એવાં હતાં કે જેવો સિંગલ હતાં, તેમાં સ્ત્રીઓની સંખ્યા વધારે હતી. હવે જમીને તે લોકો રાત્રે પોતાના ઘરે પરત કેવી રીતે પહોંચી શકે? જો આમંત્રિત મહેમાન કોઈ વાહન લાવ્યા ના હોય તો તકલીફ પડે એટલે વિચાર આવે છે કે આપણે ત્યાં પ્રસંગોમાં સિંગલ વ્યક્તિને નહીં પરંતુ બે વ્યક્તિને જ આમંત્રણ આપવું જરૂરી છે જેથી કરીને પતિ પત્ની સાથે કે દીકરા કે વહુના સંગાથે આવી શકે અને જો વાહન ન હોય તો સંગાથે રિક્ષામાં જવા આવવામાં સરળતા રહે.
સુરત     – વિજય  તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top