SURAT

સગીરાને ફસાવી વિડીયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ

સુરત: (Surat) સરથાણા જકાતનાકા ખાતે રહેતી સગીરાના પિતાની અગાઉ આવેલી દુકાનની (Shop) બાજુમાં પસ્તીભંગારનો વેપાર કરતા યુવકે પારિવારીક સંબંધની આડમાં ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાને ફસાવી તેની સાથે દુષ્કર્મ (Abuse) આચર્યું હતું. અને તેના વિડીયો અને ફોટો (Photo) વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા અંતે કંટાળીને સગીરાએ માતાને વાત કરતા પરિવારે યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

  • સરથાણામાં ધો. 10ની વિદ્યાર્થીની સાથે પારિવારીક સંબંધની આડમાં ભંગારના વેપારી દ્વારા દુષ્કર્મ
  • સગીરાના પિતાની અગાઉ આરોપીની બાજુમાં કરીયાણાની દુકાન હોવાથી તેઓ એકબીજાને ઓળખતા હતા
  • મિત્રતા કેળવી બાદમાં સગીરાને અલગ અલગ હોટલમાં લઈ જઈ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું

સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા જકાતનાકા વ્રજચોક વ્રજભુમિ બસ પાર્કિંગ ગણેશ પસ્તી ભંડારના નામે વેપાર કરતો 28 વર્ષીય પપ્પુ રાધેશ્યામ ગુપ્તાની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધોરણ 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાના પિતાની અગાઉ આરોપીની દુકાનની બાજુમાં કરીયાણાની દુકાન હતી. ત્યારથી આ સગીરા આરોપીને ઓળખતી હતી. અને તેમની વચ્ચે પારિવારીક સંબંધ હતા. બાદમાં બંને વચ્ચે વાતચીત થતી હતી.

ઇન્સ્ટાગ્રામ ઉપર એકબીજા સાથે વાતચીત કરતા હતા. આરોપી એક દિવસ સગીરાને મળવાને બહાને સરથાણા શ્યામધામ મંદિર પાસે ભગવતી સોસાયટી, સરથાણા જકાતનાના પાસે વ્હાઈટ હાઉસ ઓયો હોટલમાં લઈ ગયો હતો. અને ત્યાં તેની મરજી વિરુધ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં ફોટો અને વિડીયો ઉતારી સરથાણા વ્રજચોક ખાતે રાજ ઈમ્પેરીયા બિલ્ડિંગમાં આવેલી મેરિટોન હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. અંતે સગીરાએ તેની માતાને જાણ કરતા પરિવારે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

‘મમ્મી યે અંકલ કો ઘર મેં મત આને દો બહુત ગંદે હૈ, મુજે કિસ કર કે અપને કપડે ઉતારે થે’
સુરત: પાંડેસરા વિસ્તારમાં રહેતી 9 વર્ષની માસૂમ બાળકીને પડોશમાં રહેતા યુવકે ઘરે બોલાવી અશ્લીલ વિડીયો બતાવી કપડા કાઢી છેડતી કરી હતી. બાળકી ઘરે ભાગી આવ્યાના ત્રણ દિવસ પછી યુવક બાળકીના ઘરે આવ્યો ત્યારે બાળકીએ તેની માતાને ‘મમ્મી યે અંકલ કો ઘરમેં મત આને દો બહુત ગંદે હૈ, મુજે કીસ કરકે અપને કપડે ઉતારે થે’ તેમ કહ્યું હતું. એકાદ કલાક પછી માતાએ બાળકીને પ્રેમથી પૂછતા તેણે બનાવ અંગે વાત કરી હતી. બાદમાં પરિવારે આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે રહેતો 22 વર્ષીય આશિષસિંગ શિવકુમાર સિંગ બૂટ ચંપલની દુકાનમાં કામ કરે છે. ગયા રવિવારે તેના પડોશમાં રહેતા પરિવારની ધો. 2માં અભ્યાસ કરતી 9 વર્ષની બાળકી સવારે 10 વાગે તેના ઘર પાસે રમતી હતી. ત્યારે યુવકે તેને રૂમમાં બોલાવી હતી. અને બાળકીને તેના મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવ્યા હતા. બાદમાં યુવકે પોતાના કપડા કાઢી નાખી બાળકીને કીસ કરી હતી. હેબતાઈને બાળકી ત્યાંથી ભાગી ગઈ હતી. ત્રણેક દિવસ પછી આ યુવક બાળકીના ઘરે તેની માતાને આવીને આંટી ખાનેમેં ક્યા બના રહે હો તેમ પૂછવા આવ્યો હતો. ત્યારે બાળકીએ તેની માતાને !મમ્મી યે અંકલનો ઘરમેં મત આને દો બહુત ગંદે હૈ, મુજે કીસ કરકે અપને કપડે ઉતારે થે’ તેમ કહ્યું હતું. બાળકીની વાત સાંભળી તેની માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. બાદમાં એકાદ કલાક પછી બાળકીને પૂછતા તેને ઘટના જણાવી હતી. બાદમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

Most Popular

To Top