Charchapatra

પાકિસ્તાન નોબલ પ્રાઈઝનો હકદાર?

જે આખા વિશ્વમાં આતંકવાદી તરીકે પંકાય છે. ભારતને પળે પળે રંજાડે છે. ખાસ તો ભારતમાં નિર્દોષ લોકો તથા નિર્દોષ ભોળા સૈનિકોની નિર્મમ હત્યા કરે છે તથા આપણા સૈનિકોની કાર્યવાહી પર અને હિલચાલ પર સદા જાસૂસી કરે છે એટલે હુમલો કરવાનું સરળ બને અને કાશ્મીરનાં લોકોને ફોડે છે. અહીંથી જ આતંકવાદની પ્રવૃત્તિઓ કરે છે. આપણી સરહદો પર કેમેરા ગોઠવી ત્યાંથી આપણી દેશહિત પરની કાર્યવાહી પર કેમેરામાં કેદ કરી સરહદ પર જાસૂસીને કામ કરે છે.  રોટલા માટે ટળવળતાં, મોંઘવારીથી પીડાતાં તથા વાટકા લઇ જે તે દેશ પાસેથી ભીખ માંગતા આ પાકિસ્તાન દેશને વચેટિયા તરીકે લાવી વાટાઘાટ કરવા માટે અમેરિકા તૈયાર થઇ ગયું.

શું આ યોગ્ય છે? અમેરિકાએ સમજવું જોઇતું હતું કે પાકિસ્તાન કટ્ટરપંથી દેશ છે. બેઇમાન છે. લાદેનને સંતાડનારો દેશ પણ પાકિસ્તાન છે. આજે પણ દાઉદને સંતાડેલો છે. હાફિઝ, વગેરે આતંકવાદીઓનો આકા છે. આવાને કયા હિસાબે મધ્યસ્થી કરવા માટે તૈયાર (અમેરિકા) થયું? ઇરાનને તો વિશ્વાસ જ નથી અમેરિકા અત્યારે શું બોલે અને પળવારમાં પલટાઈ જાય છે અને પાકિસ્તાન ફૂલાઈ રહ્યું છે કે શાંતિનો નોબલ પ્રાઈઝ અમને મળે. અરે, આને તે અપાય? વિચાર જ કેમ આવ્યો? એની પ્રજા ભૂખે મરે છે અને પડોશી માટે આટો લેવા માટે ફાંફા મારે છે.
સુરત     – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top