Vadodara

વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, 19 વોર્ડના મતદાન મથકો, રિસીવિંગ-ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની વિગતવાર માહિતી જાહેર

(પ્રતિનિધિ), વડોદરા. તા.16

વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શહેરના તમામ 19 વોર્ડના મતદાન મથકોની વ્યવસ્થા, ઈવીએમ વિતરણ (રિસીવિંગ-ડિસ્પેચિંગ) કેન્દ્રો તેમજ મતગણતરી માટેના ખાસ રૂમ નંબર સહિતની વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર સજ્જ છે.

  • 1) વોર્ડ નં. 1, 2 અને 3 :- આ ત્રણ વોર્ડમાં કુલ 158 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.
  • રિસીવિંગ/ડિસ્પેચિંગ :- પોલીટેકનિક કોલેજ, શાસ્ત્રી બ્રિજ પાસે.
  • મતગણતરી કેન્દ્ર :- પોલીટેકનિક કોલેજ, રૂમ નંબર 25.
  • સ્ટ્રોંગ રૂમ :- પોલીટેકનિક કોલેજ, રૂમ નંબર 23.
  • ટેબલ સંખ્યા :- મતગણતરી માટે કુલ 14 ટેબલો ફાળવવામાં આવ્યા છે.
  • 2) વોર્ડ નં. 4, 5 અને 6 :- આ ત્રણ વોર્ડમાં કુલ 175 મતદાન મથકો ધરાવતા આ વોર્ડની કામગીરી સમા-હરણી રોડ પર કેન્દ્રિત રહેશે.
  • રિસીવિંગ/ડિસ્પેચિંગ :- પી.એમ.શ્રી, કેન્દ્રીય વિદ્યાલય-2 (આર્મી), મેટ્રો હોસ્પિટલની બાજુમાં, સમા હરણી રોડ.
  • મતગણતરી કેન્દ્ર :- પોલીટેકનિક કોલેજ, બીજો માળ, રૂમ નંબર 84.
  • સ્ટ્રોંગ રૂમ :- પોલીટેકનિક કોલેજ, બીજો માળ, રૂમ નંબર 83.
  • ટેબલ સંખ્યા :- 14 ટેબલો પર મતગણતરી થશે.
  • 3) વોર્ડ નં. 7, 8 અને 9 :- આ ત્રણ વોર્ડ વિસ્તારમાં સૌથી વધુ 192 મતદાન મથકો છે.
  • રિસીવિંગ/ડિસ્પેચિંગ :- સરકારી નર્સિંગ કોલેજ, વેક્સિન ગ્રાઉન્ડ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસે, દિવાળીપુરા.
  • મતગણતરી કેન્દ્ર :- પોલીટેકનિક કોલેજ, બીજો માળ, સેમિનાર હોલ (રૂમ નં. 85).
  • સ્ટ્રોંગ રૂમ :- પોલીટેકનિક કોલેજ, બીજો માળ, રૂમ નંબર 71.
  • ટેબલ સંખ્યા :- 14 ટેબલ.
  • 4) વોર્ડ નં. 10, 11 અને 12 :- આ ત્રણ વોર્ડમાં કુલ 2024 મતદાન મથકો સાથે અહીં વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.
  • રિસીવિંગ/ડિસ્પેચિંગ :- ડો. ઠાકોરભાઇ પટેલ કોમર્સ કોલેજ અને મહિલા મહા વિદ્યાલય, અકોટા.
  • મતગણતરી કેન્દ્ર :- પોલીટેકનિક કોલેજ, બીજો માળ, રૂમ નંબર 78.
  • સ્ટ્રોંગ રૂમ :- પોલીટેકનિક કોલેજ, બીજો માળ, રૂમ નંબર 77.
  • ટેબલ સંખ્યા :- 14 ટેબલ.
  • 5) વોર્ડ નં. 13, 14 અને 15 :- આ ત્રણ વોર્ડના 162 મતદાન મથકો માટે કારેલીબાગ વિસ્તાર કેન્દ્ર સ્થાને રહેશે.
  • રિસીવિંગ/ડિસ્પેચિંગ :- સરદાર વિનય વિદ્યામંદિર, ચેપીરોગ દવાખાના સામે, કારેલીબાગ.
  • મતગણતરી કેન્દ્ર :- પોલીટેકનિક કોલેજ, પહેલો માળ, રૂમ નંબર 33.
  • સ્ટ્રોંગ રૂમ :- પોલીટેકનિક કોલેજ, પહેલો માળ, રૂમ નંબર 32.
  • ટેબલ સંખ્યા :- 14 ટેબલ.
  • 6) વોર્ડ નં. 16, 17, 18 અને 19 :- સૌથી વધુ 4 વોર્ડના જૂથમાં કુલ 240 મતદાન મથકોનો સમાવેશ થાય છે.
  • રિસીવિંગ/ડિસ્પેચિંગ :- ભવન્સ સ્કૂલ, બરોડા ડેરી પાસે, મકરપુરા.
  • મતગણતરી કેન્દ્ર :- પોલીટેકનિક કોલેજ, પહેલો માળ, ડ્રોઇંગરૂમ.
  • સ્ટ્રોંગ રૂમ :- પોલીટેકનિક કોલેજ, પહેલો માળ, રૂમ નંબર 36 અને 37.
  • ટેબલ સંખ્યા :- 14 ટેબલ.

ઉલ્લેખનીય છે કે, તમામ વોર્ડના મતદાન બાદ ઈવીએમ જમા કરાવવા અને મતગણતરી માટે પોલીટેકનિક કોલેજ, શાસ્ત્રી બ્રિજ પાસે મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. દરેક વોર્ડ માટે અલગ-અલગ રૂમ અને ફ્લોર નક્કી કરવામાં આવ્યા છે. જેથી ગણતરી સમયે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. તમામ મતગણતરી કેન્દ્રો પર સરેરાશ 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પરિણામો ઝડપથી જાહેર કરવામાં મદદરૂપ થશે.

ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારો અને રાજકીય પક્ષોને પણ આ સ્થળો અને રૂમ નંબરની જાણકારી આપી દેવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે સ્ટ્રોંગ રૂમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ ઈવીએમ રાખવામાં આવશે.

Most Popular

To Top