Vadodara

NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા NEET-2026માં સામેલ થનારા ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર પાંચ જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓની વધારાની ભીડને ધ્યાને લઈ આ ટ્રેનો ચલાવાશે.

ટ્રેન નં. 09351/09352 બાંદ્રા ટર્મિનસ – ડો. આંબેડકર નગર સ્પેશિયલ 20 જૂને બાંદ્રાથી સાંજે 6:20 કલાકે ઉપડશે. વાપી, વલસાડ, સુરત, ભરૂચ, ગોધરા, રતલામ, ઉજ્જૈન, ઇન્દોર સહિતના સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નં. 09471/09472 બાંદ્રા ટર્મિનસ – મણિનગર સ્પેશિયલ 20 જૂને બાંદ્રાથી રાત્રે 9:15 કલાકે ઉપડશે. વાપી, સુરત, ભરૂચ, આણંદ સ્ટેશને રોકાશે. ટ્રેન નં. 09554/09553 ઓખા – ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ 20 જૂને ઓખાથી સવારે 5:00 કલાકે ઉપડશે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ થઈ જશે. ટ્રેન નં. 09254/09253 ભાવનગર – ગાંધીગ્રામ સ્પેશિયલ 20 જૂને ભાવનગરથી સવારે 11:40 કલાકે ઉપડશે. બોટાદ, ધંધુકા, સાણંદ થઈ ગાંધીગ્રામ પહોંચશે. ટ્રેન નં. 09354/09353 ઇન્દોર – ભોપાલ – રતલામ સ્પેશિયલ 20 જૂને ઇન્દોરથી સવારે 11:25 કલાકે ઉપડી ભોપાલ જશે, અને ત્યાંથી રાત્રે 7:40 કલાકે રતલામ જવા રવાના થશે. આ તમામ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ રહેશે. ટ્રેન નં. 09351, 09352, 09471, 09472, 09554, 09553, 09254, 09253 અને 09354નું બુકિંગ 19 જૂન 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે.

Most Popular

To Top