એક નાનકડા ગામમાંથી પરણીને સવિતા મોટા શહેરમાં આવી.મધ્યમવર્ગીય સાસરું હતું પણ બધાં ખુશ હતાં.લગ્નનાં થોડાં વર્ષોમાં બે બાળકો થયાં, પછી પતિનું પ્રમોશન...
તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતે મતદાર યાદીઓના વિશેષ અને ગહન પુન:નિરીક્ષણ એટલે કે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન અંગે ઐતિહાસિક અને દીર્ધદ્રષ્ટિપૂર્ણ ચુકાદો આપ્યો. સુપ્રીમ...
ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ઈંધણ એ માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ ખેતીની જીવાદોરી છે. હાલમાં ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં ડીઝલની અસ્થાયી...
‘નાદારી’(બેન્કરપ્સી) શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. મુખ્યત્વે આર્થિક બાબત માટે વપરાતા આ શબ્દનો સાદો અર્થ થાય, ‘દેવું ચૂકવવા માટે અસમર્થ હોય...
મહેસૂલ વિભાગ દ્વારા મોડી રાત્રે સત્તાવાર યાદી જાહેર, 26 GAS અધિકારીઓની બદલી, જ્યારે 9 મામલતદારોને ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશન અપાયું (પ્રતિનિધિ), વડોદરા....
સર્વધર્મ સમભાવ – સદભાવ અને સદ્ ભાવના ના ત્રાગડા અને નૌટંકીઓ.. સત્તા ના બંધાણી માટે ભલે હાથવગા હાથીયાર બન્યા, હોય પણ દરેક...
બ્રિજની ખામીયુક્ત ડિઝાઇન સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ, ‘રોજિંદા અકસ્માતોથી વાહનચાલકો ભયના ઓથાર હેઠળ’ (પ્રતિનિધિ), વડોદરા. તા.28 વડોદરાના વ્યસ્ત ગણાતા લાલબાગ બ્રિજ પર...
જીવનમાં બધાં જ માણસો સફળતા ઇચ્છતા હોય છે અને એ સ્વાભાવિક પણ છે.દુનિયામાં કોઈ પણ એવું નહીં હોય કે જે સફળતા ન...
નિયમિત રીતે બરફવાળા ઠંડા પાણીમાં નહાવાથી / બેસવાથી , ડોક નીચેના આખા શરીરને રાખવાથી મગજમાં રીવાયરીંગ થાય છે અને તે ખૂબ જ...
ઉનાળો શરૂ થાય એટલે કોલ્ડ ડ્રિંક્સનો વપરાશ વધી જાય અને ટી.વી. પર કોલ્ડ ડ્રિંક્સની ભ્રામક જાહેરાતો આવવી શરૂ થઇ જાય છે. જાણે...
સચીન પેટ્રોલિયમની આવક કરતાં બમણાથી વધુ નાણાકીય લેવડદેવડ સામે આવતા પોલીસ ફરી સક્રિય, ગુજસી ટોક કોર્ટએ ખાતાં ડિ-ફ્રીઝ કરવાની અરજી ફગાવી વડોદરા,...
ડ્રાઇવરોને ઓફિસમાં ઊંધા લટકાવી ઢોર માર મારી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો વડોદરા તા.27 લીઝ પર કામ કરતા ડ્રાઇવરોને ઓફિસમાં બંધક બનાવ્યા બાદ...
દક્ષિણ ઝોનના વોર્ડ નં.16 ના રહીશો અને હજારો વાહનચાલકોને ઉબડ-ખાબડ રસ્તાઓમાંથી મળી મુક્તિ (પ્રતિનિધિ), વડોદરા. તા.27 વડોદરા શહેરના નાગરિકોની સુખાકારી અને સુરક્ષિત...
₹4.87 લાખના કામમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ, મસ્ટરરોલથી લઈને MB બુક સુધી સવાલો “મજૂરો વગર મજૂરીની ચુકવણી?” : ડેપ્યુટી સરપંચના પુત્ર સહિત સ્થાનિક...
પ્રધાનમંત્રી તથા રાજ્યપાલની અપીલને માન આપી નિર્ણય પ્રતિનિધિ ગોધરા તા.27પ્રધાનમંત્રી તથા રાજ્યપાલની ઈંધણ બચત, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ જીવનશૈલી અંગેની અપીલને માન...
ઈરાને દાવો કર્યો છે કે અમેરિકા સાથે સંભવિત કરારનો પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ ઈરાનના સરકારી ટેલિવિઝનએ દાવો...
વાડી રંગમહાલના વાસુદેવ એપાર્ટમેન્ટમાં પોલીસનો દરોડો, ગાંજાનો જથ્થો વેચનાર બે શખ્સ ઝડપાયા વડોદરા તા.૨૭ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ધમધમતા કાળા કાળા કારોબાર પર...
આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો માટે કડક સ્ક્રીનિંગ અને હોમ ક્વોરન્ટીન ફરજિયાત, અમદાવાદ SVP હોસ્પિટલમાં 60 બેડનો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ તૈયાર વડોદરાની સયાજી...
લાંબા સમયથી LRDની લેખિત પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારોની પ્રતિક્ષાનો અંત આવ્યો છે. ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ લોકરક્ષક કેડરની...
સનફાર્મા રોડ પરથી યુવકનુ અપહરણ કરી લૂંટ કરનાર અન્ય આરોપીની શોધખોળ વડોદરા તા 27વડોદરાના સનફાર્મા રોડ વિસ્તારમાં 20 વર્ષીય યુવકનું અપહરણ કરી...
ગાંધીનગર, તા. 27 ગુજરાતમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો મોટો પર્દાફાશ થયો છે. બ્રાઝિલથી આવેલા એક જહાજમાંથી મુંદ્રા પોર્ટ નજીક દરિયામાંથી અંદાજે...
અમદાવાદ: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર અધિકમાસ નિમિત્તે હરિભક્તો માટે વિશેષ આધ્યાત્મિક આયોજન હાથ ધરવામાં...
28મીએ જાહેર રજાને કારણે રાજ્ય સ્વાગતના આયોજનમાં ફેરફાર થયો ગાંધીનગર: રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ-રજૂઆતોના ઓનલાઈન નિવારણનો દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતો મુખ્યમંત્રીનો...
ગાંધીનગર: રાજય સરકારની ડ્રગ્સ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને એક મોટી...
અમદાવાદ: અમદાવાદ મનપામાં ભાજપની નવા પદાધિકારીની ટીમની આજે સત્તાવાર વરણી કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલી અમદાવાદ મનપાની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં...
અમદાવાદ : રાજ્યમાં ઉનાળાનો તાપ હજુ પણ યથાવત્ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી...
અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. અમદાવાદ સહિત અનેક મહાનગરપાલિકાઓમાં ભાજપ...
ગાંધીનગર: સેન્ટર ફોર ડોમેસ્ટિક ઈકોનોમિક પોલિસી રિસર્ચ (C-DEP) અને વાણિજ્ય મંત્રાલયના Centre for WTO Studies દ્વારા આજે “ઇમ્પેક્ટ ઓફ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીઝ ઇન...
પોલીસ અધિકારીઓ સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું ગાંધીનગર: રાજ્યમાં બકરી ઈદના તહેવારને અનુલક્ષીને રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ....
ગાંધીનગર: રાજ્યમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી, સરળ અને બચતયુક્ત બનાવવા માટે વીડિયો કોન્ફરન્સિંગ ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ શરૂ થયો છે. ન્યાય તંત્ર અને...
વડોદરા : પોલીસ કમિશનરના નામ અને સહી સાથેનો પીઆઈનો ફેક ટ્રાન્સફર ઓર્ડર સોશિયલ મીડિયામાં વાયરલ
રામ મંદિર: ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું-ગુનેગાર ગમે તેટલો મોટો હોય તેને કડક સજા મળે
દક્ષિણ 24 પરગણામાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા બાદ લોકોમાં આક્રોશ
MGVCLની કાનૂની દલીલોને વીજ લોકપાલનું સમર્થન,સ્માર્ટ મીટર માટે ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી
જેતલપુર બ્રિજ પર બેકાબૂ મર્સિડીઝે બાઈક સવારોને અડફેટે લીધા, અકસ્માત બાદ મહિલા કાર ચાલક ફરાર
‘સ્માર્ટ સિટી’ વડોદરામાં ‘ભુવા ઉત્સવ’ શરૂ: પહેલા જ વરસાદમાં પાલિકા પોતે જ ખાડામાં!
મહારાષ્ટ્ર: વોટરફોલમાં 100 પ્રવાસીઓ ફસાયા, દોરડાથી રેસ્ક્યૂ કરાયા, વસઈમાં 20 કાર ડૂબી
દારૂના નશામાં VMCની કચરાની ગાડીનો તાંડવ! ડિવાઈડર કૂદાવી કારને ઉડાડી
વડોદરામાં ગુંડાગીરી બેકાબૂ! લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિન્ધી ગેંગ સાથે જોડાયેલા વેપારી પર જીવલેણ હુમલો
PoKમાં 600 લોકોની ધરપકડ બાદ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શનો વધુ તીવ્ર, ભારત પાસે મદદ માંગી
મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે મુંબઈ જતી 3 ફ્લાઈટ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ
બિહાર: જન સુરાજ પાર્ટીએ બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રશાંત કિશોરને ઉમેદવાર જાહેર કર્યા
પાસપોર્ટ રેન્કિંગમાં ભારતને મોટો ઝટકો, ટોપ-100માંથી બહાર; 125મા ક્રમે પહોંચ્યું, અમેરિકા-ફ્રાન્સ પણ ટોપ-10માંથી બહાર
ટ્રમ્પ: એક જ હુમલામાં ઈરાની નેતૃત્વનો નાશ કરી શક્યા હોત, ઈરાને આપ્યો આ જવાબ..
બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવ સામે ફરી ચેક બાઉન્સ કેસ, પ્રિયંકા ચોપરાના પૂર્વ મેનેજરે કર્યો દાવો
સયાજી હોસ્પિટલમાં માનવતા મરી પરવારી?
સુરતમાં ભારે વરસાદની આગાહી, રૂબી ડોગ સહિત NDRFની 30 સભ્યોની ટીમ ઓલપાડમાં તહેનાત
વિદેશ પ્રધાન એસ. જયશંકર 6 દેશોના પ્રવાસે, જાણો શું છે ભારતના મિશનનો અસલી એજન્ડા
શિયર ઝોનની અસરથી ગુજરાતમાં ધોધમાર વરસાદ, 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
વરસાદી વાદળોની ઓઢણીમાં પાવાગઢ મહાકાળી ધામ; ‘જય માતાજી’ના જયઘોષથી ગુંજ્યું યાત્રાધામ
પાલી હિલ સ્થિત ઘરે આમિર ખાનના સાદગીભર્યા લગ્ન, પરિવાર અને નજીકના મિત્રો રહ્યા હાજર, ગૌરી સ્પ્રેટ સાથે નવી સફરની શરૂઆત
પંડ્યા બ્રિજ પર પડેલું ઓઈલ એક પરિવાર માટે યમદૂત સાબિત થયું
ફ્રાન્સની જીત બાદ મેદાનમાં ગરમાયો માહોલ, એમબાપ્પે-પરાગ્વે ખેલાડીઓ વચ્ચે ઉગ્ર વિવાદ
મમતાનો બળવાખોરોને ખુલ્લો પડકાર: “મને રોકવી હોય તો મારવી પડશે, હિંમત હોય તો BJPમાં જોડાઈ જાઓ”
નદીમાં ન્હાવા ઉતરેલા ખેત મજૂરને મગરે ખેંચી લીધો; પારા ગામે કરુણ ઘટનાથી અરેરાટી
ભારતના 1 ટ્રિલિયન રિટેલ માર્કેટમાં AIની એન્ટ્રી, હવે ગ્રાહકોની દરેક હરકત પર નજર, ગ્રાહકોના વર્તનનું થશે સ્માર્ટ વિશ્લેષણ
પેટ્રોલ પછી હવે ડીઝલમાં પણ બાયોફ્યુઅલ! 15% આઇસોબ્યુટેનોલ મિશ્રણની તૈયારી, ગડકરીએ જાહેર કર્યો બાયોફ્યુઅલ રોડમેપ
ડેબ્યૂમાં માત્ર 14 રન, છતાં વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ; બનાવ્યા 3 મોટા રેકોર્ડ
બે વર્ષની રજૂઆતો છતાં તંત્ર ઊંઘતું રહ્યું! સલાટવાડામાં પીપળાની વિશાળ ડાળી તૂટી પડતાં ચારથી વધુ ટુ-વ્હીલર દબાયા
45°C ગરમીથી અમેરિકા તપ્યું, સ્વતંત્રતા દિવસની ઉજવણી પર હીટવેવનો પ્રહાર, અનેક કાર્યક્રમો રદ
એક નાનકડા ગામમાંથી પરણીને સવિતા મોટા શહેરમાં આવી.મધ્યમવર્ગીય સાસરું હતું પણ બધાં ખુશ હતાં.લગ્નનાં થોડાં વર્ષોમાં બે બાળકો થયાં, પછી પતિનું પ્રમોશન થયું,નણંદનાં લગ્ન કર્યાં, થોડા વર્ષ બાદ સસરાજીનું અવસાન થયું.સવિતાબહેને બધા સંજોગમાં ઘરને જાળવ્યું. અચાનક એક એકસીડન્ટમાં તેમના પતિનું મૃત્યુ થયું અને જાણે વ્રજાઘાત થયો, નાનકડાં બાળકો, બીમાર સાસુ ઘરમાં કમાનાર કોઈ નહિ અને પોતાનું ભણતર પણ સાવ ઓછું.બહુ મોટી જવાબદારી આવી પડી હતી અને દુઃખ અને જવાબદારીના અંધકારમાં ક્યાંયથી માર્ગ દેખાતો ન હતો.ઘણાં લોકો વ્યવહારુ સલાહ આપતા કે સાસુને વૃદ્ધાશ્રમમાં મૂકી દે અને તું બાળકોને લઈને પિયર જતી રહે.આ સિવાય બીજો કોઈ રસ્તો નથી.અહીં કેવી રીતે રહેશો, બચત પૂરી થતાં ગુજરાન કઈ રીતે ચાલશે? એકલી સ્ત્રી આટલી જવાબદારી કેમ ઉપાડી શકશે?

સવિતા આ બધી સલાહ સાંભળી રહી હતી પણ તેનું મન માનતું ન હતું, તેને પોતાનાં સાસુને ઘરની યાદોથી દૂર કરવાં નહોતાં, પોતે પિયરમાં ભારરૂપ બનવું ન હતું.તેણે મન મક્કમ કર્યું અને કમર કસી.ભણતર નહોતું પણ ગણતર અને આવડત હતી.પોતાની રસોઈ બનાવવાની, નાસ્તા બનાવવાની, અથાણાં બનાવવાની, આવડત કામે લગાડી. સૌથી પહેલાં પાડોશીની મદદ લઇ નાનું નાનું વેચાણ શરૂ કર્યું.ટીફીન સેવા શરૂ કરી, સિઝનમાં અથાણાં અને પાપડ પણ બનાવવાની શરૂઆત કરી.
સવિતા રાત દિવસ મહેનત કરે, તેની મહેનતમાં બંને બાળકો અને બીમાર સાસુ પણ સતત મદદ કરે. ધીમે ધીમે કામ જામવા લાગ્યું અને ઓર્ડર મળવા લાગ્યા.
આમ મહેનત કરતાં કરતાં ત્રણ વર્ષ વીતી ગયાં.સવિતાએ બધી જ જવાબદારી પૂરી કરી અને બખૂબી નિભાવી.સલાહો આપવાવાળાઓનાં મોઢાં બંધ થઈ ગયાં. હવે બધાં તેમની હિંમત અને મહેનતનાં વખાણ કરવા લાગ્યાં. હવે સવિતાના સ્વાદનું નામ થઈ ગયું, લોન લઈને બિઝનેસ આગળ વધાર્યો. દસથી પંદર નિરાધાર બહેનોને સવિતાએ રોજગાર આપ્યો અને તેમને પણ જીવનમાં સ્વાભિમાનથી જીવવાની તક આપી. સવિતાના ગામનાં લોકોએ તેમનું સન્માન કર્યું અને ત્યારે મંચ પરથી તેણે બહુ સરસ વાત કરી કે, ‘દરેક સ્ત્રી એક શક્તિ તે જે કરવા ઈચ્છે તે કરી શકે છે. તેનો અડગ નિર્ધાર તેને સફળતા અપાવે જ છે.
તમારામાંથી ઘણાએ મને પિયર જઈ ભારે પડવાની ઘરમાં બેસવાની સલાહ આપી હતી.ઘણાં એમ વિચારતાં હતાં કે એકલી સ્ત્રી આ બધી જવાબદારી કઈ રીતે નિભાવશે? પણ મારી તમને બધાને વિનંતી છે કે સ્ત્રી અબળા નથી. તે જયારે નક્કી કરે ત્યારે જીવનની દરેક જવાબદારી નિભાવી શકે છે.તમે બધા તેને એકલી જાણી બિચારી ન ગણતાં. તેને સાથ આપજો.આગળ વધવા તક આપજો.મારા કામમાં હું આ તક મારા જેવી બહેનોને આપું જ છું.’ દરેક સ્ત્રીની ઈચ્છાશક્તિ તેની મોટી મૂડી છે. તે ઈચ્છે તે કરી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.