Charchapatra

કોલ્ડ ડ્રિંક્સ

ઉનાળો શરૂ થાય એટલે કોલ્ડ ડ્રિંક્સનો વપરાશ વધી જાય અને ટી.વી. પર કોલ્ડ ડ્રિંક્સની ભ્રામક જાહેરાતો આવવી શરૂ થઇ જાય છે. જાણે ઠંડા પીણાં પીવાથી શરીરમાં તરત જ તાજગી આવી જાય અને સ્ફૂર્તિનો સંચાર થાય. પરંતુ આ સદંતર ખોટું છે. જો કે આજનો યુવા વર્ગ કોલ્ડડ્રિંક્સ પાછળ ગાંડો છે. કોઇક કાફેમાં તમે જઇને જોશો તો યંગસ્ટર્સ બ્રેકફાસ્ટ જોડે કોલ્ડ ડ્રિંક્સની બોતલ લઇને બેઠેલો જોવા મળશે. આ પીણાંના આક્રમક પ્રચારને કારણે એનો વપરાશ વધે છે. એક સમયે આ ઠંડા પીણાં સામે દેશભરમાં ઉહાપોહ થયો હતો.

પણ પછી અમેરિકન જીવનશૈલી એટલી બધી ગમવા માંડી કે ઠંડા પીણાંની અગણિત બ્રાન્ડ આપણાં બજારોમાં છવાઇ ગઇ. પણ હવે આપણે તો ચેતવાની જરૂર છે કારણ કે આ ઠંડા પીણાંમાં તંદુરસ્તીને લગતા એવા ઘણા હાનિકારક પદાર્થ છે. આવાં હાનિકારક પીણાં પીવાં કરતાં અનેક ગણા સારા અને લાભદાયી પીણાં આપણા દેશમાં ઉપલબ્ધ છે. જેમ કે શેરડીનો રસ, લીંબુ પાણી, નાળિયેર પાણી, દહીંની લસ્સી, છાશ, દૂધ-બદામની ઠંડાઇ, વરીયાળીની ઠંડાઇ, આયુર્વેદ રીતે બનેલા સરબત આમ અસંખ્ય લાભદાયી પીણાં પી શકાય છે. તો પછી શું કામ આવા કોલ્ડ ડ્રિંક્સ પીને શરીર સ્વાસ્થ્ય બગાડવું.
સુરત     – શીલા સુભાષ ભટ્ટ           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top