ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમીત શાહ આગામી 28 અને 29 મે દરમિયાન ગુજરાત પ્રવાસે આવશે. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...
ગાંધીનગર: અમદાવાદ સિવિલ હોસ્પિટલ-અસારવા નજીક આવેલા ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે ડૉક્ટર્સ માટે રૂ.105 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી મેરીડ પી.જી. હોસ્ટેલ અને...
ગાંધીનગર : ગીરના ગૌરવ સમાન એશિયાટિક સિંહો પર ફરી એકવાર જીવલેણ બેબીસિયા વાયરસનું સંકટ ઊભું થયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ગીર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. આ કેબિનેટના નિર્ણયની સીધી અસર રાશન મેળવતા ૮૦...
બુધવાર (27 મે, 2026) ના રોજ કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના તિરુવનંતપુરમ નિવાસસ્થાનની બહાર ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) (CPIM) ના કાર્યકરોએ એન્ફોર્સમેન્ટ...
ઈરાન યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સંભવિત નવા સંઘર્ષની તૈયારી કરી રહ્યું છે. અલ જઝીરાના અહેવાલ મુજબ તેહરાન વોશિંગ્ટન પર બિલકુલ વિશ્વાસ રાખતો નથી...
AI-MLના ક્રેઝ વચ્ચે કોમ્પ્યુટર અને એલાઇડ શાખાઓમાં 41,646 સીટ, કુલ પ્રવેશના 58% એકલા કોમ્પ્યુટર કોર્સમાં ( પ્રતિનિધિ )વડોદરા,તા.27 ગુજરાતમાં એન્જિનિયરિંગ શિક્ષણમાં કોમ્પ્યુટર...
૨૯ મે થી ૫ જૂન દરમિયાન દેશના ૮૦-૯૦% ભાગમાં પ્રિમોન્સુન વરસાદ થવાની શક્યતા છે, જે પ્રદેશ હાલમાં તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા...
એક વર્ષથી ભયજનક જાહેર બિલ્ડિંગમાં જીવના જોખમે ધમધમતી કચેરીઓ; સરકારી મિલકતો ભંગાર ભેગી કરાઈવડોદરા: એક તરફ શહેરમાં મ્યુનિસિપલ કમિશનર, પદાધિકારીઓ અને કાઉન્સિલરો...
વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોવાનો આક્ષેપ, સાંસદે સમાજના અગ્રણીઓ સાથે કલેક્ટર કચેરીએ બેઠક યોજી વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી...
બુધવારે સુપ્રીમ કોર્ટે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા જેને SIR તરીકે ઓળખવામાં આવે છે તેને માન્ય અને બંધારણીય બંને રીતે જાહેર કર્યો....
ઈસ્ટ ઝોનની સેનેટરી ટીમ એક્શન મોડમાં: કડક કાર્યવાહી સાથે વેપારીઓને જાહેર માર્ગો સ્વચ્છ રાખવા તાકીદ વડોદરા:; મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને...
હેકરનો દાવો: નોન-ટેસ્ટ યુઝર ડેટા એક્સેસ કર્યો, પુરાવા છે CBSEનું કહેવું છે કે કોઈ ડેટા લીક થયો નથી પોર્ટલ સુરક્ષિત છે (...
GCAS પોર્ટલના નવા સુધારા પણ જાહેર જૂનના બીજા કે ત્રીજા સપ્તાહથી એફવાય બીકોમનું શિક્ષણકાર્ય શરૂ થાય તેવી શક્યતા ( પ્રતિનિધિ )વડોદરા,તા.27 એમ.એસ....
તમિલનાડુના મુખ્યમંત્રી અને દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર C. Joseph Vijayએ રાજ્યની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત આપતો ઐતિહાસિક નિર્ણય લીધો છે. લગભગ 70...
રોકાણકારોમાં ભારે ઉત્સાહ, ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી E2E Networks Limitedના શેરે જોરદાર ચર્ચા જગાવી છે. કંપની દ્વારા 1:10 સ્ટોક સ્પ્લિટની જાહેરાત...
ઝાલોદ તાલુકાના સરહદી ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, મહિલાઓ અને વૃદ્ધો સૌથી વધુ પરેશાનદૂષિત પાણી અને ખરાબ રસ્તાઓથી વધતી મુશ્કેલી વચ્ચે તંત્ર...
ભારતની એક સમયની સૌથી મોટી એડટેક કંપની BYJU’Sના સ્થાપક બાયજુ રવિન્દ્રન માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. સિંગાપુરની એક અદાલતે તેમને કોર્ટના...
કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને વામપંથી નેતા Pinarayi Vijayan ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે તેમના નિવાસસ્થાન સહિત કેરળભરના...
સંસદીય ગ્રાન્ટથી સુરત મહાનગર પાલિકાને નવી સુવિધાઓ, આરોગ્ય અને જાહેર સેવાઓને મળશે વધુ વેગ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી વિઝનને સાકાર કરવા...
સી.એન. ઉપાધ્યાય ગેસ એજન્સી બહાર ટેમ્પામાંથી બોટલ ઉઠાવી પળવારમાં ફરારપોલીસ દ્વારા સીસીટીવીના આધારે ગઠિયાઓને ઝડપી પાડવા તપાસ તેજવડોદરા: વડોદરાના બાજવા વિસ્તારમાં આવેલી...
ઘરમાં કોઈ એક સભ્ય અચાનક બીમાર પડી જાય ત્યારે આખા પરિવારનું જીવન થોડા જ દિવસોમાં બદલાઈ જાય છે. શરૂઆતમાં દરેકનું ધ્યાન માત્ર...
ડીવાયએસપી નવીન આહિરની આગેવાની હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની કૂચ“ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવો” : પોલીસની નાગરિકોને અપીલકાલોલ, તા. ૨૭/૦૫/૨૬આગામી પવિત્ર બકરી...
દહેજ પ્રથાની એક વધુ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત યુવતી શ્વેતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તાર સ્તબ્ધ બની...
૨૩ મે, ૨૦૨૬ ના રોજ જ્યારે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો કોલકાતા પહોંચ્યા, ત્યારે તેમણે પ્રથમ મુલાકાત મધર ટેરેસાના મિશનરીઝ ઓફ...
મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ શટડાઉનને કારણે હાઈપ્રેશર પમ્પિંગ મશીનરીઓ બંધ રહેશે, પાલિકાની નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ (પ્રતિનિધિ), વડોદરા. તા.27 વડોદરા...
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં વિદ્યાર્થીની સાથે થયેલા ચર્ચાસ્પદ ગેંગરેપ કેસમાં હવે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું...
જાણીતા ગાયક અને સંગીતકાર Vishal Dadlani છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચાના કેન્દ્રમાં છે. NEET પરીક્ષા પેપર લીક મુદ્દે આપેલા નિવેદન...
એક દિવસ ટીચર વર્ગમાં આવ્યા અને વર્ગનાં ૫૦ બાળકોને ૨૫ ૨૫ ના બે ગ્રુપમાં વહેંચી દીધાં અને સૌથી પહેલાં તેઓ એક ગ્રુપને...
દેશભરમાં નવતપાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધુ ભયાનક બન્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઉત્તર...
વડોદરા : પોલીસ કમિશનરના નામ અને સહી સાથેનો પીઆઈનો ફેક ટ્રાન્સફર ઓર્ડર સોશિયલ મીડિયામાં વાયરલ
રામ મંદિર: ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું-ગુનેગાર ગમે તેટલો મોટો હોય તેને કડક સજા મળે
દક્ષિણ 24 પરગણામાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા બાદ લોકોમાં આક્રોશ
MGVCLની કાનૂની દલીલોને વીજ લોકપાલનું સમર્થન,સ્માર્ટ મીટર માટે ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી
જેતલપુર બ્રિજ પર બેકાબૂ મર્સિડીઝે બાઈક સવારોને અડફેટે લીધા, અકસ્માત બાદ મહિલા કાર ચાલક ફરાર
‘સ્માર્ટ સિટી’ વડોદરામાં ‘ભુવા ઉત્સવ’ શરૂ: પહેલા જ વરસાદમાં પાલિકા પોતે જ ખાડામાં!
મહારાષ્ટ્ર: વોટરફોલમાં 100 પ્રવાસીઓ ફસાયા, દોરડાથી રેસ્ક્યૂ કરાયા, વસઈમાં 20 કાર ડૂબી
દારૂના નશામાં VMCની કચરાની ગાડીનો તાંડવ! ડિવાઈડર કૂદાવી કારને ઉડાડી
વડોદરામાં ગુંડાગીરી બેકાબૂ! લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિન્ધી ગેંગ સાથે જોડાયેલા વેપારી પર જીવલેણ હુમલો
PoKમાં 600 લોકોની ધરપકડ બાદ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શનો વધુ તીવ્ર, ભારત પાસે મદદ માંગી
મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે મુંબઈ જતી 3 ફ્લાઈટ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ
બિહાર: જન સુરાજ પાર્ટીએ બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રશાંત કિશોરને ઉમેદવાર જાહેર કર્યા
પાસપોર્ટ રેન્કિંગમાં ભારતને મોટો ઝટકો, ટોપ-100માંથી બહાર; 125મા ક્રમે પહોંચ્યું, અમેરિકા-ફ્રાન્સ પણ ટોપ-10માંથી બહાર
ટ્રમ્પ: એક જ હુમલામાં ઈરાની નેતૃત્વનો નાશ કરી શક્યા હોત, ઈરાને આપ્યો આ જવાબ..
બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવ સામે ફરી ચેક બાઉન્સ કેસ, પ્રિયંકા ચોપરાના પૂર્વ મેનેજરે કર્યો દાવો
સયાજી હોસ્પિટલમાં માનવતા મરી પરવારી?
સુરતમાં ભારે વરસાદની આગાહી, રૂબી ડોગ સહિત NDRFની 30 સભ્યોની ટીમ ઓલપાડમાં તહેનાત
વિદેશ પ્રધાન એસ. જયશંકર 6 દેશોના પ્રવાસે, જાણો શું છે ભારતના મિશનનો અસલી એજન્ડા
શિયર ઝોનની અસરથી ગુજરાતમાં ધોધમાર વરસાદ, 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
વરસાદી વાદળોની ઓઢણીમાં પાવાગઢ મહાકાળી ધામ; ‘જય માતાજી’ના જયઘોષથી ગુંજ્યું યાત્રાધામ
પાલી હિલ સ્થિત ઘરે આમિર ખાનના સાદગીભર્યા લગ્ન, પરિવાર અને નજીકના મિત્રો રહ્યા હાજર, ગૌરી સ્પ્રેટ સાથે નવી સફરની શરૂઆત
પંડ્યા બ્રિજ પર પડેલું ઓઈલ એક પરિવાર માટે યમદૂત સાબિત થયું
ફ્રાન્સની જીત બાદ મેદાનમાં ગરમાયો માહોલ, એમબાપ્પે-પરાગ્વે ખેલાડીઓ વચ્ચે ઉગ્ર વિવાદ
મમતાનો બળવાખોરોને ખુલ્લો પડકાર: “મને રોકવી હોય તો મારવી પડશે, હિંમત હોય તો BJPમાં જોડાઈ જાઓ”
નદીમાં ન્હાવા ઉતરેલા ખેત મજૂરને મગરે ખેંચી લીધો; પારા ગામે કરુણ ઘટનાથી અરેરાટી
ભારતના 1 ટ્રિલિયન રિટેલ માર્કેટમાં AIની એન્ટ્રી, હવે ગ્રાહકોની દરેક હરકત પર નજર, ગ્રાહકોના વર્તનનું થશે સ્માર્ટ વિશ્લેષણ
પેટ્રોલ પછી હવે ડીઝલમાં પણ બાયોફ્યુઅલ! 15% આઇસોબ્યુટેનોલ મિશ્રણની તૈયારી, ગડકરીએ જાહેર કર્યો બાયોફ્યુઅલ રોડમેપ
ડેબ્યૂમાં માત્ર 14 રન, છતાં વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ; બનાવ્યા 3 મોટા રેકોર્ડ
બે વર્ષની રજૂઆતો છતાં તંત્ર ઊંઘતું રહ્યું! સલાટવાડામાં પીપળાની વિશાળ ડાળી તૂટી પડતાં ચારથી વધુ ટુ-વ્હીલર દબાયા
45°C ગરમીથી અમેરિકા તપ્યું, સ્વતંત્રતા દિવસની ઉજવણી પર હીટવેવનો પ્રહાર, અનેક કાર્યક્રમો રદ
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમીત શાહ આગામી 28 અને 29 મે દરમિયાન ગુજરાત પ્રવાસે આવશે. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ સહિતના વિસ્તારોમાં વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં હાજરી આપશે. સાથે જ વિવિધ સમીક્ષા અને સંગઠનાત્મક બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ 28 મેના રોજ શાહ પોતાના સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. જેમાં આનંદમ પરિવારના CSR ફંડથી વડસર ખાતે નિર્માણ પામેલા જેડવા તળાવનું લોકાર્પણ કરવામાં આવશે. વડસર, જલુંદ અને સરઢવ ખાતે ટોયોટા કિર્લોસ્કર મોટરના CSR ફંડ હેઠળ બનાવવામાં આવેલા વાંચનાલયોના લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. ખાત્રજ ખાતે અરવિંદ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટના ખાતમુહૂર્ત સાથે ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ પણ શાહના હસ્તે કરવામાં આવશે.
મોટી ભોયણ ખાતે પે સેન્ટર પ્રાથમિક શાળાનું લોકાર્પણ તેમજ સોનીપુર ખાતે ગામ તળાવ સહિત કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો પણ યોજાશે. સોનીપુર ખાતે શાહ ભાજપાના સિનિયર કાર્યકર અને પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના નિવાસસ્થાને બપોરનું ભોજન ગ્રહણ કરશે. ત્યારબાદ ગાંધીનગર સ્થિત ભાજપાના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ભાજપાના મુખ્ય પદાધિકારીઓની બેઠક યોજાશે, જેમાં સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.અમદાવાદ ખાતે પણ શાહ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
ચાંદખેડા ખાતે CBSE પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ તેમજ સોલા સ્થિત ઉમિયાધામ કેમ્પસમાં નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે.સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાડજ ખાતે નિર્માણ પામેલા ભારત માતા સ્કલ્પચરનું લોકાર્પણ પણ શાહના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ઓલિમ્પિક, કોમનવેલ્થ તેમજ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાશે, જેમાં તેઓ અધ્યક્ષસ્થાને રહેશે. 28 મેના રોજ મોડી સાંજે તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ શાહ કચ્છના ભુજ જવા રવાના થશે.