10 દિવસમાં 4 વખત વધારો, ચોતરફ મોંઘવારીની માર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય લોકોમાં ભારે ચિંતા ફેલાઈ...
વિશ્વ ફેમિલી ફિઝિશિયન દિવસે ‘ગુજરાતમિત્ર’ અખબારમાં ડો. વિનોદ સી. શાહ સાહેબે શહેરમાં ફેમિલી ફિઝિશિયન બાબતે ચિંતાનો સૂર પ્રકટ કર્યો છે. તે વ્યાજબી...
ઘરવખરીને નુકસાન, વળતર કોણ આપશે ? લોકોએ સવાલ ઉઠાવ્યા ( પ્રતિનિધિ )વડોદરા,તા.25 વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા અને અચાનક હાઈ...
આ વખતે તો ઉનાળાએ હદ પાર કરી દીધી છે અને જે તાપ વરસાવ્યો છે કે ગરમીથી તો તોબા તોબા થઇ ગયાં છીએ....
દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે. ઇંધણ માટે આપણો દેશ વિદેશ પર જ આધાર રાખવા માટે મજબૂર છે. ઇરાન-અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટથી ઇંધણ...
જાણો સ્નાન-દાનનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્ત્વ આજે દેશભરમાં ગંગા દશહેરાનો પાવન તહેવાર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે....
પરિવાર માટે છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી; હવે ક્યાં છે કિમી કાટકર? 1980 અને 90ના દાયકાની બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક અભિનેત્રીઓ એવી હતી જેઓએ ખૂબ...
IPL 2026માં Mumbai Indians માટે આ સિઝન ખૂબ જ નિરાશાજનક રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ આ વખતે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર...
મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપતાં વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ઈરાનના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું...
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય લોકો પર ફરી એકવાર મોંઘવારીનો બોજો વધ્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે ફરીથી પેટ્રોલ...
પેટ્રોલના ભાવમાં અંદાજે ₹2.61 પ્રતિ લિટર અને ડીઝલમાં ₹2.71 પ્રતિ લિટર સુધીનો વધારો વૈશ્વિક ક્રૂડ ઓઈલ સંકટની સીધી અસર ભારતીય બજારમાંવારંવારના ભાવવધારાથી...
રવિવારે (24 મે, 2026), યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વમાં વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને તણાવને સમાપ્ત કરવા અંગે...
રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 30 રનથી હરાવ્યું છે. આ જીત સાથે રાજસ્થાન IPL 2026 ના પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમ બની...
‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. અરજીમાં પાર્ટીની પ્રવૃત્તિઓ અને નકલી વકીલોની કથિત...
(પ્રતિનિધિ), વડોદરા. તા.24 વડોદરા : શહેરના સુસેન-વડસર રોડ પર આવેલા વસંત વિહાર સામે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે કારમાં...
રાંચીના બિરસા મુંડા સ્ટેડિયમમાં ભારતીય એથ્લેટિક્સ માટે શનિવારનો દિવસ ઐતિહાસિક રહ્યો. પંજાબના ૨૫ વર્ષીય દોડવીર ગુરિન્દરવીર સિંહે એથ્લેટિક્સ ફેડરેશન કપમાં પુરુષોની ૧૦૦...
અભિનેત્રી ત્વિષાના મૃત્યુના 12 દિવસ પછી રવિવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના ભાઈ મેજર હર્ષિતે ભોપાલના ભદભદા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર...
રવિવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામો બાદ પશ્ચિમ બંગાળના ફાલતા મતવિસ્તારમાં ભાજપનો વિજય થયો. ભાજપના ઉમેદવાર દેવાંગશુ પાંડા 1,00,000 થી વધુ મતોના માર્જિનથી...
NEET પેપર લીક અને મોંઘા ઇંધણ મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકાર પર આકરા પ્રહારો NEET પેપર લીકથી 22 લાખ વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં, ગુજરાત સરકાર પણ...
બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે આયોજિત સમર કેમ્પનો ઉદ્દેશ્ય બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવાનો રહ્યો હતો. આ શુભ આયોજનમાં 326થી...
ગોરવા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષના લોકોના સામસામે આક્ષેપો યુવકે તાંત્રિક વિધિ કરીને લગ્ન કરવા મજબૂર કરી હોવાનુ યુવતીએ કહ્યુ વડોદરા તા.24વડોદરાના ગોરવા...
યુઝર ID-પાસવર્ડ ન મળ્યા હોય તો GCAS હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવા ફેકલ્ટીની સૂચના પરીક્ષા પાસ કરી હશે પણ જીકાસ પર રજીસ્ટ્રેશન નહીં...
પશ્ચિમ બંગાળમાં “સુવેન્દુ સરકાર”ના આગમન બાદ ઘૂસણખોરોને પાછા મોકલવાના પ્રયાસોએ વેગ પકડ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે દરેક જિલ્લામાં હોલ્ડિંગ સેન્ટરો સ્થાપવાના આદેશો...
ભવિષ્યમાં રોગચાળો અને રસ્તા બેસી જવાની ભીતિ; જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા સ્થાનિકોની માંગ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-12માં સમાવિષ્ટ...
પાલિકા સામે રામધૂન બોલાવી ‘કુંભકર્ણ’ વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ 15 કરોડના ખર્ચે સ્મશાનનું 90% નવીનીકરણ પૂરું, પણ કરોડો લોકોની આસ્થા સમાન ‘દશપિંડ...
સીએનજીના વધેલા ભાવની સીધી અસર સ્કૂલ ટ્રાન્સપોર્ટ પર પડશે નવા શૈક્ષણિક સત્રમાં ફી બાદ હવે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધવાની શક્યતા ( પ્રતિનિધિ...
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે તેના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ભંડારને યુનાઇટેડ સ્ટેટ્સને સોંપશે નહીં. રોઇટર્સના જણાવ્યા અનુસાર એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ...
21 મેના રોજ ફરીથી મતદાન થયા બાદ પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા બેઠક માટે આજે મત ગણતરી ચાલી રહી છે. મત ગણતરી શરૂ થયા...
કારોબારી ચેરમેન પદે બ્રિજેશ ઠાકોરની તાજપોશી: પક્ષના નેતા તરીકે ભગવતીબેન મકવાણા અને દંડક તરીકે પૂજીબેન રબારીને સોંપાઈ સુકાન; વિકાસ અને સુશાસનને વેગ...
યોગી ચોક પાસે ધોરણ 9-10 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ,બે પાળીમાં ચાલશે શાળા, રાજ્ય સરકારે આપી વિશેષ મંજૂરી,મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળશે ગુણવત્તાસભર...
ઇન્સ્ટાગ્રામથી ChatGPT સુધી ખતરો, શું છે પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક? હેકરો કેવી રીતે ચેટબોટ્સને બનાવે છે નિશાન?
ઇન્સ્ટાગ્રામ લાવ્યું ‘Your Algorithm’, રીલ્સથી ફીડ સુધી મળશે કસ્ટમાઇઝેશન
MP: ભાજપે રાજ્યસભાની ત્રણેય બેઠકો જીતી, કોંગ્રેસના નટરાજનના નામાંકન અંગે SCમાં કાલે સુનાવણી
પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાની આશંકા, ક્રૂડ ઓઇલ 150 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે
GCAS સિસ્ટમમાં ખામી : MSUની આર્ટ્સ ફેકલ્ટી દ્વારા મેન્યુઅલ વેરિફિકેશન
પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી: પાલિકાની કચેરી સામે જ પડ્યો ભુવો, રહીશોમાં ભારે રોષ
સંભોઈ ગામના ૩૮ વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા મોત, પરિવારમાં ભારે અરેરાટી
AIના કારણે વધી રહ્યા છે હાઈટેક કૌભાંડો, ભારતીય બેંકિંગ સેક્ટર એલર્ટ મોડમાં, 84% ભારતીય બેંકોને ભારે ફટકો
શત્રુઘ્ન સિંહા મુશ્કેલ સમયમાં મમતાની સાથે રહેશે, કહ્યું-દીદીએ મારા સંકટ દરમિયાન મને ટેકો આપ્યો
રોહિત શર્મા રચશે ઇતિહાસ, 37 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડવાની તૈયારી
પીએમ મોદીના 12 વર્ષ પૂર્ણ થતાં વડોદરામાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન
ચોમાસાની ગતિ ધીમી, 7 દિવસથી એક જ જગ્યાએ અટક્યું ચોમાસું, દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
‘અભિષેકને પસંદ કરો અથવા મને’, મમતાના નજીકના સહાયક કલ્યાણ બેનર્જીએ અલ્ટીમેટમ આપ્યું
ઓમાન તટ પર ભારતીય ક્રૂ સાથેના જહાજ પર સતત બીજા દિવસે હુમલો, MT જલવીરમાં આગ
‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’, સુપ્રીમ કોર્ટે ગૃહિણીઓ માટે ઐતિહાસિક નિર્ણય આપ્યો
સયાજી હોસ્પિટલના ICUમાં સેન્ટ્રલાઈઝ્ડ AC ઠપ, ‘ગુજરાતમિત્ર’ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, કામચલાઉ 5 આઉટર એસી લગાવાયા
19 વર્ષથી પોલીસને ચકમો આપતો રૂ.1.63 કરોડની બેંક છેતરપિંડીનો મહાઠગ આખરે ઝડપાયો
ભારત-બાંગ્લાદેશ સરહદે તણાવ, ઘૂસણખોરને લઈને બંને બાજુ પથ્થરમારો
ગોધરાના પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્ર રાઉલજીને સસ્પેન્ડ કરવા તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત
મણિપુરમાં 6 નાગા નાગરિકોની હત્યાથી તણાવ, નાગા સંગઠનોએ બંધનું એલાન આપ્યું
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ: બી.જે. મેડિકલ કેમ્પસમાં આજે પણ ગુંજે છે એ ભયાનક દિવસની ચીસો
મહિલા T-20 વર્લ્ડ કપનો આજથી મહાસંગ્રામ, 14 જૂને પાકિસ્તાન સામે ભારતની પ્રથમ મેચ
ATKTના કારણે વર્ષ બગડવાની ભીતિ: NSUIએ કોમર્સ વિદ્યાર્થીઓ માટે વિશેષ પરીક્ષાની કરી માંગ
જાંબુઆ બાયપાસ પાસે પ્લાયવુડના ગોડાઉન નજીક કચરાના ઢગમાં ભીષણ આગ,તંત્રમાં દોડધામ
સુલેમાની પથ્થર ચમત્કારી હોવાનુ કહી 20 કરોડમાં વેચાણના નામે જ્યોતિષને ફસાવવાનો પ્રયાસ
ચીને કૈલાશ માનસરોવર યાત્રા પર લગાવી રોક? ભારતીય શ્રદ્ધાળુઓમાં નિરાશા, હજારો પરમિટ પેન્ડિંગ
‘અફેર અંગે એપસ્ટિન બ્લેકમેઈલ કરતો હતો…’, બિલ ગેટ્સના સનસનીખેજ દાવાથી દુનિયા ચોંકી
કાલોલ હાઇવે પર હિટ એન્ડ રન: ટેન્કરની ટક્કરે એક્ટીવા સવાર યુવક ગંભીર રીતે ઘાયલ
10 વર્ષથી બિસ્માર રસ્તાથી ગ્રામજનો ત્રસ્ત: બોડીદ્રાથી મોટા બોડીદ્રા માર્ગ બન્યો અકસ્માત ઝોન
નારેશ્વરધામ ખાતે ભાજપની મહાઆરતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના
10 દિવસમાં 4 વખત વધારો, ચોતરફ મોંઘવારીની માર
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. મહત્વ નું છે કે છેલ્લા માત્ર 10 દિવસમાં ચાર વખત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે લોકોના રોજિંદા બજેટ પર સીધી અસર પડી રહી છે. નવા વધારા બાદ અનેક શહેરોમાં પેટ્રોલ ₹100ને પાર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે.
તાજા વધારા મુજબ પેટ્રોલના ભાવમાં ₹2.61 પ્રતિ લીટર અને ડીઝલમાં ₹2.71 પ્રતિ લીટર સુધીનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ હવે ₹102 પ્રતિ લીટરથી વધુ થઈ ગયું છે, જયારે મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં થયેલા સતત વધારાને કારણે વાહનચાલકો પર વધારાનો આર્થિક બોજો આવી પડ્યો છે.
વિશેષજ્ઞોના મતે આ ભાવ વધારાનું મુખ્ય કારણ મધ્યપૂર્વમાં વધી રહેલો તણાવ અને ઈરાન સાથે જોડાયેલા યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ $100 પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયો છે, જેના કારણે ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર ભારે દબાણ સર્જાયું છે.
ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે તો તેની સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે. ઓઈલ કંપનીઓ લાંબા સમયથી નુકસાન સહન કરી રહી હતી અને હવે તે નુકસાનની ભરપાઈ માટે તબક્કાવાર ભાવ વધારો કરી રહી છે. અહેવાલો મુજબ આગામી 3થી 4 મહિનામાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવની અસર હવે માત્ર વાહનચાલકો પૂરતી મર્યાદિત રહી નથી. ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થતાં રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓના ભાવ પણ વધી શકે છે. શાકભાજી, દૂધ, અનાજ, કુરિયર, ટેક્સી અને સ્કૂલ બસ જેવા ક્ષેત્રોમાં પણ મોંઘવારી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દિલ્હી-NCR વિસ્તારમાં તો વધતા ઇંધણ ભાવને કારણે કેબ અને ઓટો ચાલકોએ હડતાળનું એલાન પણ કર્યું હતું. ડ્રાઈવરોનું કહેવું છે કે વધી રહેલા પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વચ્ચે હાલના ભાડામાં કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે.સાથે જ અનેક ટ્રાન્સપોર્ટ યુનિયનો દ્વારા સરકાર પાસે ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે.
કોલકાતા સહિત કેટલાક શહેરોમાં લોકો હવે ખાનગી વાહનોના બદલે મેટ્રો, બસ અને જાહેર પરિવહન તરફ વળી રહ્યા છે. સતત વધતી મોંઘવારી વચ્ચે લોકો પોતાના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો લાંબા અંતર માટે હવે કારના બદલે બાઈક અથવા જાહેર પરિવહન પસંદ કરી રહ્યા છે.ગુજરાતના સુરતમાં પણ પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અહેવાલો મુજબ સુરતમાં પેટ્રોલનો ભાવ ₹99ની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે ડીઝલના દરોમાં પણ વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સુરતમાં ઇંધણના ભાવમાં સતત ફેરફાર જોવા મળ્યો છે.
ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે જો મધ્યપૂર્વની પરિસ્થિતિમાં ઝડપથી સુધારો નહીં આવે તો આગામી દિવસોમાં પણ ભાવ વધારો ચાલુ રહી શકે છે. કેટલીક ઓઈલ કંપનીઓએ તો સંકેત આપ્યા છે કે હાલની પરિસ્થિતિ યથાવત રહેશે તો વધુ એક ભાવવધારો અનિવાર્ય બની શકે છે.સરકાર તરફથી હાલમાં લોકોને ગભરાટમાં આવીને ઇંધણનો વધારાનો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ દેશ પાસે પૂરતો ઇંધણ સ્ટોક ઉપલબ્ધ હોવાનું પણ જણાવાયું છે. છતાં સામાન્ય લોકોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે ,પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો આ સિલસિલો આખરે ક્યારે અટકશે?