Top News

More Posts

   The Latest

Most Popular

પ્રવેશ પરીક્ષા આપી હોય તો પણ GCAS પર ચોઈસ ફિલિંગ વગર પ્રવેશ નહીં મળે

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-2027 માટેના વિવિધ પ્રોગ્રામમાં પ્રવેશ અંગે મહત્વપૂર્ણ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે. એન્ટ્રન્સ ટેસ્ટ આધારિત પ્રોગ્રામમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને યુનિવર્સિટી પોર્ટલ પર ફી ભરવી ફરજિયાત છે.

જે પ્રોગ્રામમાં એન્ટ્રન્સ ટેસ્ટ છે, તેમાં વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને યુનિવર્સિટી પોર્ટલ પર એન્ટ્રન્સ ટેસ્ટ ફી પણ ભરવી પડશે. માત્ર જીકાસ પર રજિસ્ટ્રેશન કરવાથી ચાલશે નહીં. જો વિદ્યાર્થીએ જીકાસ પર પ્રોગ્રામની ચોઈસ ફિલ ન કરી હોય તો તે Not Eligible ગણાશે. જીકાસ પર રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ કર્યું હોય પરંતુ યુનિવર્સિટી પોર્ટલ પર એન્ટ્રન્સ ફી ન ભરી હોય તો પણ વિદ્યાર્થી Not Eligible ગણાશે. એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા બાદ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલ કરનાર વિદ્યાર્થીને પણ Not Eligible ગણવામાં આવશે. આવી અરજીઓ માન્ય ગણાશે નહીં. એન્ટ્રન્સ ફી ભરીને પરીક્ષા આપી હોય પરંતુ જીકાસ પર રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ ન કર્યું હોય તો પણ પ્રવેશ મળશે નહીં. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન અને અરજીની તક આપવા માટે GCAS પોર્ટલ છેલ્લી તારીખ સુધી ખુલ્લું રાખવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી ન પડે તે માટે GCAS રજિસ્ટ્રેશન, ચોઈસ ફિલિંગ અને યુનિવર્સિટી પોર્ટલ પર એન્ટ્રન્સ ફી આ ત્રણેય પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા યુનિવર્સિટીએ તાકીદ કરી છે.

To Top