17 વર્ષની એલિસિયા કલ્પાએ તેના ભત્રીજાને ઓટિઝમ હોવાથી તેના પરિવારને ભારે સંઘર્ષમાંથી પસાર થતો જોયો છે. 2025માં તેણે ઓટિઝમ માટે કામ કરતી અનેક સંસ્થાઓનો મેરેથોન રનીંગ માટે સંપર્ક કર્યો હતો. પણ તેમાં તેને સફળતા મળી હતી નહિ.છેવટે અનેક પ્રયાસો બાદ ‘ઓટિઝમ ઇસ્ટ મિડલેન્ડ્સ’ સંસ્થાએ TCS લંડન મેરેથોન 2026માં દોડવા માટે 1500 પાઉન્ડનું ફંડ એકત્ર કરી આપવાની શરતે મંજરી આપી. જાન્યુઆરી 2026 થી કોચ ડો. ધ્રુવ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તેની ટ્રેઇનીંગ શરૂ થઇ. ત્રણ મહિનાની મુશ્કેલ ટ્રેઇનિંગના અંતે તે મેરેથોન દોડ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઇ.
26 એપ્રિલ 2026ના રોજ એલિસિયાએ 42.2 કિ.મી. લાંબી TCS મેરેથોન લંડન પુરી કરી. આ મેરેથોન દોડ ધારા તેણે 1500 પાઉન્ડને બદલે 3250 પાઉન્ડ એકત્ર કર્યા. આરીતે ઓટિઝમ માટે લાખો રૂપિયાનું ફંડ એકત્ર કરી માનવતા માટેનું ઉમદા કાર્ય કર્યું છે. તેણે સેરેબ્રલ પાલ્સી માટે પણ ફંડ રેઇઝ કરવા અનેક વખત તેના પિતા સાથે મેરેથોન દોડ કરી છે. મેરેથોન દોડ માટે તેણે તેના પિતા જેસન પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી હતી. કોન્ગ્રેટ્સ કલ્પા! ધન્ય છે તને અને ધન્યચે તારા માતા-પિતાને ! Keep Running For A Noble Cause!
સુરત – ડૉ. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.