Business

I.A.S. અને I.P.S. ઓફિસર્સની વારંવાર થતી બદલી અનાવસ્યક

I.A.S. અને I.P.S. ઓફિસર્સની વારંવાર બદલીઓ કરવામાં આવે છે. ઓફિસર જે તે જિલ્લા કે મ્યુનીસીપલ કોર્પોરેશનના ભૌગોલિક, અગત્યતા માંગતા કામો, જરૂર નાણાં ફંડ વગેરેનો અભ્યાસ કરી કામકાજ શરૂ કરે છે. હજી ઓફિસર જિલ્લા કે કોર્પોરેશનમાં બધી રીતે સેટ થયા હોય, એટલામાં જ બદલી કરી નાંખવામાં આવે છે. સામાન્ય રીતે ગેઝેટેડ ઓફિસરનો એક જગ્યાનો ટેનયોર 4 વર્ષનો હોય છે. જો કોઇ ઓફિસર સામે ગંભીર ફરિયાદ હોય તો જ તેની 4 વર્ષ પહેલાં બદલી કરવામાં આવે છે. આ તો થોડા થોડા સમયમાં જ બદલી કરી નાંખવામાં આવે છે.

મારા મને એનાથી વહીવટ સુધરતો નથી, પરંતુ બગડે છે અને પ્રજાના ટેક્સના નાણાં વેડફાય છે. હાલમાં જ નવી બનેલી નવસારી મ્યુનીશીપલ કોર્પોરેશનના કમિશનર દેવ ચૌધરીની બદલી કરવામાં આવી. એમણે ટૂંકા સમયમાં રોડ પહોળા કરવા, રોડ બનાવવા, ડ્રેનેજ લાઇન નાંખવી, યુરોપ સ્ટાઇલની સ્ટ્રીટ લાઇટ નંખાવી નવસારીનો સુંદર કાયાકલ્પ કરી રહ્યા હતા. નગરપાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણી પતી, નવા સભ્યોએ કાર્યભાર સંભાળ્યો અને પછી તાત્કાલિક બદલી કરવામાં આવી આમાં રાજકારણ નથી થયું ? નવસારીને આ ઉમદા અધિકારીની ખોટ સાલશે, એમ નથી લાગતું ?
નવસારી    -દોલતરાય એમ. ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top