ગુજરાત CID ક્રાઈમના ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે ઉકેલેલા ₹226 કરોડના આંતરરાષ્ટ્રીય “ડર્ટી ક્રિપ્ટો” કૌભાંડની તપાસ ડાર્કવેબ પર ચાલતી ‘ARTEMISLAB.CC’ નામની...
અમદાવાદ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ગેરકાયદેસર ઇ-ફાર્મસી બંધ કરાવવા અને ઓનલાઇન દવાઓના વેચાણ પર કડક નિયંત્રણ લાદવાની માંગ સાથે...
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના, સીમાંત તેમજ મહિલા ખેડૂતો માટે સહાયની રકમ ૭૫,૦૦૦ કરાઈ ગાંધીનગર, ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ કિસાન પરિવહન યોજના...
ગાંધીનગરમાં જેપીસીની બેઠક શરૂ, તમામ પક્ષો સાથે સહમતિ બનાવવાનો પ્રયાસગાંધીનગર, ‘વન નેશન, વન ઇલેક્શન’ એટલે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે...
ગુજરાતમાં 60 હજારથી વધુ નાગરિકોએ ઓનલાઇન સ્વ-ગણતરી કરી, સરકારી કર્મચારીઓને પણ જોડાવા અપીલ ગાંધીનગર, ભારત સરકાર દ્વારા જનગણના-2027 અંતર્ગત શરૂ કરાયેલા ખાસ...
ગાંધીનગર : સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાને રાખીને રાજય સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્ષચેન્જના (વિદેશી હૂંડિયામણ) વપરાશમાં ઘટાડો કરવા માટે તાત્કાલિક...
ગાંધીનગર,દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસને વૈશ્વિક રોકાણ અને ઉદ્યોગ સાથે જોડવાના હેતુથી સુરત સ્થિત ઓરો યુનિ.ખાતે 1 અને 2 મે, 2026 દરમિયાન યોજાયેલી...
ગાંધીનગર,દર વર્ષે 20 મેના રોજ ઉજવાતા વિશ્વ મધમાખી દિવસનો મુખ્ય હેતુ પર્યાવરણ અને કૃષિ વ્યવસ્થામાં મધમાખીઓ તથા અન્ય પરાગરજકોના મહત્વ અંગે જાગૃતિ...
ગુજરાત એનર્જી લિમિટેડની વ્યૂહરચનાથી મોરબી સિરામિક ઉદ્યોગોને નવો પ્રાણ – ઋષિકેશ પટેલ ગાંધીનગર,અખાતી દેશોમાં ચાલી રહેલી યુદ્ધજન્ય પરિસ્થિતિ અને વૈશ્વિક ઊર્જા સંકટ...
ગાંધીનગર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા. 19 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની લેખિત પરીક્ષા પેપર-1 (MCQ)ની Final...
અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ‘Household social consumption: Health’ રિપોર્ટમાં ગુજરાત રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને...
ચાર દિવસમાં બીજી ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલભોમેતરા વગા વિસ્તારમાંથી ગુમ યુવકનો મૃતદેહ મળી આવ્યો શિનોર: શિનોર તાલુકાના સાધલી ગામે વધુ...
બિલ્ડરની મનમાની પર રેરાની લગામ, ગ્રાહકને ₹40 લાખ 9% વ્યાજ સાથે પરત કરવાનો આદેશ વડોદરા: રિયલ એસ્ટેટ ક્ષેત્રે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરતી...
દેશની આર્થિક સ્થિતિને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર હુમલો, મોદી-મેલોની મુલાકાત પર પણ કટાક્ષ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને...
સરકારનો પરિપત્ર ઘોળીને પી જનાર સ્કૂલો સામે કલેક્ટરને આવેદન પાઠવી સખત પગલાની માંગ ( પ્રતિનિધિ )વડોદરા,તા.20 બરોડા એકેડમિક એસોસિએશન અને વડોદરા એકેડમી...
કંકાલ મળ્યાના દોઢ મહિનામા સાવલી પોલીસે મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો, હત્યારાને ઝડપી પાડયો વડોદરા તા.20 સાવલી તાલુકાના મુવાલ ગામની સીમમાં આવેલી...
કંપનીના હિસાબમાં ગોટાળો સામે આવતા પાંચ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી એક પાર્સલ અને ડિલિવરી સર્વિસ કંપનીમાં મોટા...
ઑનલાઇન દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટ સામે દેશવ્યાપી વિરોધ દેશભરના 15 લાખથી વધુ કેમિસ્ટ અને ડ્રગિસ્ટોએ ઑનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ્સ દ્વારા દવાઓના વેચાણ...
ભારત બંધના એલાનને મળ્યો જંગી પ્રતિસાદ ઓનલાઇન ફાર્મસી નીતિ સામે કેમિસ્ટોનો ઉગ્ર વિરોધ હાલોલ, તા. 20 મે 2026ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ અને...
નવા સવા રાજકારણીએ સોશિયલ મીડિયા ઉપર ખાલી દારૂની બોટલ બદલ રૂ.100 લઈ જવાની પોસ્ટ વાઇરલ કરતા પોલીસની કાર્યવાહી વડોદરા તા.20 વડોદરા શહેરમાં...
પાલિકાની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલવાડી બાદ હવે સુભાનપુરામાં સમોસામાંથી જીવાત, ગ્રાહકોમાં ભારે રોષવડોદરા : શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા...
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે કાર્યવાહી કરી 32.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો આણંદના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામમાં રહેતા શખસે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું...
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે કાર્યવાહી કરી 32.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો આણંદ: આણંદના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામમાં રહેતા શખસે ખેતરમાં ગાંજાનું વાવેતર...
ભારતના પ્રધાનમંત્રી Narendra Modi અને ઇટલીની વડાપ્રધાન Giorgia Meloni વચ્ચેની મિત્રતા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ચર્ચાનું કારણ બન્યું છે...
નિફ્ટીમાં ભારે ઘટાડો; રૂપિયો ઐતિહાસિક નીચા સ્તરે ભારતીય શેરબજારમાં બુધવારે સવારે ભારે કડાકો જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે વધી રહેલા યુદ્ધના તણાવ,...
IPL 2026 હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. Rajasthan Royals (RR)ની મહત્વપૂર્ણ જીત બાદ...
વાઇલ્ડ લાઇફ ટીમે જીવના જોખમે કર્યું રેસ્ક્યુ,જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા ( પ્રતિનિધિ )વડોદરા,20 વિશ્વામિત્રી નદીમાં ઊંડી અને પહોળી કરવાની કામગીરી વચ્ચે...
વહેલી સવારે સફાઈ કામદારો વચ્ચે પહોંચ્યા પ્રમુખડભોઇ: નગરપાલિકામાં આઠ વર્ષ બાદ કોંગ્રેસને સત્તા મળ્યા પછી નવી કાર્યશૈલીની શરૂઆત જોવા મળી રહી છે....
પ્રવેશ પરીક્ષા આપી હોય તો પણ GCAS પર ચોઈસ ફિલિંગ વગર પ્રવેશ નહીં મળે ( પ્રતિનિધિ )વડોદરા,તા.20 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક...
પ્રમુખ-ટ્રેઝરર વચ્ચે મતભેદ, શહેરમાં મિશ્ર પ્રતિસાદ, 99% હોલસેલર્સ બંધના પક્ષમાં, છતાં શહેરમાં અનેક મેડિકલ સ્ટોર ખૂલ્યા (પ્રતિનિધિ), વડોદરા. તા.20 ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન...
ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ પર હુમલો: પશુપાલકોએ ધમકી આપી ગાયો છોડાવી ભગાડી
તૃણમૂલ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો: રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે રાજીનામું આપી પાર્ટી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
નેપાળ સરહદ પરથી TMCના પૂર્વ ધારાસભ્ય જહાંગીર ખાનની ધરપકડ, દેશ છોડીને ભાગવાનો પ્રયાસ નિષ્ફળ
કાળઝાળ ગરમીમાં નર્મદા બની રાહતનું ઠેકાણું: માલસર કિનારે સહેલાણીઓની ભારે ભીડ
વડોદરા : કેનેડાના પીઆરના સપના બતાવી ઠગ એજન્ટે વેપારીને રૂ.12.57 લાખનો ચુનો ચોપડયો
હરણી ગદા સર્કલ પાસે હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે 25 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત
CBSE ધો-12માં ફિઝિક્સના માર્કિંગ પર વિદ્યાર્થીઓનો ફૂટ્યો રોષ
બિલના પૈસા માંગવા જતાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, શરીર પર બચકા ભરી લોહીલુહાણ કરાયા
પોલીસ પર હુમલાનો કેસ: આરોપી અને આશરો આપનારને ડભોઈ પોલીસે દબોચ્યા
CBSEનું પોર્ટલ ફરી ખોરવાયું: રી-ઇવેલ્યુએશનની અંતિમ ઘડીએ હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
ખાસવાડી સ્મશાન રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી, કેબલ વાયરો તૂટતા એક તરફનો રસ્તો બંધ
75 હજાર શિક્ષકો માટે એલર્ટ! સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 31 ઓગસ્ટ 2028 સુધી TET પાસ કરવી ફરજિયાત
ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: ચારના મોત, સુનામીની ચેતવણી બાદ હજારો લોકોનું સ્થળાંતર
ભારતનો દબદબો: ડેબ્યુટન્ટ માનવ સુથારે સર્જ્યો ઇતિહાસ, અફઘાનિસ્તાન 152 રનમાં ઓલઆઉટ
ગુજરાતની રાજ્યસભા ચૂંટણી : ભાજપના ચાર નવા ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યા
કંડારીની નવીનગરીમાં તસ્કરોનો તરખાટ: 25 લાખના ઘરેણાંની ચોરીથી ખળભળાટ
સાયરન ગૂંજ્યા છતાં એમ્બ્યુલન્સને ન મળ્યો રસ્તો, દર્દીઓ અને સ્વજનોના જીવ થયા અધ્ધર
કોણ છે શ્રીરામ કૃષ્ણન? ચેન્નઈથી વ્હાઇટ હાઉસ સુધીનો સફર, ટ્રમ્પના AI સલાહકાર અને એલોન મસ્કના સહયોગી હવે પદ છોડશે
ક્યાંક પાણી માટે હાહાકાર, ક્યાંક હજારો લીટરનો બેફામ બગાડ! પૂર્વ ઝોનમાં પાલિકાની બેદરકારીથી જનતા ત્રાહિમામ
આશારામ આશ્રમની બાજુમાં 37 પરિવારો માટે નવા આવાસ સાથે ભાડા સહાયની પણ વ્યવસ્થા
વાઇબ્રન્ટ સમિટ અને વિધાનસભા ચૂંટણી પહેલાં સરકારની તૈયારી તેજ, ડઝન જેટલી નવી નીતિઓની જાહેરાતની સંભાવના
ચમારડી સબ-સેન્ટરના નબળા બાંધકામ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી, જવાબદાર એન્જિનિયરને શો-કોઝ નોટિસ
13 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા
આજથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ, બાળકોના કલરવથી ગુંજશે શાળાઓ
વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસે જાગૃતિનો સંદેશ : વહેલું નિદાન અને અદ્યતન સારવારથી બ્રેઈન ટ્યુમર સામે જીત શક્ય
ગુજરાતના 16 સરહદી ગામોમાં પહોંચશે 8 સિનિયર આઈપીએસ અધિકારીઓ, સ્થાનિક પરિવારો સાથે કરશે રાત્રિ રોકાણ
ગુજરાતની NFSUનો વૈશ્વિક ડંકો: 96 દેશોના પ્રતિનિધિઓને આપી રહી છે તાલીમ, 13 કેમ્પસ સાથે વિશ્વસ્તરે વધારી રહી છે પહોંચ
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉથલ પાથલ: ક્યાંક તેજી તો ક્યાંક ઘટાડો, રોકાણકારો અને ખરીદદારો માટે મહત્વપૂર્ણ સપ્તાહ
વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું સમયની માંગ : મોઢવાડિયા
જૂની ભાટમાં આગનો કહેર: પળવારમાં ઘરવખરી ખાખ, પરિવાર પર આફતનો પહાડ
ગુજરાત CID ક્રાઈમના ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે ઉકેલેલા ₹226 કરોડના આંતરરાષ્ટ્રીય “ડર્ટી ક્રિપ્ટો” કૌભાંડની તપાસ ડાર્કવેબ પર ચાલતી ‘ARTEMISLAB.CC’ નામની ગેરકાયદેસર નાર્કોટિક્સ વેચતી વેબસાઇટથી શરૂ થઈ હતી. ટેકનિકલ યુનિટને આ વેબસાઇટના ટ્રાન્ઝેક્શન ગુજરાતના કેટલાક ક્રિપ્ટો વોલેટ સુધી પહોંચતા હોવાની માહિતી મળતા બ્લોકચેઇન એનાલિસિસ, ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિક્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વેબસાઇટમાંથી થયેલા ફંડ ટ્રાન્સફર અમદાવાદના મોહસીન સાદિક મોલાણીના ક્રિપ્ટો વોલેટમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેના વોલેટનું વધુ વિશ્લેષણ કરતાં અન્ય 9 શંકાસ્પદ ભારતીય યુઝર્સના વોલેટ સાથે નાણાકીય લેવડદેવડ થયેલી હોવાનું સામે આવ્યું અને આખું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ખુલ્લું પડી ગયું. CID ક્રાઈમની તપાસમાં બહાર આવ્યું કે આ ટોળકી “Dirty Crypto” તરીકે ઓળખાતી ગેરકાયદેસર અને શંકાસ્પદ ક્રિપ્ટોકરન્સીને USDTમાં કન્વર્ટ કરીને વિવિધ માધ્યમો મારફતે આતંકી સંગઠનો અને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્ક સુધી ફંડ પહોંચાડતી હતી.

આરોપીઓ ખાસ કરીને Monero જેવી ટ્રેસ ન કરી શકાય તેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતા હતા, જેનો ઉપયોગ સામાન્ય રીતે ડાર્કવેબ, આતંકવાદી ફંડિંગ, ડ્રગ્સ કારોબાર અને મની લોન્ડરિંગમાં થતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે આ નેટવર્ક ડાર્કવેબ મારફતે ડ્રગ્સ વેચાણ, સાયબર ફ્રોડ અને ટેરર ફંડિંગ માટે સક્રિય હતું. તપાસમાં સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે આરોપી મોહમ્મદ ઝુબેર પોપટિયાના વોલેટનો સંબંધ ઇઝરાયેલની National Bureau for Counter Terror Financing (NBCTF) દ્વારા વર્ષ 2025માં ફ્રીઝ કરાયેલા વોલેટ સાથે મળ્યો, જે ‘હમાસ’ સંગઠન સાથે જોડાયેલ હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત ‘Dubai Company for Exchange’ મારફતે આ શંકાસ્પદ નેટવર્ક સાથે સીધા નાણાકીય વ્યવહારો કરવામાં આવતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.
સાયબર સેન્ટર ઓફ એકસેલન્સની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નેટવર્કના ક્રિપ્ટો વોલેટ્સમાં અમેરિકાની OFAC દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા સંગઠનો અને એક્સચેન્જમાંથી પણ ફંડ ટ્રાન્સફર થયા હતા. જેમાં યમનનું આતંકી સંગઠન ‘અંસાર અલ્લાહ’ (હુથી), ઈરાનનું ‘IRGC-QF’ તેમજ રશિયન પ્રતિબંધિત ક્રિપ્ટો એક્સચેન્જ ‘Garantex’ સાથે જોડાયેલા વોલેટ્સનો સમાવેશ થાય છે. તપાસમાં વધુમાં સામે આવ્યું કે આ નેટવર્ક વર્ષ 2023થી લંડનમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સપ્લાય અને મની લોન્ડરિંગમાં સક્રિય હતું. આરોપી મોહસીન મોલાણી ટેલિગ્રામ ગ્રુપ અને અન્ય ઓનલાઈન માધ્યમો મારફતે લંડન માટે ડ્રગ્સના ઓર્ડર લેતો હતો અને તે ઓર્ડર દુબઈથી નેટવર્ક ચલાવતા મોહમ્મદ ઝુબેર પોપટિયાને મોકલતો હતો, જે પોતાના નેટવર્ક મારફતે લંડનમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો.
તપાસમાં એવી પણ હકીકત ખુલી છે કે સલમાન ગુલામઅલી અન્સારી નામનો આરોપી હાલ બ્રિટનમાં ડ્રગ્સ અને મની લોન્ડરિંગ કેસમાં 6 વર્ષની સજા ભોગવી રહ્યો હોવા છતાં જેલમાં બેઠા બેઠા આખું નેટવર્ક ઓપરેટ કરતો હતો. સાબયર ક્રાઈમ વિરોધી સ્કવોર્ડની ટીમ મુજબ આતંકી ફંડિંગ અને ડ્રગ્સના નાણાં આંગડિયા તથા હવાલા નેટવર્ક મારફતે ભારત સુધી પહોંચાડવામાં આવતા હતા, જેમાં મોહસીન મોલાણી આંગડિયાથી નાણાં મેળવી અન્ય આરોપીઓ સુધી પહોંચાડતો હતો. તપાસ દરમિયાન આરોપીઓના ક્રિપ્ટો વોલેટમાં કુલ US $23.96 મિલિયન એટલે કે અંદાજે ₹226.54 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા, જ્યારે આરોપીઓના Binance P2P એકાઉન્ટ સાથે જોડાયેલા બેન્ક એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ પર 935 જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદો પણ નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે તપાસ કાર્યવાહી દરમિયાન 13 મોબાઇલ ફોન, એક લેપટોપ, એક ટેબ્લેટ તથા ₹1.25 લાખથી વધુની રોકડ રકમ કબ્જે કરી છે. સમગ્ર મામલે CID ક્રાઈમે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 111(2)(B), 153, 61 તથા IT Actની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધ્યો છે.