ગાંધીનગર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા. 19 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની લેખિત પરીક્ષા પેપર-1 (MCQ)ની Final Answer Key તા. 17 મે, 2026ના રોજ જાહેર કરવામાં આવી છે. ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોના પેપર-1ના ગુણ તેમજ જરૂરી સૂચનાઓ સત્તાવાર વેબસાઇટ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પર મૂકવામાં આવી છે.
ઉમેદવારો વેબસાઇટ પર જઈ પોતાના ગુણ અને અન્ય માહિતી મેળવી શકશે. જે ઉમેદવારો પોતાની OMR Sheetનું રીચેકિંગ કરાવવા ઇચ્છતા હોય તેઓ ભરતી બોર્ડની સૂચના મુજબ તા. 3 જૂન 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ભરતી બોર્ડે ઉમેદવારોને સમયમર્યાદામાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરી છે.