ચિકદા અને ડેડીયાપાડા તાલુકા વચ્ચેના વિસ્તારમાં શુક્રવારે બપોરે કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી શિયાળાની ઋતુ હોવા છતાં લોકોને ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. દિવસ દરમિયાન તડકો આકરો રહેતાં લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા હતા. આ દરમિયાન શુક્રવારે બપોરે ચિકદા તાલુકાના શંભુનગર સહિત આસપાસનાં અનેક ગામોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ડેડીયાપાડા પંથકમાં પણ થોડા સમય માટે વરસાદી ઝાપટું આવ્યું હતું. અચાનક પડેલા વરસાદને કારણે થોડા સમય માટે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો
છેલ્લા કેટલાક દિવસોથી શિયાળામાં પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો હોવાથી કમોસમી વરસાદે સ્થાનિક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, વરસાદ લાંબો સમય ચાલુ રહ્યો નહોતો. થોડા સમયના ઝાપટા બાદ ફરીથી તડકો નીકળવા લાગ્યો હતો. જેના કારણે વાતાવરણમાં થયેલો ફેરફાર પણ થોડા સમય પૂરતો રહ્યો હતો. ચિકદા અને ડેડીયાપાડા વચ્ચેના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા આ કમોસમી વરસાદને કારણે દિવસ દરમિયાનના હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો. બપોરના સમયે અચાનક પડેલા વરસાદથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. જોકે, ઝાપટા બાદ ફરી તડકો નીકળતાં ગરમીનો અનુભવ યથાવત રહ્યો હતો. આમ, શિયાળાની ઋતુમાં ઉનાળા જેવી ગરમી વચ્ચે ચિકદા, શંભુનગર અને ડેડીયાપાડા પંથકમાં પડેલા છૂટાછવાયા વરસાદે વાતાવરણમાં થોડા સમય માટે પલટો લાવ્યો હતો.