ઉદ્યોગ મંત્રાલયના તાજેતરના અહેવાલ અનુસાર મેન્યુફેક્ચરીંગ, ટ્રેડિંગ અને સર્વિસ સેક્ટરમાં ૯૨ લાખથી ઘટી ૮૦ લાખ નોકરીઓ તથા એકલા ગુજરાતમાં ૧૧.૫૭ લાખ નાગરિકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. વૈશ્વિકીકરણના મોહમાં રાજયસત્તાએ દેશના નાના ઉદ્યોગોને છેહ દીધો છે. ખેતી અને લઘુઉદ્યોગનું જે તંત્ર ડાળી બની છાયો આપતું તેને કાપી સરકાર પોતાના ખર્ચા-પાણી નિભાવે છે, પરિણામે આજે થોડી ઘણી રાજકીય ગડમથલ ઊભી થતાં રૂપિયો ડગમગી જાય છે. આપણું પોતીકું અર્થતંત્ર બીજાના બળતણે ટેકાયેલું હોઈ વૈશ્વિક મંદીની અસર ગરીબોની રોજીરોટીને સહેલાઈથી કોતરી નાખે છે. આવળ-બાવળ ને સીસમ-સુખડના ઝાડ વહેરી આપણે વેલાના બગીચા બાંધ્યા તે આજે ભારતની અર્થવ્યવસ્થા ડોલરના પડીકે બંધાઈ છે.
રાષ્ટ્રની આવી નાજુક સ્થિતિએ પોતાનો સ્વાર્થ સાધવા બેઠેલા રાજકર્તાઓના સ્થાને ભારતીયતા અને રાષ્ટ્રીય ગૌરવની અસ્મિતાને ફરી બુલંદ બનાવનાર શાસકો અનિવાર્ય જણાય છે. દેશની આમ જનતા આ સ્થિતિ ઝંખે છે, પરંતુ પ્રશ્ન છે, કોનામાં વિશ્વાસ મૂકવો? આજે રાષ્ટ્રના યુવાનો પોતાની શરીર શક્તિને લોકઉપયોગી કામોમાં ખર્ચવા માગે છે, પણ આ યુવાનો ક્યાં જઈને ફના થાય? દેશના ૪૦% મધ્યમ વર્ગનાં લોકો પોતાના પરિશ્રમના આધારે પ્રામાણિક્તાથી વિકસવા માગે છે પણ તેમને સ્થિરતા આપે તેવું કોઈ છે?
ભારતવર્ષની સંસ્કૃતિમાં રાજા ચંદ્રગુપ્ત અને રાજા અશોકના સમયના સમૃદ્ધ ભારતને આશાવાદ છે, જે વર્તમાન સમયમાં ફળીભૂત કરવા માટે યુવાનોમાં જોમ દેખાય છે, પરંતુ રાજકીય પક્ષોએ સ્વીકારવું રહ્યું કે કોઈ પણ સમાજ માટે બદલાવને દૂર ધકેલી દેવાનું શક્ય નથી, તેમ પારંપારિક અપેક્ષાઓવશાત્ આમસમાજ આધુનિકતા છોડી પૌરાણિક રહનસહન તરફ જઈ શકે એવું પણ બનવાનું નથી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી હેડગેવારજીએ કહેલું કે, “૨૧મી સદીમાં ભારતવર્ષમાં જનસંઘ ફેલાયેલો હશે.” આ સાક્ષાત્કારને હવે મૂર્તિમંત થતો જોઈ રહ્યા છીએ ત્યારે સમયને તકાજે સંઘના કાર્યકરોને વધુ વ્યાપક થવા એલાન આપે છે. રાજકીય રીતે પક્ષને સંકલિત પુરુષાર્થ માત્ર ભાવનાત્મક ન બની જાય તે માટે રાષ્ટ્રઘડતર માટેના બૌદ્ધિક કાર્યક્રમોને મૂર્ત કરવા ગંભીરતાથી વિચારણા કરવી અનિવાર્ય બને છે. મધ્યમ વર્ગનાં હિતોની જાળવણી માટે મિડલ લેવલ ટેકનોલોજીનો અને સ્વદેશીનો આર્થિક અભિગમ ચરિતાર્થ કરવો પડશે.
રાજકીય ફલક ઉપર પ્રાદેશિક પ્રશ્નોની અગત્ય વધી રહી છે, તે વેળાએ રાષ્ટ્રને ૫૪-૫૫ રાજયોમાં વહેંચી વહીવટને વધુ સરળ, લોક-ઉપયોગી અને ત્વરિત કરવાને સમય પાકી ગયો છે. આ કાર્ય સંપન્ન કરવાની હામ તમામ રાજકીય પક્ષોએ દેખાડવી પડશે. ભારતવર્ષનું ગૌરવ તેના ભવ્ય ભૂતકાળમાં રહ્યું છે તે સાચું, આમ છતાં, હવે ઈતિહાસની ગર્તામાં પુનઃપ્રવેશ શક્ય નથી. આથી નવી પેઢી માટે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સાથેનું કૌશલ તાલીમ ફરજિયાત બને તેવો નિર્ધાર રાજકીય પક્ષોએ તેના મેનીફેસ્ટોમાં સામેલ કરવો ૫ડશે.
રાષ્ટ્રીય ફલક ઉપર નબળાં પડી ચૂકેલાં છતાં રજવાડાંની યાદ આપતા ગઢના કિલ્લા સમાન કોંગ્રેસની વાત કરીએ તો રાજીવ ગાંધીની શહીદી પછી તેમના સહાધ્યાયી ફિલ્મ કલાકાર સિમ્મી અગ્રવાલે રાજીવ ગાંધી ઉપર બે ભાગમાં ફિલ્મનું નિર્માણ કરેલું. રાજીવજીની જીવન–ઝરમરનાં ચિત્રાંકનમાં એક મધ્યવિચાર તેમનાં ધર્મપત્નીનો રાજકારણ પ્રત્યેનો દુર્ભાવ દર્શાવવામાં આવેલો. તે સમયના કોંગ્રેસ અધ્યક્ષ શ્રી સોનિયાજીની નારાજગી વચ્ચે રાજીવજીએ રાષ્ટ્રીય કામોમાં ઝંપલાવી તેમનાં માતુશ્રીની માફક શહીદી વહોરી લીધી તે વાતને ફિલ્મમાં મૂકવામાં આવેલ. આ સ્થિતિ સોનિયાજીના મનોભાવથી વિપરીત રહેતાં કોઈ પત્રકારે સોનિયાજીને પૂછેલું, ‘‘રાજીવજીની શહીદી અંગે આપનું શું કહેવું છે?” પોતાને અત્યંત લાચાર સ્થિતિમાં અનુભવતાં સોનિયાજીએ કહ્યું, ‘‘મને તેનો અફસોસ છે.”
સોનિયાજી પ્રત્યે રાષ્ટ્રની સહાનુભૂતિ હંમેશ રહેશે. પરંતુ હિંદુસ્તાનની વીરાંગનાઓ કદી પોતાના પતિ પાછળ રડી નથી. રાણી પદ્માવતી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે અહલ્યાબાઈથી માંડી અનેક વીરાંગનાઓએ રાષ્ટ્રને સમૃદ્ધિ આપી છે. પરિસ્થિતિ પાસે હારી જનાર ઈટાલીનાં સોનિયાજીનાં ચરણોમાં પોતાનું સવાસો વર્ષ જૂનું આયુષ્ય ધરી દેવું કોંગ્રેસીજનો અને તેના ભવ્ય ભૂતકાળ માટે શરમજનક બને છે. અહીં પ્રાણપ્રશ્ન એ છે કે દેશની જનતા આ વાત સ્વીકારશે? એટલું જ નહીં પણ હવે રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા બન્યા છે ત્યારે રાજાશાહી પ્રકારની કોંગ્રેસી વર્તણૂકને દેશની આમજનતા સહન કરનાર નથી.
દેશના પંગુ રાજકર્તાઓના કારોબારની લગામ હાથમાં ઝાલી બેઠેલા અધિકારીઓ સ્વયં લાંચિયા છે. બંધારણીય રીતે રક્ષણનું કવચ ધારણ કરી બેઠેલા સરકારી અમલદારોને આમપ્રજા હાથ પણ લગાડી શકતી નથી કે તેમના વહીવટ-ગેરવહીવટ અને તુમારશાહી અંગેના પ્રશ્નોનો જવાબ સુધ્ધાં મળતો નથી. રાજના નોકરો ચાવીરૂપ ભૂમિકા ભજવતા થયા છે!!! અને પ્રજાનું માથું સરકારી નોકરોના ખોળામાં છે!!! જે બાબતોને ગંભીરતાથી લેવી પડશે. ભારતની સમૃદ્ધ લોકશાહીને આવાં પરિવર્તને ખપશે?
દેશની આમજનતા જે પ્રકારે સમસ્યાઓનો સામનો કરે છે તે સમજતા રાજકીય પક્ષો અને નોકરશાહીને ભારતની લોકશાહીના સ્વાસ્થ્ય ખાતર રાષ્ટ્રહેતુ પ્રત્યે એક મત રહેવા અને પરિવર્તનની પહેલ કરવા આપેલ છે. આમ છતાં ઉજળા ભવિષ્ય સાથેના ભારતવર્ષને ગૌરવ આપી શકીશું. દેશને ડામાડોળ દરિયામાં રાષ્ટ્રની નાવને ધીરગંભીર હૈયે હાંકનાર નાવિકને મદદ કરવાની જરૂર છે ત્યારે આશા રાખીએ કે પક્ષો અને વિપક્ષો પોતાનું બળ ઠરેલા રાજકીય પક્ષ તરીકે દર્શાવશે અને ભારતના ૧૦૫ અબજ મતદાતા ચૂંટણી સમયે રાષ્ટ્રીયતાનો માપદંડ હાથમાં રાખી ખરા ઉતરનાર વ્યક્તિને આગળ કરે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.