Vadodara

એમએસયુ બીકોમમાં રેગ્યુલર ઓનલાઇન એન્ટ્રન્સ પરીક્ષા 26મેએ યોજાશે

યુઝર ID-પાસવર્ડ ન મળ્યા હોય તો GCAS હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવા ફેકલ્ટીની સૂચના

પરીક્ષા પાસ કરી હશે પણ જીકાસ પર રજીસ્ટ્રેશન નહીં હોય તો વિદ્યાર્થી પ્રવેશ નહીં મેળવી શકે

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા બીકોમ પ્રવેશ માટે લેવાયેલી ઓનલાઇન મોક એન્ટ્રન્સ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ મોક ટેસ્ટમાં 8500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

હવે રેગ્યુલર ઓનલાઇન એન્ટ્રન્સ પરીક્ષા 26 મે 2026, સોમવારના રોજ સવારે 10:00 થી બપોરે 12:00 દરમિયાન યોજાશે. જે વિદ્યાર્થીઓને યુઝર આઈડી કે પાસવર્ડ ન મળવા જેવા કારણોસર મોક ટેસ્ટ ન આપી શક્યા હોય, તેઓ ફેકલ્ટી ઓફ કોમર્સના મેઈન બિલ્ડિંગ ખાતે આવેલા જીકાસ હેલ્પ સેન્ટરનો સવારે 10:30 થી 1:30 વચ્ચે સંપર્ક કરી પોતાની વિગતો મેળવી શકશે. મુખ્ય પરીક્ષા માટે મોક ટેસ્ટ વાળા જ આઈડી-પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. નવો પાસવર્ડ ઇસ્યુ કરવામાં આવશે નહીં. ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા વિદ્યાર્થીઓને 26 મેની પરીક્ષા માટે તૈયાર રહેવા અને લોગિન ડિટેઇલ્સ અગાઉથી ચેક કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે જ જો કોઈ ટેકનીકલ સમસ્યા સર્જાય તો છ જેટલા હેલ્પ લાઈન કાર્યરત કરવામાં આવી છે પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓ આ હેલ્પલાઇન નો પણ સંપર્ક કરી શકે છે. મહત્વની બાબત છે કે, બીસીએ કોર્સની એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવી હતી. જેમાં 1021 વિદ્યાર્થીઓ પૈકી 849 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાની આન્સર કી ફેકલ્ટીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવી છે અને વેબસાઈટ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે, જો વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરી હશે પણ જીકાસ પર તેનું રજીસ્ટ્રેશન નહીં હોય તો તે પ્રવેશ નહીં મેળવી શકે.

Most Popular

To Top