સુરત: (Surat) સામાજિક સંસ્થા સાથી સેવા ગ્રુપની (Sathi Seva Group) ટીમે માનવતા મહેકાવતું કાર્ય કર્યું છે. એક જ ઓરડીમાં છેલ્લાં 13 વર્ષથી...
લખનઉ (Lucknow): ઉત્તરપ્રદેશના બદાયુમાં (Budaun, UP) મંદિરમાં દર્શન કરવા ગયેલી 50 વર્ષીય મહિલા પર મંદિરના પૂજારી, તેના શિષ્ય અને એક ડ્રાઇવર દ્વારા...
સુરત (Surat): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમ શરૂ થવાનો છે. લોકોનું અને સરકારનું ધ્યાન હાલમાં રસીકરણ કાર્યક્રમ પર છે....
આણંદ: (Anand) આણંદથી અઢી માઈલ દૂર આવેલ જીટોડીયા ગામની પશ્વિમ દિશામાં મોગરી તરફ જવાના માર્ગ ઉપર અંદાજિત ૧૦૧ર વર્ષ કરતાં પણ પુરાણું...
આણંદ: ઉનાળાના આગમનને હજુ બે માસનો સમય બાકી છે ત્યારે ગ્લોબલ ર્વોમિંગની અસરના કારણે આણંદ શહેરમાં આંબા પર કેરીઓ લાગી ગઈ છે....
વડોદરા: પાડોશી રાજયો સહિતના સ્થળોએબર્ડ ફલુનો રોગ વકરતા વિવિધ જિલ્લાઓમાં બર્ડ ફલુના સર્વેલન્સ તથા અટકાયત પગલાં લેવાની કામગીરી કરવા રાજ્ય સરકારના આરોગ્ય...
વડોદરા: શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલા બ્રહ્મા નગર પાછળના મેદાનમાં એક યુવકની ભેદી સંજોગોમાં હત્યા કરેલી લાશ મળી આવી હોવાના બનાવથી ભારે ચકચાર...
શિયાળાની ઋતુમાં ગુજરાતીઓ ઘણા શિયાળુ પાક ખાતા હોય છે જે શરીરને પોષણ પૂરું પડે છે, એમાં પણ લોકો ઘણીવાર ગુંદરનાં લાડુ ખાવાનું...
ભારત એક ગરીબ દેશ છે. ભારત સરકારની તિજોરી હંમેશા તળિયું દેખાડતી હોય છે. સરકાર પાસે કોઈ પણ વિકાસનું કામ માગવામાં આવે ત્યારે...
આ શહેરના અલથાણ વિસ્તારમાં રહેતા પત્રકાર સંજીવ ઓઝાના અઢી વર્ષના માસુમ દીકરાનું પડી જવાથી મૃત્યુ થયું. બ્રેઇન ડેડ થયેલા દીકરાના ડોનેટ લાઇફ...
આકાશવાણી એફ. એમ. સુરત કેન્દ્રએ ‘‘ફોન ઈન કાર્યક્રમ રજુ કરે છે. ઊધઘોષક ભાઈ બહેનો શ્રોતા મિત્રો સંગાથે વાતો ખુબજ સારી રીતે કરે...
આજના યુવાન – યુવતિઓમાં મોટાભાગે સંસ્કારનો અભાવ છે, જેના કારણે સમય પ્રમાણે વર્તતા નથી. અને તમિઝ પણ જાળવતા નથી. હાલમાં જ માંડવીથી...
યુ.એસ. માં હિંસાની વચ્ચે, કોંગ્રેસે રાષ્ટ્રપતિ જો બિડેનની જીતને મંજૂરી આપી દીધી છે. યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વિજયને પણ...
જાન્યુઆરી 2020 માં દેશમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ માર્ચ 2020 થી દેશવ્યાપી લોકડાઉન થઈ ગયું. દરમિયાન, દરેક કોલ પહેલાં કોરોના...
નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (Supreme Court-SC) ગુરુવારે ખેડૂત આંદોલનમાં (Farmers’ Protest) કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કેન્દ્રને...
સુરત: (Surat) સામાન્ય રીતે કોઈપણ વાહન ખરીદી કરતી વખતે કોઈપણ રેન્ડમ નંબર આપવામાં આવે છે. જેમાં લોકોને ગમતા નંબર માટે પણ માર્ગ...
નવી દિલ્હી (New Delhi): થોડા દિવસોમાં હવે કોરોના સામે રસીકરણ (Corona Vaccination) શરૂ થવાનું છે ત્યારે ઉત્તર પ્રદેશ (UP) અને હરિયાણા (Haryana)...
હાડ થીજાવી નાંખતી એક ડિગ્રી સુધીના નિમ્ન તાપમાનમાં કડકડતી ઠંડીમાં લગભગ દોઢેક માસથી દિલ્હીમાં ત્રણ સ્થળે લગભગ પચાસ હજાર ખેડૂતો, ખેડૂતને સ્પર્શતા...
તા. 20.11.20ને શુક્રવારના રોજ ગુજરાતમિત્ર વર્તમાનપત્રમાં રાજ કાજ કોલમ હેઠળ કાર્તિકેય ભટ્ટનો સમયને આવકારવાનો ઉત્સવ ઉજવવાનો પણ તેનું મહત્વ નહીં સ્વીકારવાનું! લેખ...
એક નાનકડી હોટલમાં શનિવારની સાંજે બહુ ભીડ હતી.હોટલ એક યુવતી જાતમહેનતે ચલાવતી હતી.બહુ નાની હોટલ;યુવતી અને બીજા બે જણ એમ કુલ બસ...
મુંબઈ, (MUMBAI): બીએમસીએ (BMC) અભિનેતા સોનુ સૂદ (SONU SOOD) સામે 6 માળની રહેણાંક મકાનને હોટેલમાં રૂપાંતરિત કરવાના આરોપ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી...
મુંબઇ (MUMBAI): બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (ANUSHAKA SHARMA) આજકાલ તેના ગર્ભાવસ્થાના સમયગાળાની ખૂબ મજા લઇ રહી છે. અનુષ્કા સાથે તેના પતિ વિરાટ...
બાળકોને સામાન્ય રીતે ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે, પણ કઈ ઉંમર સુધીનાં બાળકોનો તેમાં સમાવેશ કરવો એ સ્પષ્ટ નથી. સામાન્યપણે એવું જોવા...
મુંબઇ (MUMBAI): ગઈકાલના ભારે ઘટાડા પછી ગુરુવારે બજાર ખુલ્યું હતું. સેન્સેક્સ (SENSEX) હાલમાં 227 અંક સાથે 48,401.77 પર કારોબાર કરી રહ્યો છે....
આસામ (ASSAM): ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સદસ્ય બિશ્વજીત ડાયમારીનો (BISHAVJIT DAYMARI) પુત્ર અમૃતરાજ મંગળવારની સાંજથી ગુમ હતો. તે કોકરાઝારની બોર્ડિંગ...
NEW DELHI, કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનો આજે 43 મો દિવસ છે. આજે દિલ્હીની આસપાસ ખેડુતો ટ્રેક્ટર કૂચ (TRACTOR MARCH)કરી રહ્યા છે. તેમનો...
જે લોકો આઈડિયા ઓફ ઇન્ડિયા અર્થાત્ સહિયારા અને ન્યાયી ભારતની કલ્પનાને વરેલા છે તેમની પાસે રાજકીય વિકલ્પ નથી અને જે લોકો હિંદુ...
જ્યાં સરમુખત્યારશાહી આવે છે ત્યાં વિકાસનો રસ્તો બંધ થઈ જાય છે. વિશ્વનો આ ક્રમ છે અને અનેક દેશોમાં તેની સાબિતી પણ મળી...
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(DONALD TRUMP)ના કાર્યકાળના અંતિમ દિવસોમાં અમેરિકાએ ફરી એકવાર હિંસાનું સ્વરૂપ જોયું છે. આ વખતે, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વોશિંગ્ટનના કેપિટોલ હિલમાં...
બ્રિટનમાંથી બહાર આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના લઇને સુરતમાં 7 દર્દીઓને દાખલ કરાયા છે અને તેઓના સેમ્પલને પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ...
સમર વેકેશનમાં મુસાફરો માટે ખુશખબર, અમદાવાદ-મુંબઈ અને ઉધના રૂટ પર સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત
ડભોઇમાં રેલ્વેની દબાણ હટાવવાની નોટિસથી ઈદગાહ અને માછીવાડ ખાડા વિસ્તારમાં ભયનો માહોલ
ઈરાને 24 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું: કહ્યું-અમેરિકાએ યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું
યુરેનિયમ આપવાનો પ્રશ્ન જ નથી: ઈરાનનો અમેરિકાને જડબાતોડ જવાબ
RTO દ્વારા વાહનોના પસંદગીના ગોલ્ડ અને સિલ્વર નંબરની ફાળવણી
તમિલનાડુમાં પ્રવાસી વાન ખીણમાં ખાબકી,9ના મોત, કોયમ્બતૂરના હેરપિન વળાંક પર અકસ્માતથી હાહાકાર
વડોદરાના વોર્ડ નં. 11 માં ચૂંટણી બહિષ્કાર: ‘નેતાઓ અમને ઓળખતા નથી, તો અમે વોટને ઓળખતા નથી’
હોર્મુઝ ખાડી ફરી ખુલી, પણ શરતો સાથે!
IPL 2026: આજના મુકાબલામાં RCB સામે DC, CSK vs SRH ડબલ હેડરનો રોમાંચ,પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર શક્ય
ભાડે ફેરવવા આપેલી કાર ઓળખીતાએ જ વેચી નાખી: વડોદરામાં ઠગાઈનો ચોંકાવનારો બનાવ
ઓરસંગ નદીમાં પાણી પીવા ઉતરેલા યુવકને મગરે ઊંડા પાણીમાં ખેંચી જતાં કરુણ મોત
Meta માં મોટી છટણીનો એલાન! AI માટે 8,000 કર્મચારીઓને અલવિદા
CBSE 12નું પરિણામ આ દિવસે આવી શકે!
TCS કેસમાં ફરાર નિદા ખાનને શોધવા દોડધામ
હોર્મુઝ જળસંધિ ખુલતાં જ તેલના ભાવમાં ઘટાડો,ગેસ સસ્તો,પણ થોડા જ સમયમાં આવી ચિંતાજનક ખબર!
કેન્દ્ર સરકાર સીમાંકન અને મહિલા અનામત બિલને એકબીજામાં ગૂંચવી રહી છે
હરણી રોડની નરનારાયણ સોસાયટીના વીજ પોલ પર શોર્ટ સર્કિટ, આગના ગોળા બનતા લોકોમાં ફફડાટ
સાચી વાત જણાવી દો
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ભાજપમાં બહારથી આવેલાનો દબદબો વધતો જાય છે
નીતીશનું મુખ્યમંત્રી પદથી રાજ્યસભામાં સંક્રમણ?
ગ્વાલિયરમાં દુર્ઘટના: ખુલ્લા સીવર ચેમ્બરમાં પડતા મજૂરનું મોત
રાજધાનીમાં રક્તરંજિત સવાર: પ્રોપર્ટી વિવાદમાં પિતા-પુત્રની નિર્દય હત્યા,આરોપી અસદ ઝડપાયો
શાંતિની શોધમાં
‘દરેક નાની ભૂલ ભારે પડી રહી છે’ સતત હારથી નિરાશ KKRના કેપ્ટન અજિંક્ય રહાણેનું મોટું નિવેદન
સુરતના વિસરાયેલા વારસાને ઉજાગર કરતું ગુજરાતમિત્ર
કોર્ટની સખ્તાઈ પછી YouTubeમાં આવ્યો મોટો બદલાવ!
અમદાવાદમાં કેપ્ટન શુભમન ગિલનો તોફાની શો
US નાકેબંધી નહીં હટે તો કડક કાર્યવાહી થશે
‘પાણી મારું, ફૂલ તમારું’
સુરત: (Surat) સામાજિક સંસ્થા સાથી સેવા ગ્રુપની (Sathi Seva Group) ટીમે માનવતા મહેકાવતું કાર્ય કર્યું છે. એક જ ઓરડીમાં છેલ્લાં 13 વર્ષથી એકલવાયું જીવન જીવતાં 75 વર્ષનાં વૃદ્ધા (Old Woman) નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યાં હતાં. વૃદ્ધાના પરિવારજનોએ સ્વીકારવાનો ઇન્કાર કરતાં સુરતના કામરેજ (Kamrej) તાલુકા ધોરણ પારડી સ્થિતના રસ્તા પર રખડતા ભટકતા શારીરિક અને માનસિક વિકલાંગ લોકોની દેખરેખ રાખતી સંસ્થા માનવ સેવા ચેરિટેબલ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર આશ્રમે આશરો આપી માનવતા દાખવી છે.

ગત સોમવારે રાજકોટની સાથી સેવા ગ્રુપની ટીમ સાંજના સમયે જામનગર સ્થિત ધ્રોલ પહોંચી હતી. જ્યાં એક જ ઓરડીમાં છેલ્લાં 13 વર્ષથી એકલવાયું જીવન જીવતાં 75 વર્ષીય વૃદ્ધા કંચનબેન મગનભાઇ પીપળિયા નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યાં હતાં. સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓએ ઓરડીમાંથી બહાર કાઢ્યા તો તેમના વાળ 8 ફૂટ જેટલા વધી ગયા હોવાનું જોવા મળ્યું હતું. વૃદ્ધાને બહાર કાઢી પહેલા તો ભજિયાં ખવડાવી તેમના વાળ કાપવામાં આવ્યા હતા. તેમજ નવડાવી નવાં વસ્ત્રો પહેરાવ્યાં હતાં.

સાથી ગ્રુપનાં જલ્પાબેને કંચનબેનના ભત્રીજાનો ફોનમાં સંપર્ક કરતાં પરિવારજનોએ તેમને સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. આથી જલ્પાબેને પારડી-સુરત માનવ મંદિર આશ્રમનો સંપર્ક કરતાં અહીં મોકલી દેવા જણાવ્યું હતું. બાદ સાથી સેવા ગ્રુપે તેમને મંગળવારે સુરત આશ્રમે મોકલી દીધાં હતાં. માનવ મંદિર સંસ્થાના સંચાલક જેરામ ભગતે જણાવ્યું હતું કે, સાથી સેવા ગ્રુપનાં જલ્પાબેને કંચનબેનને સુરત અમારા આશ્રમમાં મોક્લ્યાં છે. કંચનબેન અપરિણીત હોવાથી એક જ ઓરડીમાં એકલવાયું જીવન જીવતા હોવાનું જાણવા મળ્યું છે.
આજુબાજુના લોકો તેમને નાસ્તો અને જમવાનું આપતા હતા. તેમની સારવાર થાય અને ત્રણ ટાઈમ ભોજન મળી રહે એ માટે રાજકોટની સાથી સેવા ગ્રુપે સુરત માનવ મંદિર આશ્રમ ખાતે મોકલ્યાં હતાં. કંચનબેનના પગ લાંબા સમયથી વળેલા હોવાથી સીધા થતા નથી. અમારી સંસ્થાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ કરી આવા લોકો તમારા ધ્યાનમાં આવે તો અહીં મોકલી દેવા વિનંતી કરી છે. તેમજ આવા લોકો માટે માનવ મંદિર આશ્રમના દરવાજા અડધી રાતે ખુલ્લા છે.

જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ રાજકોટના કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કાઢ્યા હતા. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઈ-બહેને આ કૃત્ય કર્યુ હતું. સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.