શિયાળમાં જરૂર કરો આનું સેવન : આખું વર્ષ હાડકાં અને ચામડીના રોગથી દૂર રહેશો

શિયાળાની ઋતુમાં ગુજરાતીઓ ઘણા શિયાળુ પાક ખાતા હોય છે જે શરીરને પોષણ પૂરું પડે છે, એમાં પણ લોકો ઘણીવાર ગુંદરનાં લાડુ ખાવાનું પસંદ કરતા હોય છે. ગુંદરનાં લાડુ ખાવામાં તો ટેસ્ટી હોય જ છે સાથે જ તેમના અગણિત ફાયદાઓ પણ હોય છે. અને શિયાળાની ઋતુમાં જો તેનું સેવન કરવામાં આવે તો તે શરીરને ગરમી પ્રદાન કરે છે. ગુંદરનાં લાડુ (ગુંદરના પાક)મા વૃક્ષની છાલમાંથી નીકળતો પ્રાકૃતિક ગુંદર એટલે કે ખાદ્ય ગુંદર હોય છે. ગુંદરનાં લાડુને તૈયાર કરવા માટે દેશી ઘી, ગુંદર, સુકેલા નાળિયેરનું ખમણ, ઘણા બધા ડ્રાયફ્રુટસની જરૂર પડતી હોય છે.

શિયાળમાં જરૂર કરો આનું સેવન : આખું વર્ષ હાડકાં અને ચામડીના રોગથી દૂર રહેશો

વાયરસના સંક્રમણથી પણ રક્ષણ
ગુંદર પાક એટલે (ગુંદરના લાડુ) ખાવાથી આંખોની રોશનીમાં પણ સુધારો થાય છે. ગુંદરમાં પ્રોટીન, ફાઇબર, કૈલ્શિયમ અને મૈગ્નેશિયમની ભરપૂર માત્રા મળી આવે છે, હાડકાઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. જે સંધિવાના રોગમાં પણ ગુંદરનાં લાડુને ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. ગુંદરના લાડુના સેવનથી પીઠ અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. ઉપરાંત ઠંડીની સાથે સાથે તે સિઝનના વાયરસના સંક્રમણથી પણ લોકોને બચાવે છે. જે લોકોને શિયાળાની ઋતુમાં થાક અને ઉર્જાની કમી મહેસૂસ થાય છે, તેમના માટે આ લાડુ બેસ્ટ ઓપ્શન છે.

શિયાળમાં જરૂર કરો આનું સેવન : આખું વર્ષ હાડકાં અને ચામડીના રોગથી દૂર રહેશો

વજન ઘટાડવામાં પણ મદદરૂપ
કોઈ પણ ઝાડના થડમાંથી રસ કે સ્રાવ નીકળે છે. આ રસ સૂકાઈને ભૂખરો અને કડક થઈ જાય છે. આ જથ્થાને ગુંદર કહેવામાં આવે છે. આ ગુંદર શીતળ અને પૌષ્ટિક હોય છે, સાથે જ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જો તમે ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત કરવા ઇચ્છો છો તો શિયાળામાં દરરોજ 1-2 લાડુનું સેવન દૂધની સાથે કરવું જોઇએ. જો કે ખાસ કરીને બાવળનો ગુંદર વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. ગુંદર વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. આ શરીરમાં રહેલો ફેટ ઓછો કરે છે. અને જો મહિલાઓ ગુંદરનું સેવન રોજ કરે તો વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

શિયાળમાં જરૂર કરો આનું સેવન : આખું વર્ષ હાડકાં અને ચામડીના રોગથી દૂર રહેશો

કેન્સર સામે રક્ષણ, ગર્ભવતી સ્ત્રીઓ માટે ફાયદાકારક
મહત્વની વાત છે કે ગુંદરનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને ખતમ કરવામમાં મદદ કરે છે અને કેન્સર સામે રક્ષણ કરે છે. આ ગુંદર ખાવાથી કે તેમાંથી બનેલી ચીજોનું સેવન કરવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય છે અને માંસપેશીઓ મજબૂત બને છે. ગુંદરના લાડુ સ્તનપાન કરાવતી મહિલાઓને ખવડાવામાં આવે છે. તેનાથી બ્રેસ્ટ મિલ્કમાં વૃદ્ધિ થાય છે અને ગુંદરમાં રહેલાં બીજા તત્વોને કારણે શરીરને પૌષ્ટિક તત્વો મળે છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે ગુંદર ફાયદાકારક માનવામાં આવે છે. તે કરોડરજ્જુના હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.

શિયાળમાં જરૂર કરો આનું સેવન : આખું વર્ષ હાડકાં અને ચામડીના રોગથી દૂર રહેશો

બાવળના ગુંદરનો વપરાશ ખૂબ જ લાભકારક
ડાયાબીટીસમાં બાવળના ગુંદરનું ચૂર્ણ પાણી સાથે અથવા ગાયના દૂધ સાથે દિવસમાં 3 વાર રોજ લેવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે. ઉધરસમાં બાવળનો ગુંદર મોઢામાં રાખી ચૂસવાથી ઉધરસ મટી જાય છે. વૈવાહિક જીવનમાં બાવળના ગૂંદરને ઘીમાં શેકી તેનો પાક બનાવી એટલે કે સુખડી વિગેરે બનાવી ખાવાથી પતિ-પત્નીને વૈવાહિક જીવનનું પરમસુખ પ્રાપ્ત થાય છે. પેટ તેમજ આંતરડાના ઘામાં બાવળના ગુંદરને પાણીમાં ઘોળી પીવાથી આમાશય અને આંતરડાના ઘા તેમજ પીડા દૂર થાય છે.

Related Posts