National

દેશના દરેક જિલ્લામાં આજે કોરોના રસીકરણનું ફરી રિહર્સલ

નવી દિલ્હી (New Delhi): થોડા દિવસોમાં હવે કોરોના સામે રસીકરણ (Corona Vaccination) શરૂ થવાનું છે ત્યારે ઉત્તર પ્રદેશ (UP) અને હરિયાણા (Haryana) સિવાય દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમના દરેક જિલ્લામાં 8મીએ ફરી કોરોના રસીકરણનો ડ્રાય રન યોજાશે જેથી રસીકરણની પ્રક્રિયાનું અસરકારક આયોજન અને વ્યવસ્થાપન થઈ શકે.

અગાઉ બીજી જાન્યુઆરીએ ડ્રાય રન (Dry Run) થઈ હતી તેમ દરેક જિલ્લો પબ્લિક હેલ્થ ફેસેલિટી, પ્રાઇવેટ હેલ્થ ફેસેલિટી અને રૂરલ કે અર્બન સહિત ત્રણ પ્રકારના સેશન સ્થળો નક્કી કરશે એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આ બાબતે આજથી એટલે કે 7મીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનપ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે મીટિંગ કરશે અને એમને ડ્રાય રન અંગે માર્ગદર્શન આપશે. ઉત્તર પ્રદેશમાં પાંચમીએ તમામ જિલ્લાઓમાં ડ્રાય રન યોજાઇ ચૂક્યું છે અને હરિયાણા આવતી કાલે તમામ જિલ્લાઓમાં ડ્રાય રન કરનાર છે એટલે 8મીના ડ્રાય રનમાં આ બે રાજ્યોનો સમાવેશ નથી.

દેશમાં કોરોના સંક્રમણનો મ્હાત આપીને સાજા થનારા દર્દીઓની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે. જેની સામે અત્યાર સુધીમાં 1,50,336 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ચિંતાની બાબત એ છે કે 24 કલાકમાં નોંધાતા સંક્રમણના કેસોમાં ફરી વધારો જોવા મળ્યો છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,346 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 222 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,03,95,278 થઈ ગઈ છે.

દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 16 હજાર 859 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 19,587 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,28,083 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,50,336 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ગુજરાતની વાત કરીએ તો, કોરોના વાઇરસની વેક્સિન લોકો સુધી પહોંચે તે પહેલાં જ વાઇરસે પાછા પગે જઈ રહ્યો હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના ફક્ત 665 નવા કેસ આવ્યા છે જેના કારણે આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જ્યારે 24 કલાક બાદ રાજ્યનો રિકવરી રેટ 94.82 ટકાએ પહોંચી ગયો છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top