સુરત : સરકારે સુસંગત નહીં હોવાનું જણાવ્યા છતાં પણ મનપા (SMC)ની ટીપી કમિટી (TP Committee)માં જાણીતા બિલ્ડર (builder) નરેશ શાહને રસ્તા (road)ની...
વડોદરા: એલએલબીની વિદ્યાર્થીને લેન્ડ લાઈઝનીંગની ટ્રેનિંગ લેવા નોકરીએ રાખીને પાશ્વી બળાત્કાર ગુજારનાર એકાઉન્ટન્ટ અશોક જૈનને ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં રજૂ કર્યો હતો. અને...
વડોદરા : દૂધ ઉત્પાદકોને ભાવ ફેરના 27 કરોડ આપવાના નિર્ણય માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના અભિવાદન કાર્યક્રમ...
વડોદરા : વડોદરા શહેરમાં રોજ બરોજ પેટ્રોલનો ભાવ વધારતા હતા અને આજે 100 રૂ ની ઐતીહાસિક સપાટી વટાવી ત્યારે વડોદરા શહેર કૉંગ્રેસ...
સુરત: અત્યાર સુધી રેડીમેઇડ ગારમેન્ટ અને ફેબ્રિક્સના ઉત્પાદનમાં મુંબઇ, તિરુપુર અને લુધિયાણા અગ્રેસર હતાં પરંતુ ટેકનોલોજી અપગ્રેડેશન સ્કિમમાં ગારમેન્ટ સેક્ટરનો પણ સમાવેશ...
વડોદરા: ઉત્સવપ્રિય વડોદરા નગરીના યુવાધન જેની આતુરતાથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે. કોરોના સંક્રમણને પગલે...
વડોદરા : વડોદરા શહેર નજીક ડભોઇ રોડ ઉપર આવેલ નવાપુરા રેલવે ફાટક પાસે વરસાદી પાણીથી ભરાયેલા ખાબોચિયામાંથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા...
વડોદરા : શહેર નજીક આવેલી કપૂરાઈ ગામમાં છેલ્લા 15 દિવસ ઉપરાંતના સમયથી દુષિત પીવાના પાણીના પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોએ વહીવટી...
નડિયાદ: કપડવંજ બસ ડેપોમાં એસ.ટી.બસના ચાલક તરીકે ફરજ બજાવતા બુધાભાઇ રાભાભાઇ સોલંકી (રહે.સોનારીયા, કપડવંજ) ની સવારે વિરણીયાથી અમદાવાદ રૂટ પર નોકરી હતી....
દાહોદ: દાહોદ તાલુકાના કઠલા ગામેથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ એક દંપતિ પૈકી મહિલાના ગળામાંથી મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ અજાણ્યા ચોર...
સુરત: સચિન GIDCની 18 મિલો (Mills)ની માંગણીને પગલે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન (SGTPA) દ્વારા 1 થી 30 નવેમ્બર સુધી મિલો બંધ...
સંતરામપુર : મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાની સરકારી સ્ટેટ હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ રાજય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું....
ગયા રવિવારે લખમીપુરી ખેરીમાં ખેડૂતોને કાર (Lakhmipur Kheri Case) નીચે કચડી મારી નાંખવાના કેસમાં આખરે 6 દિવસ બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો...
આણંદ : કરમસદ ખાતે દેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ બીજા દિવસે આણંદમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ત્રાટકીને બ્રાન્ડેડ કંપનીની...
દાહોદ: દાહોદના રેલ્વે સ્ટેશન રોડ ખાતે હીટ એન્ડ રન કેસની ઘટના બનવા પામી છે જેમાં રાત્રીના સમયે ફુટપાટ પર મીઠી નિંદર માણી...
દાહોદ: દાહોદ શહેરમાં યાદગાર ચોક ખાતે આવેલ એક ટુર એન્ડ ટ્રાવેલ્સની દુકાનમાં અવૈધ રીતે રેલ્વેની ટીકીટનું વેચાણ થતું હોવાની માહિતી અપરાધ શાખા...
સામ્યવાદી ચીનની જમીનભૂખની કોઈ સીમા નથી. ૧૯૫૦ ના દાયકામાં ચીને કોઈ પણ જાતના યુદ્ધ વિના તિબેટનો કબજો લઈ લીધો હતો. તિબેટના લોકો...
ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ખેડૂત આંદોલનમાં થયેલી અશાંતિ દરમ્યાન મંત્રી પુત્રે આડેધડ ગાડી ચલાવી જીવલેણ અકસ્માતો કર્યા. વાતાવરણ ગરમ છે. ઉત્તર પ્રદેશ સરકાર...
જગતમાં એવા માણસો છે કે જેમને અજ્ઞાનને લીધે વસ્તુને પારખતાં આવડતું નથી. એવા માણસોના હાથમાં સારી વસ્તુ જઇ પડે તો તેની કોડીની...
જળ એ જ જીવન છે. પાણી વગર આપણું જીવન શકય જ નથી. એ વાત આપણે બધા જાણીએ જ છીએ. પરંતુ શું આપણે...
સફળ અને સુખી વ્યક્તિનાં જીવનનાં રહસ્ય એક ચિંતકે અનેક અનુભવ પરથી તારવેલું સત્ય રજૂ કરું છું. સુખી અને સફળ વ્યક્તિ હંમેશા વિચારે...
દિક્ગજ : દિશાઓ ગજવનાર – આજકાલ દિગ્ગજ શબ્દનો ઉપયોગ વારંવાર થાય છે. કોરોના મહામારી દરમિયાન અનેક ક્ષેત્રની ઘણી વ્યકિતઓ મૃત્યુ પામી છે....
મોબાઈલ કંપનીઓ ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ નેટવર્કની બાબતમાં વાસ્તવિકતા કંઈ જુદી જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતમાં ડીજીટલ ઈન્ડિયાના...
એક નાનકડું કુટુંબ …પતિ પત્ની અને બે બાળકો …..રાઘવ અને રીમા અને તેમનાં બે સંતાન કિયાન અને ક્રિષા…..મધ્યમવર્ગીય પરિવાર ..નાનકડું પણ સુંદર...
એનસીબી (NCB)ના પંચનામા અનુસાર, આર્યન ખાને (Aryan khan) એનસીબીના અધિકારીઓ સમક્ષ સ્વીકાર્યું છે કે તે ચરસ (Charas)નું સેવન કરે છે અને તેનો...
૧૯૩૧ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાર્ષિક સભા કરાંચીના બંદર શહેરમાં યોજાઇ હતી. વલ્લભભાઇ પટેલ પ્રમુખપદે ચૂંટાયા હતા. પોતાની પ્રવચનના પ્રારંભમાં જ વલ્લભભાઇ...
રાજકારણને ઘણી વાર શકયની કલા કહેવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં અશકયની કલા પણ કહેવામાં આવે છે કારણ કે સત્તાની શોધમાં સાહસિક...
યુપીમાં ભાજપની સરકાર બની અને તેના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની વરણી થયા બાદ યોગી આદિત્યનાથ દ્વારા પ્રદેશમાં ભારે કડક વલણ અપનાવવામાં આવ્યું...
આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં ફરીથી વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી બનશે , તેવો વિશ્વાસ કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે વ્યકત્ત કર્યો હતો. નવરાત્રીના...
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં સોસાયટી- ફ્લેટમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ અમદાવાદમાં એસજી હાઈવે પર એક હોલમાં ગેટ ટુ ગેધરના...
કેનેડામાં કરુણ અંત: 21 દિવસ બાદ બોરસદની વિધિ મેઘાનો મૃતદેહ વતન પરત ફરશે
‘મેં યુસુફ પઠાણ સાથે વાત કરી નથી’: મમતા બેનર્જી વતી સંપર્કના દાવા અંગે સૌરવ ગાંગુલીની સ્પષ્ટતા
યુદ્ધ અને મોંઘા ઈંધણની અસર શિક્ષણ પર
અમદાવાદમાં નકલી ચલણી નોટોના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ- 28.94 લાખની નકલી નોટો જપ્ત- 6 આરોપીઓ ઝડપાયા
હરિદ્વારમાં ‘વેજ બિરયાની’ પર વિવાદ: વેજ બિરયાની’ નહીં, ‘વેજ પુલાવ’ લખો, સંતોની અનોખી માંગથી ચર્ચા
અમદાવાદમાં ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થતાં 18 વર્ષીય વિદ્યાર્થીનું મોત
વૈશ્વિક પરિસ્થિતિને જવાબદાર ઠેરવી ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે- કોંગ્રેસ
મોટેરામાં AMCનું બુલડોઝર ફર્યુ
આણંદના સારસા ખાતે પ્રસ્તાવિત ઇથેનોલ પ્લાન્ટનો સ્થાનિકોનો ઉગ્ર વિરોધ- પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવા માગણી – અમિત ચાવડાનો મુખ્યમંત્રીને પત્ર
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચોમાસા પૂર્વે જળબંબાકારની ભીતિ
ફાર્મા કંપનીઓ સામે EDની કાર્યવાહી મુદ્દે ‘વ્હાઇટ પેપર’ જાહેર કરવાની કોગ્રેસની માંગ
મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ચોમાસુ મોડું પહોંચ્યું, કેરળમાં વરસાદ માટે રેડ એલર્ટ
પ્રવેશોત્સવ પહેલાં પ્રાથમિક શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડવા તંત્ર સજ્જ, ભાવ વધારો નહીં : મનુભાઈ પાવરા
પ્રકૃતિ અને પત્રકારત્વ એક જ છે, પ્રકૃતિ શુધ્ધ હવા આપે છે, અને પત્રકારત્વ શુદ્ધ વિચાર આપે છે-
આતંકવાદી ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા ₹226 કરોડના ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં વધુ બે આરોપી ઝડપાયા
સેલિબ્રિટીઓ, અધિકારીઓ સાથેના ફોટા બતાવી કરોડોની ઠગાઈ કરનાર દંપતી ઝડપાયું-
વિશ્વ પર્યાવરણ દિવસે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં 7 હજારથી વધુ નાગરિકો જોડાયા, 56 ટન કચરો દૂર કરાયો
રાજ્યમાં આજથી ત્રણ દિવસ વરસાદનું યલો એલર્ટ
ઓપરેશન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ ત્રીજા દિવસે પણ યથાવત
આ વર્ષે પાઠ્યપુસ્તકોનો ભાવ વધારો નહીં થાય
ચોમાસું ગોવા સુધી પહોંચ્યું, ગુજરાતમાં 15 જૂન આસપાસ સત્તાવાર આગમનની સંભાવના
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ગરમી – બફારો યથાવત
સરકારને 1.29 કરોડનું નુકસાન પહોંચાડનાર નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ
શાળાઓમાં 1808 HTAT મુખ્ય શિક્ષકોની થશે ભરતી
સ્ટેશન બહાર કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: પિતા-પુત્રે સળિયા-લાકડીથી હુમલો કરી વિક્રેતાનું માથું ફોડ્યું
‘કોકરોચ જનતા પાર્ટી’નું દિલ્હીમાં 5 કલાકનું વિરોધ પ્રદર્શન, શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ
E85 ઇંધણ આવી ગયું છે: E20 પેટ્રોલ વાહનોનું શું થશે? પેટ્રોલિયમ મંત્રીનો જવાબ
પાંચ મહિનાની રાહ બાદ ગુજરાતને મળ્યા નવા DGP, જી. એસ. મલિક બન્યા ગુજરાતના નવા DGP
AIની જંગ હવે રોબોટ્સ સુધી પહોંચી, OpenAI અને ટેસ્લા આમને-સામને
સૂર્યકુમાર યાદવને ટીમમાંથી કેમ પડતો મૂકવામાં આવ્યો? પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યુ કારણ
સુરત : સરકારે સુસંગત નહીં હોવાનું જણાવ્યા છતાં પણ મનપા (SMC)ની ટીપી કમિટી (TP Committee)માં જાણીતા બિલ્ડર (builder) નરેશ શાહને રસ્તા (road)ની જગ્યા આપી દેતો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ જગ્યા આપી દેવા સામે આપના વિપક્ષી કમિટી સભ્ય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં પણ ટીપી કમિટીમાં તેને ધ્યાને લેવામાં આવ્યો નહોતો અને બહુમતિના જોરે દરખાસ્તને મંજૂર કરી દેવામાં આવી હતી.
પીપલોદની વર્ષ 2003માં ટીપી સ્કીમ નં.6 તૈયાર કરવામાં આવી હતી. જેમાં ફા. પ્લોટ.નં ૧૭થી ૨૦, ૨૬ થી ૨૯ તથા ફાયનલ પ્લોટ નં. ૨૧ થી ૨૫ને લાગુ ૧૨ મી. પહોળાઇના ટી. પી. રસ્તાની જમીન આ પ્લોટના માલિક જાણીતા બિલ્ડર નરેશ શાહ (વિડીયો)ને આપી દેવા માટે સુરત મહાપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ટી.પી.સ્કીમ બની ત્યારે ખાનગી પ્લોટની વચ્ચે 12 મીટરનો રસ્તો મુકાયો હતો. જમીન માલિકો બિલ્ડર નરેશ શાહ સહિતના અન્યોએ આ રસ્તો ડેડ એન્ડ હોવાથી જરૂર નહીં હોય પોતાના ફાયનલ પ્લોટ સાથે રસ્તાની જગ્યા જોડી દેવા માટે માંગણી કરી હતી તેમજ જંત્રીના ભાવે જમીન આપવા માંગણી કરી હતી.

જોકે, જે તે સમયે સરકાર દ્વારા આ રસ્તાની ફાળવણી નામંજૂર કરી દેવામાં આવી હતી. જે તે સમયે ભાજપના શાસકો દ્વારા સને 2019માં સરકારની નામંજૂરી છતાં પણ આ રસ્તાની 2985 ચો.મી. જગ્યા બિલ્ડરોને આપી દેવા માટે ઠરાવ કરી દીધો હતો. જેમાં ફાઈનલ ટીપી સ્કીમમાં વેરિએશન કરવાનો પણ નિર્ણય કરી દેવામાં આવ્યો હતો. આ ટી. પી. રસ્તા પૈકીની જગ્યાનો સમાવેશ લાગુ ૧૩ ફાઇનલ પ્લોટોમાં કરી દેવાયો છે. તેથી હવે ભવિષ્યમાં મોટું આયોજન બિલ્ડર કરી શકશે. જો કે આપના વિપક્ષી કમિટી સભ્ય દ્વારા બિલ્ડર નરેશ શાહના હિતમાં આ નિર્ણય કરાયો હોવાના આક્ષેપ સાથે લેખિતમાં વિરોધ કરી દરખાસ્ત પરત કરવાની માગણી કરવામાં આવી હતી, પરંતુ શાસકો દ્વારા મતદાન કરી બહુમતીના જોરે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
બિલ્ડર નરેશ શાહને જગ્યા આપી મનપાએ લોકોને રસ્તાનો ઉપયોગ કરતાં અટકાવ્યા છે: આપના સભ્ય
ટીપી કમિટીમાં આ રસ્તાની જગ્યાની ફાળવણી કરવાનો વિરોધ કરતાં આપના સભ્યએ જણાવ્યું હતું કે, આ રસ્તાની જગ્યાને આપી દેવા માટે સરકારમાં વારંવાર દરખાસ્ત મોકલવામાં આવી હોવા છતાં પણ તેને નામંજૂર કરી દેવામાં આવી હતી. સરકારે જે તે સમયે તેને સુસંગત નહીં હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ માલિકો દ્વારા આ જાહેર રસ્તાનો કોઈ ઉપયોગ નહીં કરતાં હોવાનું કહ્યું હતું. જ્યારે બીજી તરફ સ્થળ પર આ રસ્તાનો ઉપયોગ લોકોને કરતાં અટકાવવામાં આવ્યા છે અને હાલમાં આ જમીનનો કબજો હાલ કોની પાસે છે તે એક પ્રશ્ન છે.
સરકાર તૈયાર નહીં હોવા છતાં અને હાલમાં આ વિસ્તારમાં માર્કેટ ભાવ લાખોમાં હોવા છતાં જૂના જંત્રીના ભાવે આ મહામુલી જાહેર રસ્તાની જમીનની મફતના ભાવે લ્હાણી કરી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યાને આવકારવામાં આવી રહ્યો છે. જેથી તેનો વિરોધ કરવામાં આવ્યો છે.