Madhya Gujarat

કપડવંજમાં ડેપોના ચાલકે નશામાં બસ ચલાવતાં મુસાફરો ગભરાયાં

નડિયાદ: કપડવંજ બસ ડેપોમાં એસ.ટી.બસના ચાલક તરીકે ફરજ બજાવતા બુધાભાઇ રાભાભાઇ સોલંકી (રહે.સોનારીયા, કપડવંજ) ની સવારે વિરણીયાથી અમદાવાદ રૂટ પર નોકરી હતી. જોકે, સવારે ૧૦. 3૦ ના અરસામાં બુધાભાઇ મુસાફરોથી ભરેલી બસ લઇને કપડવંજ એસ.ટી. સ્ટેશનમાં આવ્યા ત્યારે મુસાફરોએ ડેપો મેનેજરને બુધાભાઇએ કેફી પીણું પીધું હોવાની ફરિયાદ કરી હતી. જેથી તેમને ડેપોની ઓફિસમાં બોલાવીને મેનેજર દ્વારા બ્રેથએનેલાઇઝર મશીનથી તપાસ કરવામાં આવતાં, તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી ડેપો મેનેજર મુસાફરોના જીવને જોખમમાં મૂકનાર બુધાભાઇ સોલંકીને લઇને કપડવંજ ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા બસ ચલાવી મુસાફરોના જીવને જોખમમાં નાખનાર બુધાભાઇ સોલંકી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top