Madhya Gujarat

દાહોદના કઠલા ગામેથી મહિલાના અછોડાની લૂંટ

દાહોદ: દાહોદ તાલુકાના કઠલા ગામેથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ એક દંપતિ પૈકી મહિલાના ગળામાંથી મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ અજાણ્યા ચોર ઈસમોએ સોનાની ચેઈન કિંમત રૂા.૬૫,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા.૦૬ ઓક્ટોબરના રોજ દાહોદ તાલુકાના ટાંડા ગામે ગામતળ ફળિયામાં રહેતાં છત્રસિંહ કેસરસિંહ પડવાલ અને તેમની પત્નિ કનુબેન છત્રસિંહ પડવાલ એમ બંન્ન જણા પોતાના કબજાની મોટરસાઈકલ પર સવાર થઈ બપોરના સાડા બારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન કઠલા ગામે આશ્રમ રોડ તરફથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે ત્યાં મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ અજાણ્યા ચોર ઈસમોએ કનુબેને ગળામાં પહેરે સોનાની ચેઈન કિંમત રૂા.૬૫,૦૦૦ની જાેરથી ઝાટકો મારી ખેંચી લઈ ચોરી કરી ફરાર થઈ જતાં દંપતિએ બુમાબુમ કરી મુકી હતી પરંતુ ચોર ઈસમો પકડાય તે પહેલા નાસી જવામાં સફળ રહ્યાં હતાં. આ સંબંધે કતવારા પોલીસ મથકે છત્રસિંહ કેસરસિંહ પડવાલે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Most Popular

To Top