Gujarat

હાઈપ્રોફાઈલ રેપનો મુખ્ય સૂત્રધાર અશોકના જૈનના 8 દિવસના રિમાન્ડ

વડોદરા: એલએલબીની વિદ્યાર્થીને લેન્ડ લાઈઝનીંગની ટ્રેનિંગ લેવા નોકરીએ રાખીને પાશ્વી બળાત્કાર ગુજારનાર એકાઉન્ટન્ટ અશોક જૈનને ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં રજૂ કર્યો હતો. અને 11 મુદ્દા રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માગતા ન્યાયધીશે તા.16-10 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પાલિતાણામાં પોતાના કુકર્મોના પાપ ધોવા દર્શનાર્થે જતા પૂર્વે ઝડપાયેલા અશોક આશકરણ જૈનના (29, રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા) ક્રાઈમ બ્રાંચે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ તા.7 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગે વિધિવત ધરપકડ કરી હતી. ત્યારબાદ ગોત્રી હોસ્પિટલમાં પણ મહત્ત્વના મનાતા મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ સિટની ટીમને પણ ગોળ ગોળ ફેરવતો ભેજાબાજ અશોક જૈનની ઘનિષ્ઠ પૂછપરછ અર્થે પીઆઈ વી.આર.ખેરે કોર્ટમાં સિનિયર સિવિલ જજ સમક્ષ રજૂ કરાયો હતો.

સરકાર તર્ફે ધારાશાસ્ત્રી તુષાર બારોટ હાજર રહ્યા હતા. ન્યાયધીશ સમક્ષ 14 દિવસનાના રિમાન્ડની માગણી કરતા જણાવ્યું હતું કે, દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાના નગ્ન ફોટા સેવ કરીને મોબાઈલ આરોપી પાસેથી કબજે કરવાનો છે. નીસર્ગ એપાર્ટમેન્ટમાં કાર કયા પાર્ક કરી હતી? તેમજ ઘરમાં કઈ જગ્યાએ બળાત્કાર કર્યો હતો. તેનું રીકન્સ્ટ્રકશન કરીને પંચનામું કરવાનું છે. મેડિકલ તપાસ દરમિયાન સીમેન સેમ્પલ મેળવી ના શકાતા આરોપીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનો છે.

પીડિતાના ફ્લેટની ચાવી આરોપી રાખે છે ત્યાં લગાવાયેલા સ્યાપ કેમેરા કોણે અને કોના મારફતે લગાવાયેલા છે તેમજ મેમરી કાર્ડ પણ રીકવર કરવાનું બાકી છે. બળાત્કાર સમયના ફોટા આરોપીએ કઈ રીતે પાડ્યા છે. આરોપીએ જ પીડિતાના મિત્ર અલ્પેશ વાધવાણીને ફોટા મોકલીને વાયરલ કર્યા તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? નાસભાગ દરમિયાન મુંબઈ લોનાવાલા, ગોવા હોટલ, ગેસ્ટ હાઉસ ઉપરાંત કોણે કોણે આશ્રય આપ્યો હતો. સહારા ડીલનું કામ પીડિતાને સોંપ્યું હતું તે બાબતે અલગ અલગ વ્યક્તિઓ સાથે મીટીંગ થઈ હતી.

તેમાં કોણ કોણ હતા અને ઈન્વેસ્ટરોને ખુશ કરવા જણાવતા હતા તે ઈન્વેસ્ટરો કોણ કોણ છે? પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ અલ્પુ સિંધી સાથે આરોપીનું ક્રોસ ઈન્ટ્રોગેશન બાકી છે. ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ હોવાના કારણે આરોપી પોલીસ કાર્યવાહીથી સંપૂર્ણ માહિતગાર છે તેથી સત્ય હકીકત જણાવવાને બદલે એક જ વાતને વળગીને ગોળ-ગોળ જવાબ આપે છે. પચાવ પક્ષ અને સરકાર તર્ફેના બંને ધારાશાસ્ત્રીઓની ધારદાર દલીલો સાંભળ્યા બાદ ન્યાયધીશે ગુનાની ગંભીરતા ધ્યાને લીધી હતી. આરોપી અશોક જૈનના તા.16-10-21 સુધીના રિમાન્ડ મંજૂર કરીને પોલીસ કસ્ટડીમાં સોંપતા વધુ તપાસનો હુકમ કર્યો હતો.

બળાત્કારી અશોક સ્પર્મ ટેસ્ટમાં નિષ્ફળ

અઢળક ધનવૈભવમાં આળોટતા માલેતુજાર ચાર્ટડ એકાઉન્ટ અશોક જૈનને ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. તબિબોએ બ્લડ વાળ સેમ્પલ લીધા હતા. અને બ્લડપ્રેશર તપાસની બાદ સ્પર્મનાનમૂના લેવા માટે બે થી ત્રણ કલાક મહેનત કરવા છતાં સંપૂર્ણ નિષ્ફળતા સાંપડી હતી. દુષ્કર્મ કેસના સુત્રધાર અશોક જૈનને આયાધુનિક તપાસાર્થે ક્રાઇમબ્રાંચ અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં લઇ જશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ક્રાઇમબ્રાંચ 7 માસથી વોન્ટેડ અલ્પું સીંધીની પાછળ પડી

વરણામાં અને વારસિયાના દારૂના કેસમાં સાત માસમાંથી વોન્ટેડ કુખ્યાત બૂટલેગર અલ્પેશ વાઘવાણી ઉર્ફે અલ્પંુ સીંધીનું નામ હાઇપ્રોફાઇલ બળાત્કારના કેસમાં ખુલતા જ આખી ક્રાઇમબ્રાંચ તુરંત શોધ ખોળ કરવા મચી પડી હતી. તે બાબતે શહેરમાં એવું ચર્ચાઇ રહ્યું છે. કે આ જ પોલીસ તંત્રપ આરોપીઓ ગુના આચરીને ફરાર થઇ જાય છે ત્યાર બાદ તુંરત પોલીસ એક્શનમાં  કેમ આવતી નથી ? આટલી ઉત્સુકતા કેમ દાખવતી નથી ? આવા નામચીન આરોપીઓ સામે તુરંત કેમ કડકાઇ પૂર્વક કામગીરી હાથ ધરવામાં પાછી પાની કરાય છે. ? પીડીતા સંપૂર્ણ રીઠબળ આપીને બળાત્કારની કેસમાં ભેદી ભૂમિકા ભજવનાર અલ્પું સિંધી પણ ગુનો નોંધાતા ફરાર થઇ ગયો હતો. સુત્રચાર અશોક અને સાગરીત રાજુ ભટ્ટની વગ અને રાજકીય અગ્રણીઓ સાથેની મજબૂત સાંઠગાંઠ તો છે. પરંતુ અલ્પું સિંધી જે રીતે ફરાર થઇને ક્રાઇમબ્રાંચનું ચીરહરણ કરી રહ્યો હતો. જોતા સીટની આખી ટીમ પણ પોલીસની આબરૂ બચાવવા કોઇ પણ ભોગે અલ્પુ સીંધીને ઝબ્બે કરવા એટી ચોટીનું જોર લગાવી દિધું હતું.

મોબાઈલ બોલશે કે કલીપીંગ બનાવનાર કોણ?

હાઈપ્રોફાઈલ કેસમાં અત્યંત મહત્વનો પુરાવો મનાતા મેમરી કાર્ડ અંગે અનેક અટકળો વહેતી થઈ રહી છે. જોકે અલગ અલગ કંપનીઓ પોતાની મોનોપોલી જાળવવા મહદઅંશે લેટેસ્ટ ટેક્નીકલ ખુબીઓ ઉમેરતી રહે છે. સ્પાય કેમેરાના એક નિષ્ણાંત તજજ્ઞએ જણાવ્યું હતુ કે આજના હાઈટેક સમયમાં સ્પાય કેમેરા પણ હાઈટેક બનવા માંડ્યા છે. સ્પાય કેમેરા ગુપ્ત સ્થળે ફીટ કરાવ્યા બાદ તેની કનેક્ટીવીટી સીધી મોબાઈલમાં કરી દેવાથી ડીવીઆર કે મેમરી કાર્ડની જરૂર જ પડતી નથી. ર૪ કલાક કાર્યરત કેમેરાની તમામ હિલચાલ મોબાઈલમાં કંડારાઈ પણ જાય છે અને સીધુ રેકોર્ડિંગ પણ થઈ શકે છે. 

જો ખરેખર મેમરી કાર્ડ વગરનો સ્પાય કેમેરો પીડીતાના ફલેટમાં ફીટ કરાયો હશે તો અત્યંત પીચેદો મુદ્દો એ ઉભો થાય છે કે હવે ક્રાઈમબ્રાંચને મેમરી કાર્ડ શોધ-ખોળ ના બદલે કનેક્ટ થયેલો મોબાઈલ શોધવાની કવાયત હાથ ધરવી પડશે. ગુનામાં સંડોવાયેલા તમામના મોબાઈલ કબજે કરીને અત્યંત ગહન ટેક્નીકલી તપાસ હાથ ધરાતા જ મોબાઈલ વીડીઓ રેકોર્ડિંગ કરનાર ભેજાબાજ આબાદ સકંજામાં આવી જ જશે. કારણ કે અત્યારે તો રાજુ ભટ્ટ, અશોક જૈન, અલ્પુ સીંધીમાંથી કોઈનુ નામ મરી પાડવા તૈયાર નથી. તેમના મોબાઈલ જ આખરે બોલી ઉઠશે કે ખરેખર દુષ્કૃત્યનું રેકોર્ડિંગ કોલ કર્યું છે.

Most Popular

To Top