Fashion

સાડીમાં સ્લિમકેવી રીતે દેખાશો?

મહિલાઓમાં પાર્ટી, લગ્નપ્રસંગ કે અન્ય કોઈ ખાસ પ્રસંગે સાડી પહેરવાનો એક અલગ જ ક્રેઝ દેખાય છે. સામાન્ય રીતે તો સાડી દરેક જ બોડી ટાઈપ પર સારી લાગે છે પરંતુ કેટલીક સાડીઓની ડિઝાઈન અને ફેબ્રિક એવાં હોય છે જે તમને વધારે ફેટી દર્શાવે છે. ત્યારે પ્લસ સાઈઝ મહિલાઓએ સાડી સ્ટાઈલ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. જેથી લુક વધુ એલિગન્ટ દેખાય. સાડીમાં પાતળા દેખાવા માટેની ટિપ્સ જોઈએ..

પ્રિન્ટ
જો તમે પ્લસ સાઈઝ હો તો સાડી પસંદ કરતી વખતે પ્રિન્ટ પર ખાસ ધ્યાન આપો. નાની પ્રિન્ટની સાડી જ ખરીદો કારણ કે મોટી પ્રિન્ટવાળી સાડી શરીરને વધુ ફેલાવેલું અને ભરાવદાર દર્શાવે છે. નાની પ્રિન્ટ સ્લિમ લુક આપે છે.
કલર
વધુ વજન હોય તેમણે લાઈટને બદલે ડાર્ક કલરની સાડી પસંદ કરવી જોઈએ. ડાર્ક કલરની સાડીમાં વજન છુપાઈ જાય છે અને યુવતી વધુ સ્લિમ દેખાય છે. જો તે લાઈટ કલરની સાડી પસંદ કરે તો વજન વધુ દેખાય છે.
સ્લીવ્સ


સાડીમાં પાતળા દેખાવા માટે તમારે તેના બ્લાઉઝનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્લસ સાઈઝવાળી મહિલાઓ લાંબી સ્લીવ્સનું બ્લાઉઝ પહેરે તે સલાહભર્યું છે. એનાથી હાથ પર જામેલી એકસ્ટ્રા ફેટ દેખાશે નહીં અને તમે પાતળા દેખાઈ શકો છો.
બ્લાઉઝ
સૌથી પહેલાં તો યોગ્ય માપનું બ્લાઉઝ પસંદ કરવું બહુ જરૂરી છે. જો તમે પાતળા દેખાવા ઈચ્છતાં હો તો V નેક બ્લાઉઝ પસંદ કરો કારણ કે જો તમે હેવી બ્લાઉઝ પહેરશો તો સાડીનો લુક સારો લાગશે નહીં. પ્લેન કાપડનું V નેક બ્લાઉઝ સાથે સાડી પહેરો.
સાડી ડ્રેપિંગ
ઘણી વાર પ્લસ સાઈઝ મહિલાઓ સાડીમાં પાતળા દેખાવાના ચક્કરમાં સાડી ઘણી ઢીલી બાંધે છે પરંતુ આવું કરવું ન જોઈએ. એનાથી એ વધુ ભરાવદાર દેખાય છે. શરીર સાથે સાડી ટાઈટ બાંધવાથી સ્લિમ લાગી કાય છે.
પ્લીટ્સ
જો તમે ઓરગેન્ઝા સાડી પસંદ કરતાં હો અને નાની નાની પ્લીટ્સ વાળતાં હો તો સાડી ફૂલેલી દેખાય છે અને તમે પણ સ્થૂળ દેખાવ છો. મોટી મોટી પ્લીટ્સ વાળો એનાથી તમે પાતળા દેખાશો. હિપ્સ પાસે પણ ચપટી ન લો. એને પ્લેન જ રાખો. એનાથી કમર પાતળી દેખાશે.


ડિઝાઈન
સ્થૂળ મહિલાઓ ઝાલર (ફ્રીલ) કે રફલ ડિઝાઈનવાળી સાડી ટ્રાય કરી શકે. આજકાલ એની ફેશન પણ છે. બોર્ડર પર જ ઝાલર હોય એવી સાડી પસંદ કરો.
હેર સ્ટાઈલ
જો તમે સાડીમાં વજન ઓછું બતાવવા માંગતાં હો તો તમારે હેરસ્ટાઈલ પર પણ ધ્યાન આપવું જોઈએ. સિમ્પલ સાડી પહેરતાં હો તો સાઈડ હેર સ્ટાઈલ, ઓપન હેર સ્ટાઈલ કે લો મેસી બન રાખી શકો.
હેન્ડબેગ
તમે સિમ્પલ, ક્યુટ કે નાની હેન્ડબેગનો ઉપયોગ કરી શકો. જો બેગ કાંડા પર રાખશો તો એ સાડી સાથે સ્ટાઈલિશ લાગશે.
હિલ્સ
ખૂબસૂરત લુક માટે તદ્દન ફલેટ અને વધારે હિલ્સ પણ પહેરો નહિ. ઓછી હિલ્સ ખૂબસૂરત લાગે છે અને સાડીનો લુક વધારે સ્ટાઈલિશ લાગે છે.

Most Popular

To Top