Vadodara

…ચેરમેન પી ને પડેલા હશે: મધુ શ્રીવાસ્તવનો બેફામ વાણી વિલાસ

વડોદરા : દૂધ ઉત્પાદકોને ભાવ ફેરના 27 કરોડ આપવાના નિર્ણય માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના અભિવાદન કાર્યક્રમ માં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયાના ઇન્ટરવ્યૂ દરમિયાન વિવિક ચૂક્યા હતા અને ડેરીના ચેરમેન દારૂ પી પડ્યા હશે તેવું વિવાદિત નિવેદન કરતા રાજકીય મોરચે પણ ગરમાવો આવી ગયો છે. બરોડા ડેરીમાં ભાજપના ધારાસભ્યો અને બરોડા ડેરીના સંચાલકો વચ્ચે દૂધ ઉત્પાદકોના ભાવફેર આપવાના મામલે ભારે ખેંચતાણ ચાલી હતી ભાજપનો આ વિખવાદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના દરબારમાં પહોંચ્યો હતો.

જ્યાં સીઆર પાટીલે પશુપાલકના હિતમાં માર્ચ 2022 સુધી 27 કરોડ નો ભાવ ફેર દૂધ ઉત્પાદકોને ચૂકવી દેવાનો નિર્ણય કરી ભાજપના ધારાસભ્ય અને ડેરીના સંચાલકો વચ્ચે સમાધાન કરાવ્યું હતું જોકે બરોડા ડેરીના સત્તાધીશોમાં ૨૭ કરોડના ભાવ ફેર આપવાના મુદ્દે ક્યાંકને ક્યાંક કચવાટ દેખાયો હતો પશુપાલકોને  ૨૭ કરોડ આપવાનો નિર્ણય લેવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર સી આર પાટીલ નું ભાજપ ધારાસભ્ય અને પશુપાલકો તરફથી અભિવાદન કરવામાં આવ્યું હતું જે  કાર્યક્રમમાં ડેરીના ચેરમેન દીનુમામા અને ઉપપ્રમુખ જી બી સોલંકી આવ્યા ન હતા.

 અભિવાદન સમારોહ બાદ વાઘોડિયાના ધારાસભ્ય  મધુ શ્રીવાસ્તવ મીડિયાના સવાલનો જવાબ આપતા દીનુમામા કેમ ગેર હાજર છે તે પ્રશ્ન નો જવાબ આપતા  કહ્યું હતું કે  ચેરમેન કદાચ પી  પડેલા હોય..મધુના  નિવેદનને લઇ રાજકીય મોરચે વિવાદ સર્જાઈ શકે  છે. મધુ શ્રીવાસ્તવ આટલેથી ન અટકતા એમ પણ કહ્યું હતું કે ૨૭ કરોડ નો હિસાબ એડજસ્ટ કરવા લાગ્યા હોય એમ પણ લાગે છે.  મધુ શ્રીવાસ્તવ ના બેફામ નિવેદન બાદ ભાજપમાં જ ભારે ગણગનાટ  શરૂ થયો છે બરોડા ડેરી પ્રમુખ પી પાડયા હશે તેવા નિવેદન સામે ભાજપમાં જ આંતરિક રોષ જોવા મળી રહ્યો છે મધુના આ નિવેદન બાદ ભાજપમાં ચાલતો આંતરિક ડખો વધશે તેમ મનાય છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના સમાધાનકારી પ્રયાસો પર મધુ શ્રીવાસ્તવનો વાણીવિલાસ  પાણી ફેરવી દે તેમ પણ મનાય છે દિનુમામા પણ  આ નિવેદન બાદ ચૂપ નહિ બેસે  તેમ લાગે છે ત્યારે આવનારા દિવસમાં ડેરીમાં ફરી તલવારો ખેંચાય તો નવાઈ નહીં.

સમારોહમાં ડેરી પ્રમુખ-ઉપપ્રમુખ ગેરહાજર

ડેરીના દૂધ ઉત્પાદકો દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો અભિવાદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ડેરી સામે મોરચો માંડનાર તમામ ધારાસભ્યો થી માડી સાંસદ અને ભાજપના નેતાઓ આગેવાનો હાજર રહ્યા હતા પરંતુ દૂધ ઉત્પાદકોના આ કાર્યક્રમમાં બરોડા ડેરીના પ્રમુખ દીનુમામા તેમજ ઉપપ્રમુખ જી બી સોલંકી નદારદ જોવા મળ્યા હતા જે સાથે ગણગણાટ શરૂ થયો હતો 27 કરોડ નો ભાવ ફેર પશુપાલકોને આપવાની હામી ભર્યા બાદ હજુ પણ ડેરી સત્તાધીશોમાં ૨૭ કરોડ આપવા મુદ્દે સંકલન લાગતું નથી તેમજ સમાધાન પછી પણ ધારાસભ્યો અને ડેરી સત્તાધીશોએ વચ્ચે સબ સલામત હોય તેમ દેખાતું  નથી ત્યારે  જિલ્લા ભાજપના મોટા ગજાના નેતાઓ વચ્ચે ફરી એકવાર રાજકીય શીતયુદ્ધ થાય તેવા એંધાણ ચોક્કસ દેખાઈ રહ્યા છે.

બરોડા ડેરી 27 કરોડ એડવાન્સ પેટે આપશે

બરોડા ડેરીએ  ચાલું વર્ષે 622 રૂપિયા કિલો ફેટે આપ્યા હતા. જેમાં 25 રૂપિયા ડેરીએ જમા  રાખ્યા હતા. અને વર્ષના અંતે 38 રૂપિયાની ચુકવણી કરી ભાવ ફેરની  રકમ સાથે કિલો ફેટે 685ની ચુકવણી કરી હતી. સહકારી કાયદા મુજબ એક વાર AGMમાં હિસાબો મંજુર થઈ ગયા બાદ પાછલા વર્ષમાં એક રૂપિયાની ચુકવણી શક્ય નથી. જેથી હાલ ચુકવવાની જાહેરાત કરાયેલા 27 કરોડ ચાલું વર્ષમાં ઉપાડ પેટે આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે બરોડા ડેરીના તમામ  દૂધ ઉત્પાદકો જાણે છે કે દિવાળીના મહિનામાં બરોડા ડેરી એક મહિનાના રૂપિયાના 90 ટકા સુધીનું એડવાન્સ આપે છે.

Most Popular

To Top