Vadodara

લોકોને પાઠ ભણાવતા સરકારી બાબુઓની કચેરીઓ જ ઢંગધડા વગરની, જુઓ કેવી છે હાલત

વડોદરા: ગામ આખાને સ્વચ્છતા અને નિયમ પાલન માટે દંડ કરતા વડોદરાના સરકારી તંત્રની કચેરીઓ જ રામભરોસે ચાલે છે અને કેટલીક કચેરીઓ તો ખંડેર જેવી થઈ ગઈ છે. જુઓ ગુજરાતમિત્ર નો આંખ ઉઘાડનારો અહેવાલ.

વડોદરા મહાનગર પાલિકા માં અંધેર નગરી ગાંડું રાજા જેવી હાલત

વડોદરા મહાનગર પાલિકા માં સત્તાધીશો,વિરોધપક્ષ અને અધિકારીઓ એક બીજા પર હર હંમેશ આક્ષેપો કરતા જોવા મળે છે . હમણાં પાચ દિવસ પહેલાના ગુજરાતમિત્રમાં તમે એક સમાચાર વાંચ્યા હશે કે એક વેપારી ને ગંદકી કરવાના મુદ્દા પર વડોદરા મહાનગર પાલિકા દ્વારા દંડ કરવામાં આવ્યો હતો .પણ મહાનગર પાલિકા ની કચેરી જ્યા મેયર , ડેપ્યુટી મેયર, સત્તાધારી ,વિપક્ષ અને અપક્ષ ના હોદ્દેદારો સાથે સ્ટેન્ડિંગ કમિટ ના ચેરમેન સહિત મોટા અધિકારીઓ બેસતા હોય છે. ત્યારે વી એમ સી ની કચેરીમાંજ ગંદકી નું સામ્રાજ્ય ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. કોર્પોરેશને ની અગાસી મતો પાર્ટી થતી હોય એવા પુરાવા પણ મળેલ છે. ખાલી બિયર ના ટીન પણ જોવા મળે છે. જ્યાં ટીડીઓનિ ઓફીસ છે ત્યાં બહાર પોતાના કામ માટે આવેલ નાગરિકો ની બેસવાની સુવિધા છે, એ બાકડા ની પાછળ લગભગ એક ટન જેટલો કચરો પડેલો જોવા મળે છે. જ્યાંથી મચ્છર ઉત્પન્ન થાય અને ગંદકી જોવા મળે છે. દુર્ગંધ અધિકારીઓને પણ કેમ નથી આવતી એ સમજાતું નથી. પોતાના વાહીવટો માંથી ફુરસત મળે તો આ ગંદકી તરફ ધ્યાન જાય ને. આ જોઈ ને તો લાગે છે કે માત્ર પોતાના લાભ માટે એસી ઓફીસનો ઉપયોગ થતો હોય અથવા કરતા હોય.
સ્વચ્છતા માટે કોર્પોરેશન ખૂબ અને લાખ્ખોની જાહેરાત કરતી હોય છે અને ગંદકી કરનાર ને દંડ પણ કરવામાં આવતો હોય છે. ત્યારે કોર્પોરેશનને કોણ દંડ કરશે એ મુખ્ય સવાલ છે. અમે જ્યારે આ વાત કોર્પોરેશન માં કામ કરતા વ્યક્તિ ને પૂછ્યું તો કહે રહેવા દો સાહેબ અહી કોઈ ને કાઈ કેવાજેવું નથી. અમારી નોકરી જતી રહેશે અને કામ પણ નહીં થાય. અમે પૂછ્યું કેમ આમ બોલો છો તો તેઓએ જણાવેલ કે ઢોર શાખા માં કોન્ટ્રાક્ટ પર કામ કરતા એ વ્યક્તિ એ અવાજ ઉઠયો તો એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો માટે અહી જેમ ચાલે છે એમ ચાલવા દેવાનું બાકી બધું રામ ભરોસે એમ કહી તેઓ એ વાત પૂરી કરી નાખી.
કેહવાનું માત્ર એટલુજ છે કે કોર્પોરેશન દ્વારા થતી આ ગંદકી નું જવાબદાર કોણ?

નર્મદા ભુવનની કચેરીઓમાં સ્લેબના ગાબડાં પણ ઉખડી ગયા ગમેત્યારે કોઈ મોટી ઘટના બને એવા હાલ …

વડોદરા ના જનસેવા કેન્દ્ર એટલે નર્મદા ભુવન. જ્યા વડોદરા શહેર અને જિલ્લાના હજારો લોકો પોત પોતાના કામ જેમકે આધાર કાર્ડ, આવક નો દાખલો , ખેડૂતો પોતાના ૭/૧૨ , જોઇતા જરુરી દાખલ અને અગત્યના દસ્તાવેજ ની નકલ અને અસલ માટે આવતા હોય છે. આમ જોવા જઈએ તો નર્મદા ભુવન એ વડોદરા અને વડોદરા જિલ્લા માટે હૃદય સમાન છે. જો નર્મદા ભુવન માં એક દિવસ સિસ્ટમ બંધ રહે તો સમજો લાખો લોકો ને નુકશાન સાથે લાખોનું નુકશાન થાય એ છે . વડોદરા ના નર્મદા ભુવન માં ગણી બધી વ્યવસ્થા એવી છે જેમાં અસંધારા, ચૂંટણી લક્ષી, જમીન પર કબજો, દસ્તાવેજો, જેવા અને કામો ને ન્યાય આપવા માટે કલેક્ટર કક્ષા ના અધિકારીઓ ની કચેરી અને ઓફિસો આવેલી છે.
નર્મદા ભુવન કાયમ ચર્ચા માં રહ્યું છે ત્યારે આજે ગુજરાતમિત્ર તમને નર્મદા ભુવન ની હકીકત બતાવવા જઈ રહ્યું છે.
નર્મદા ભુવન ની કચેરીઓ માં સ્કેબના ગાબડાં પડી ગયા છે. તિરાડો પડી ગઈ છે તો ક્યાંક સળિયા બહાર આવી ગયા છે. ક્યાંક પાણી લીકેજ તો ક્યાંક ગંદકી.
આ બધું જોયા પછી એમ થાય છે કે સત્તાધીશો ને સત્તાનો એવો નશો છે કે કોઈ મોટી હોનારત થાય પછી નશો ઉતરશે. કે પછી એ સમય ની રાહ જોવાઇ રહી છે કે મોટી હોનારત થાય અને બચાવ કામગીરી ના ભાગ રૂપે ફોટા પડાવી ને ખબર માં રહેવાય.
આ નેતા ઓ ને ક્યાં કોઈ દસ્ત્વેજ ની જરૂર છે કે એ પોતે વર્ષ માં એક વાર પણ આ સરકારી કામ કાજ કરતું નર્મદા ભુવન માં જોવા જાય એમને તો માટે પોતાના કામ સિવાય પ્રજા માટે ક્યાં સમય છે.
નાગરિકો ને અમે અપીલ કરીએ છે કે કામ માટે નર્મદા ભુવન જાવ પરંતુ પોતાનું ધ્યાન જાતેજ રાખવું પડશે .
નર્મદા ભુવન ની આ દયનીય અને ખસતા હાલત પર જો કોઈ ધ્યાન આપે તો મોટી જાનહાનિ થતી બચે.

વડોદરા ની નવી બનેલી કલેક્ટર કચેરી બન્યા પછી જૂની કલેકટર કચેરી ની સામે કોઈ જોવા તૈયાર નથી.
વડોદરા ની એતિહાસિક ગણાતી રાવપુરા કલેક્ટર કચેરી જ્યા રોજ વડોદરા ના વિકાસની રણનીતિ અને હજારો લાખો લોકો ને ન્યાય આપવાની કામ કરી ને ઊંચું સ્થાન મેળવેલ એવી વડોદરા રાવપુરા કલેકટર કચેરી વર્ષો સુધી કાર્યરત રહી ને વડોદરા નું નામ ઊંચું કર્યું છે. કેટલાય આઇ એસ આવ્યા એને કેટલાય મહત્વના ચુકાદા થયા. એજ વડોદરા રાવપુરા સ્થિત આવેલી હવે કહેવતી જૂની કલેકટર કચેરી ની હાલત ખુબ ખરાબ જોવા મળી રહી છે.
આજે ત્યાં કોઈ સાખ સાંભળ માટે કોઈ ને રસ પણ નથી લેતું. જ્યાં જોવો ત્યાં કચરા ના ઢગલા અને ખાવાનું કે નાસ્તો કરી ને પ્લાસ્ટિક ની થેલી પણ કલેકટર કચેરી ના દરવાજા પાસે પડેલી જોવા મળી રહી છે. આજે આ કલેકટર કચેરી ને ન્યાય આપતા જોઈ છે ત્યારે આ કલેકટર કચેરી ને ન્યાય કોણ આપશે. સ્વચ્છ ભારત ની વાતો અહી ખોખલી સાબિત થાય છે. અને કચેરી પોતાનું વર્ચસ્વ પાછું માંગતી હોય એવું લાગે છે.
કેટલાય લોકો જ્યા ન્યાય માટે જુલૂસ કે સંખ્યા માં કલેક્ટર ને ન્યાય મળે તે હેતુ થી આવેદન આપવામાં આવતા . કેટલાય સાસક અને વિપક્ષી નીતાઓ પોતાના મતલબ નું અને ફાઈલો પાસ કરાવવા આજ કલેકટર કચેરી એ આવતા અને પોતાના કામ કઢવવા કલ્લાકો સુધી એસી માં બેસી કલેકટર જોડે ચર્ચા પણ કરતા અને પોતાનું કામ પણ કરાવતા. આજે નથી સત્તાધીશો ને નથી પડી કે નથી વિપક્ષ ને પડી. આજે માટે પોલિટીક્ષ રમવામાં અને મતલબ ના કામ કર્યા સિવાય કોઈ ને રસ નથી રહ્યો. આ જોતા એવું લાગી રહ્યું છે કે જૂની કલેક્ટર કચેરી નો વહીવટ માં લાભ નથી માટે કાળજી રાખવા માટે એક વ્યક્તિ પણ નથી.
હા એ વાત અહી સાબિત થાય છે કે …
નવી મળે તો જૂની ને કોણ પૂછે …

Most Popular

To Top