Comments

કિસાનોના સરદાર

૧૯૩૧ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાર્ષિક સભા કરાંચીના બંદર શહેરમાં યોજાઇ હતી. વલ્લભભાઇ પટેલ પ્રમુખપદે ચૂંટાયા હતા. પોતાની પ્રવચનના પ્રારંભમાં જ વલ્લભભાઇ પટેલે કહ્યું કે તમે કોઇ પણ ભારતીય ઝંખે તે સર્વોચ્ચ પદ પર એક સામાન્ય ખેડૂતને બેસાડયો છે. હું જાણું છું કે પ્રથમ સેવક તરીકે તમે મારી કરેલી પસંદગી મેં જે કંઇ નાનું કામ કર્યું હોય તેને માટે નથી પણ ગુજરાતે જે આશ્ચર્યકારક બલિદાન આપ્યું છે તેની માન્યતા આપવા આ કર્યું છે. આપની ઉદારતાને કારણે ગુજરાત આ સન્માન માટે અગ્રેસર બન્યું છે પણ સત્ય એ છે કે દરેક પ્રાંતે આધુનિક કાળમાં જોઇને જાગૃતિના સમયમાં પોતાનાથી બનતું બધું જ કર્યું છે.

Sthayi Bandobast - Permanent Settlement - History Flame

૧૯૩૧ માં કોંગ્રેસ ચાર દાયકાથી પણ વધુ સમયથી અસ્તિત્વમાં હતી. છતાં આ સમય સુધીમાં તેણે કયારેય ખેડૂતના ઘરમાં જન્મેલી વ્યકિતને સંગઠનના વડા તરીકે બેસાડયા નહતા -‘ભારત ગામડાંઓમાં વસે છે’ એવું ગાંધીજી છાતી ઠોકીને કહેતા હતા છતાં! કોંગ્રેસના તમામ ભૂતપૂર્વ પ્રમુખો શહેરી હતા. વલ્લભભાઇ પટેલ પ્રથમ એવા મોટા સ્વાતંત્ર્ય સેનાની હતા જે, ગ્રામીણ પશ્ચાદ્‌ભૂમાંથી આવતા હતા અને તેમણે રાષ્ટ્રીય મંચ પર આવી ખેડૂતોમાં ચેતના જગાવી. સરદાર પટેલના ઇતિહાસમાં પ્રદાન વિશે તાજેતરમાં જે ચર્ચા થાય છે તેમાં દેશી રજવાડાંઓના વિલીનીકરણ અને આઝાદી પછી અને ભારતના વિભાજન પછી રાષ્ટ્રીય એકતાના સંવર્ધનમાં તેમની ભૂમિકા મોખરે રહે છે.

અલબત્ત આ પ્રદાન નાનું ન હતું પણ એક ખેડૂત સંગઠક તરીકેની તેમની ભૂમિકાની બાદબાકી કરવી એ દયાપાત્ર બની રહેશે. ખરેખર વલ્લભભાઇ પટેલ જ આજે પણ કિસાનોના સરદાર તરીકે સૌથી સંબધ્ધ લાગે છે, – ખાસ કરીને ઉત્તર ભારતમાં મોદી સરકાર સામે આજે એક વર્ષથી વધુ સમયથી ખેડૂતો સત્યાગ્રહ કરી રહ્યા છે ત્યારે. ૧૯૨૮ માં વલ્લભભાઇ પટેલના આયોજન અને નેતૃત્વ હેઠળ થયેલા બારડોલી સત્યાગ્રહે ખેડૂતોના આત્મસન્માન માટે શકિત અને અહિંસાનું મકકમતાપૂર્વક પ્રદર્શન કર્યું હતું.

સત્યાગ્રહના એક માસમાં સરદાર પટેલે જે આગઝરતું પ્રવચન કર્યું તે આજે પણ એટલું જ દાહક છે: ‘તમે શેનાથી ડરો છો? જપ્તીથી? તમે લગ્ન સમારંભોમાં હજારો રૂપિયા વેડફો છો તો સરકાર બસો -પાંચસોનો માલ લઇ જાય તેની ચિંતા શા માટે કરો છો? આ લડતમાં પાંચ હજાર ઘેંટા હોય તેનાં કરતાં મરવા માટે પાંચ માણસો હોય તે વધુ સારું છે. બીજા એક પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે સરકારે ખેડૂતોને દબાવવા સ્ટીમ રોલર રાખ્યું છે. ત્રીજા એક પ્રવચનમાં પટેલે કહ્યું કે સરકાર તરફી એક અખબાર કહે છે કે ગુજરાત ગાંધીજવરથી પીડાય છે. આપણે  આશા રાખીએ કે બધાને ગાંધીજીનો તાવ આવે!

૧૯૨૮ ના એપ્રિલના છેલ્લા સપ્તાહમાં ‘બોમ્બે ક્રોનિકલ’ અખબારે હેવાલ આપ્યો હતો કે વરાડમાં ગઇ રાતે ખેડૂતોની મળેલી બેઠકમાં વલ્લભભાઇ પટેલ પ્રત્યે અહોભાવ અને પૂજય ભાવ જોવા મળ્યો હતો. ખાદીધારી સ્ત્રીઓ સૂતરનો હાર અને સાથે ફૂલ, શ્રીફળ, કંકુ અને ચોખા લઇને હારબધ્ધ રીતે આવીને સરદારનું સ્વાગત કરતી હતી. આંદોલનને અનુરૂપ બનાવાયેલા દેશભકિતનાં ગીતો ગૂંજતાં હતાં અને ૨૫૦૦ થી વધુ લોકોની સભામાં ૫૦૦ થી વધુ સ્ત્રીઓ સફળતા માટે ભગવાનના આશીર્વાદ માંગતી હતી. ઓગસ્ટના અંકમાં આ જ અખબારે સત્યાગ્રહીઓ અને સરકાર વચ્ચેના સમાધાનની વિગતો આપતાં મહેસુલી અધિકારીના સથવારે ન્યાયાધીશ તપાસ યોજવા સરકાર સંમત થઇ હતી. ૧૯૨૯ માં મહાદેવભાઇ દેસાઇએ ‘બારડોલી સત્યાગ્રહ’ પુસ્તકમાં લખ્યું હતું કે, સરદારને સમાજવાદી અર્થ તંત્રમાં ખેડૂતનાં ઊંચા સ્થાન વિશે સચોટ લાગણી છે તેમજ ખેડૂતને જે સ્તરે ઉતારી મૂકાયો છે તેના પ્રત્યે આક્રોશ છે. ‘ખેડૂત ઉત્પાદક છે, બીજા પરોપજીવી છે’ એવું સરદારે કહ્યું હતું.

મહાદેવભાઇ દેસાઇએ લખ્યું છે કે સરદારે ખેડૂતોને નિર્ભયતાના અને એકતાના પાઠ ભણાવ્યા એટલે બારડોલી સત્યાગ્રહ સફળ થયો. આ વાતને લગભગ થઇ ગયા અને આજે કિસાન આંદોલન ચાલે છે અને બંને વચ્ચે સમાનતા નોંધપાત્ર છે. સત્યાગ્રહીઓએ વીરતાપૂર્વક શિયાળો, ઉનાળો અને ચોમાસાનો સામનો કર્યો છે. સરકારે ખેડૂતોના આંદોલનને રોકવા અને ભાગલા પડાવવા તેના નેતાઓ વિશે જુઠાણાં ચલાવ્યાં. ૧૯૨૮ ની તા. ૨૮ મી જુલાઇએ બોમ્બે સરકારે દાવો કર્યો હતો કે સરદારે ગાંધીને આંદોલનમાંથી બાકાત રાખ્યા હતા કારણ કે રકતપાતથી વ્યથિત થનાર અને ચરખા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે મુદ્દાઓ પર ભાર મૂકે તેવા માણસના નિયંત્રણમાં વલ્લભભાઇ પટેલને નહોતું રહેવું.

૧૯૨૦ ના ઉત્તરાર્ધમાં રાજના મળતિયાઓએ બ્રાહ્મણ મહેસુલ અધિકારીઓનો સમાવેશ કર્યો હતો અને ગુજરાત બહારના ગુંડા રોકયા હતા. હવે ૨૦૨૦ ના દાયકામાં પોલીસો અને મોદી મીડિયાના પત્રકારો રાજયને મદદ કરે છે. પોલીસો ખેડૂતોને દબાવે છે જયારે પત્રકારો વિકૃત રજૂઆત કરી ખેડૂત નેતાઓને બદનામ કરે છે. મોદી-શાહનું શાસન તો ગોરાઓના રાજને પણ ટપી ગયું. નરહરિ પરીખે વલ્ભભભાઇને એવું કહેતા ટાંકયા છે! જેઓ સત્ય માટે સર્વસ્વ ગુમાવવા તૈયાર હોય તેમણે જીતવું જ પડશે. અધિકારીઓના ચમચાઓને પોતાનાં કૃત્યો માટે પસ્તાવું પડશે. સત્ય અને અહિંસા સામે ઝૂકી સરકારે વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે.

આજના ખેડૂત નેતાઓમાં આ જ આશાની ભાવના છે ભલે ભૂતકાળનો અનુભવ આ સરકારની સંવેદના અને સમજણ વિશે જુદી જ વાત કરે છે. ૧૯૩૧ માં કોંગ્રેસના પ્રમુખપદેથી સરદારે કહ્યું હતું કે લોક અહિંસા એ કેવળ સ્વપ્ન કે લોકોની ઝંખના નથી તેની સાબિતી ભારતે આપી દીધી છે. ખેડૂતોની અહિંસાએ ટીકાકારોની ભીતિને ખોટી પાડી છે અને તેઓ અપેક્ષાથી વધુ બહાદુર અને સહનશીલ નીવડયા. અહિંસાનાં જતન અને આંદોલનની સફળતા માટે તેમને યશ આપવો જ પડે. ૧૯૩૧ ના આ શબ્દો ફરી પાછું ૨૦૨૧ માં ખેડૂત આંદોલન ચાલે છે ત્યારે ઉપયુકત નથી લાગતા?
          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top