ગાંધીનગર : નાંદોદના તત્કાલીન મામલતદાર સામે જમીનના રેકોર્ડમાં ગેરરીતિ કરીને સરકારને રૂ. 1.29 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાના આરોપસર સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. સાઆઈડી ક્રાઇમના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર, નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાએ પોતાના હોદ્દા અને સત્તાનો દુરુપયોગ કરીને આરોપીઓ સાથે મેળાપીપણું રાખી ગેરકાયદેસર રીતે નોંધ પ્રમાણિત કરી હતી. જેનાથી
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, તા. 10 ડિસેમ્બર 2008ના રોજ નોંધ નં. 670 ગેરકાયદેસર રીતે પ્રમાણિત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં સરકારના ઠરાવો, પરિપત્રો અને કાયદાકીય જોગવાઈઓની અવગણના કરીને વ્યક્તિગત હિત માટે નિર્ણય લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. જેના પરિણામે રાજ્ય સરકારને રૂ. 1,29,39,150નું આર્થિક નુકસાન થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઇમે રોહિત બાબુલાલ પખાવાલાની 4 જૂનની મોડી રાત્રે ધરપકડ કરી હતી.