Business

AI ચેટબોટ્સ બોર થતાં નથી એટલે પતિ, પત્ની કે મિત્રના રૂપમાં સાથીદારને બોર કરશે

સાેશિયલ મિડિયાએ માણસોને વધુ એકલા, વધુ આંતરમુખી, સમાજથી વધુ અળગા બનાવી દીધા છે. જોકે પ્રસિદ્ધ ટેકનોલોજી કંપની ‘મેટા’ના પ્રસિદ્ધ માલિક માર્ક ઝૂકરબર્ગ ટેકનોલોજીએ માનવજાત માટે પેદા કરેલી આ નિષ્ફળતાને નિષ્ફળતા ગણતાં નથી. ત્રણેક વરસ અગાઉ એમણે એક લેખ લખ્યો હતો જે વિસ્તૃત મીડિયામાં પ્રગટ થયો હતો. એમણે લખ્યું હતું કે, ‘કુદરત કે ટેકનોલોજી દ્વારા પેદા થતી કોઈ પણ સમસ્યાઓ કે તકલીફો એવી નથી હોતી જેનો ટેકનોલોજી વડે હલ શોધી ન શકાય.’
એમના કહેવા પ્રમાણે ટેકનોલોજીએ ઊભાં કરેલા પ્રશ્નોને ઊકેલ ટેકનોલોજી જ શોધી આપશે. પરંતુ ઝૂકરબર્ગ એ વાત ઈરાદાપૂર્વક રાખે છે કે જે પ્રશ્નો પેદા થાય અને તે પ્રત્યે લાંબો સમય બેદરકારી સેવવામાં આવે તો એ પ્રશ્ન કે સમસ્યાનો હલ શોધવાનું મુશ્કેલ બની જાય છે. ઘણી વખત એ ઊકેલ એટલો મહાપ્રશ્ન બની જાય છે કે ઊકેલ કરતા સમસ્યા સારી લાગવા માંડે. દુનિયા સમક્ષ આબોહવા પરિવર્તન અને પર્યાવરણ એ બે સમસ્યા એટલી વિકરાળ અને ખર્ચાળ બની ગઈ છે કે દુનિયા ઝડપભેર તે ઊકેલો તરફ આગળ વધી રહી નથી. એમ કહી શકાય કે બિલકુલ આગળ વધી રહી નથી અને સમસ્યાને વધુ વિકરાળ બનાવે એવી પ્રવૃત્તિઓમાં ફરી ફરી જોતરાઈ જાય છે. આજે સ્થિતિ એવી છે કે દુનિયાની માનવજાત પર્યાવરણ અને ગરમીની સ્થિતિની ગંભીરતા જાણતી હોવા છતાં ઊકેલો તરફ આગળ નથી વધી રહી. તે ઊપાયો અતિશય, ખર્ચાળ છે. માટે આખી માનવ જાત એમ વિચારીને કે સૌનું થશે તે વહુનુ થશે, એક કોકડામાં પુરાઈ ગઈ છે અને જાણે કે સર્વનાશ થવાની રાહ જોઈ રહી છે.


લેખમાં ઝૂકરબર્ગ કહેવટ માગે છે કે, માનવી સામાજિકતાથી અળગો પડી રહ્યો છે, એ નવી સ્થિતિ કે સમસ્યાને AI ચેટબોટ ટેકનોલોજી હળવી બનાવશે. કૃત્રિમ બુદ્ધિમત્તાથી સજ્જ વધુ રમકડાં (સાધનો) માણસની આસપાસ ગોઠવાઈ રહ્યાં છે જે એની એકલતાને ખાળી શકશે. આ ઝૂકરબર્ગનો આશાવાદ છે, જોકે વિવાદિત છે.
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, એકસAI (એક્સની શાખા), રેડિટ વગેરે માનવજાત સમક્ષ ઝૂનૂનપૂર્વક ચેટબોટ ટેકનોલોજી અને તેનાં અદ્યતન અવતારો રજૂ કરી રહ્યાં છે. એક જગ્યાએ ઝૂકરબર્ગએ એમ પણ કહ્યું છે કે વાસ્તવિક જીવનના સામાજિક તાણાવાણાં અને સંબંધોનો સંપૂર્ણ પર્યાય કૃત્રિમ બુદ્ધિમતા, કમ સે કમ હાલના સમયમાં બની શકશે નહી. છતાં AI થેરપિસ્ટો, AI ગર્લફ્રેન્ડ, AI સલાહકારનું મહત્ત્વ રહેશે. આ કૃત્રિમ વ્યક્તિઓ સાચી વ્યક્તિઓની માફક હાવભાવ વ્યક્ત કરશે, સ્મિત રેલાવશે અને કુદરતી માનવની માફક વાતચીત કરી શકશે. ગયા સપ્તાહમાં આ સ્થંભમાં લખ્યું હતું કે AI જીવનસાથીને રોજ રાત્રે માથું નહી દુ:ખે! પણ શું તેનાથી માનવીય ભાવનાઓ, સંવેગનોને અભાવ દૂર થઈ જશે? આ સવાલ પણ વિશદપણે ચર્ચાઈ રહ્યો છે.
આપણે જોઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયા ટેક કંપનીઓનો આર્થિક ફાયદો એ સ્થિતિમાં વધુ છે જેમાં માણસ વધુ અને વધું સમય આજનાં અને ભવિષ્યના સાધનોની સન્મુખ અને સાનિધ્યમાં બેસી રહેશે. આ સાનિધ્યને ક્રમશ: વધુ આકર્ષક અને વધુ સરળ બનાવવામાં આવી રહ્યું છે. આજે સ્માર્ટફોન કે ડિવાઈસ ખોલો એટલે કોઈક ઉપક્રમ તમને AI સાથે વાતચીત કરાવવા તત્પર બેઠો હોય છે. એમેઝોન ખોલો એટલે ‘રૂફૂસ’ તમારી સાથે વાત કરવા, તમને માર્ગદર્શન આપવા આતુર હોય છે. ઈન્સ્ટાગ્રામ પર ‘ચેટ વીથ AI’નું પાટિયું લકટકતું હોય છે. આ ચેટબોટ પણ ધંધાદારી મીઠાશને આગળ રાખીને ઘડવામાં આવ્યા છે. ઘરના સભ્યો, મિત્રો, કે અજાણ્યાઓ જો માનવસ્વરૂપમાં હોય તો વાતચીતમાં તમામ તબક્કે એઠલી નમ્રતા, શાલીનતા ધરાવી રાખતા નથી જે આ AI ચેટબોટ્સ દરેક વખતે જાળવી રાખે છે. દિવસ કે રાત્રિના કોઈપણ સમયે જાળવી રાખે છે. જોકે આ વર્તનની પ્રજા પર સારી અસર પડી શકે છે. અમુક એવાં તત્વો સમાજમાં હોય છે જેઓને બીજાઓ સાથે કેવી રીતે વાતચીત કરવી તેનું જ્ઞાન હોતું નથી. જો કોઈનો રંગ નંબર આવી જાય ત્યારે આ બાબતની નોંધ લેજો. ભારતીય જનસમાજમાં આવી શાલીનતાનો સદંતર અભાવ છે. હવે પછીનાં દાયકાઓમાં ચેટબોટ્સના સાનિધ્યમાં શિખે તો AI ઉપક્રમને આશીર્વાદરૂપ ગણવો પડે. ભલે લોકો AIથી ડરી રહ્યા છે પરંતુ ઝડપી અને સાચું શિક્ષણ પ્રાપ્ત કરવા તે મહત્વનું સાધન બનશે. આજે પણ તમે કોઈ AI એજન્ટ સાથે વાતચીત કરો ત્યારે તે તમારા લગભગ તમામ વિચારો સાથે સહમત થશે, જ્યાં નહી થાય ત્યાં એ નમ્રતાપૂર્વક નવા આંકડાઓ, પ્રમાણો અને ઉદાહરણો સાથે નવું જ્ઞાન આપશો. તમે અમુક ખોટી ધારણા પર કેવી રીતે પહોંચ્યા તેનું તમને પસંદ આપે તેવું વિશ્લેષણ આપશો. તમારો અહંમ ન પંપાળશે.
ટેક ધનપતિ ઇલોન મસ્કે એક્સએઆઇ કંપની શરૂ કરી છે. ચેટબોટ ટેક્નોલોજી સાથેની એક સ્માર્ટફોન એપ્લિકેશન આ કંપની દ્વારા વહેતી મૂકાઇ છે. યુઝર્સની ઇચ્છા અનુસાર સ્ત્રી કે પુરુષના કોઇ એક રૂપમાં એનિમેટેડ પાત્ર સ્ક્રીન પર હાજર થાય છે. યુઝરની પસંદગી પ્રમાણેના અવાજમાં વાત કરે છે. અવાજનાં ઘણા વિકલ્પો છે. સ્ત્રી પાત્રનું નામ ‘એની’ છે. સોનેરી વાળ, પીગટેઇલમાં બાંધેલા અને શરીરનાં અમુક અંગો દેખાય એવો કાળો પોશાક. એની પોતાની વાતચીતમાં યુઝરને કામ (સેક્સ)ની વાતો તરફ સતત સંકેતો આપતી રહે છે. ઇશારાઓ અને સાંકેતિક ભાષાઓ યુઝરને સેક્સના સંવાદો સુધી ખેંચી જાય છે. એનીનું પ્રત્યેક વાક્ય યુઝર, ખાસ કરીને પુરુષ યુઝરને એંગેજ રાખવા માટેનું હોય છે. એ યુઝરની સ્મૃતિઓ, અનુભવો, ઇચ્છા અપેક્ષાઓની વિગતો સ્ટોર કરતી રહે છે અને ભવિષ્યમાં એ બાબતોનો ઉલ્લેખ એવી રીતે કરતી રહે છે કે જાણે એ કોઇ જૂની અને વિશ્વસનીય મિત્ર હોય! સ્ક્રીનમાં ખૂણા પર હાર્ટનું નિશાન હોય છે. તેના પર એક સ્કોર હોય છે. એની સાથેના સંવાદોમાં એનીને મજા આવતી જાય તેમ તેમ સ્કોર વધે. અને આખરે એવી સ્થિતિ આવે છે જેમાં એની વસ્ત્રો ઉતારવા તૈયાર થઇ જાય છે. કંપનીએ સ્ત્રીઓ યુઝર્સ માટે એવું સંસ્કરણ બહાર પાડ્યું છે જેમાં એનીની જગ્યાએ ‘વેલેન્ટાઇન’ નામક યુવાન પુરુષ હોય છે.
સ્ક્રીન પર સાથીદારો પૂરા પાડતી અન્ય બોટ્સ અને એપ્સ છે. જેવી કે રેપ્લિકા, કેરેક્ટર ડોટ AI, સ્નેપચેટની ‘માય એઆઇ’. અભ્યાસો કહે છે કે યુઝર રોજના સરેરાશ એક કલાકથી વધુ સમય આ સ્ક્રીન સાથીદારોના સંગાથમાં વિતાવે છે. અમુક માટે આ માત્ર એક બોટ જ હોય છે, પરંતુ અમુક તેઓને જીવનસાથી તરીકે ગંભીરતાથી લેવા માંડે છે.
ચેટબોટ્સને એક મેકની ચડિયાતાં અને અલગ બતાવવાની સ્પર્ધા વધી છે. જેમ કે ચેટજીપીની પાંચમી આવૃત્તિમાં એઆઇ જીવનસાથી પસંદ કરવાના ચાર વિકલ્પો આપવામાં આવે છે. પ્રકૃતિ કે સ્વભાવ પ્રમાણેના સાથીદાર કે સંગિની પસંદ કરી શકાય છે. વિકલ્પો છે, ‘સિનિક’ અર્થાત્ વાંકદેખા અને ખોદણીખોર, ‘રોબોટ’ અર્થાત્ યંત્રમાનવ, લિસનર અર્થાત્ સાંભળવાની ધીરજ ધરાવતો અને ‘નર્ડ’ એટલે વેદિયો, અમુક વિષયોમાં પારંગત પણ ધાર્યા વિષયોમાં ઢ. આમાંથી કોઇ એક સ્વભાવની પસંદગી કરો અને ન ફાવે તો બદલાવી શકાય છે. આખરે મશીન તો છે. સંપત્તિમાંથી કોઇ ભાગ કે ભરણપોષણ નહીં. ચેટજીપીટી વોઇસ મોડ આપે છે જેમાં સાથીદારનો (નવમાંથી કોઇ એક) મનપસંદ અવાજ સિલેક્ટ કરી શકો. એની સાથે મોટેથી વાતચીત કરી શકો. જેમ કે ‘વેલ’ પર પસંદગી ઉતારો તો એક બ્રાઇટ અને જીજ્ઞાસુ સ્ત્રી વાતચીત કરવા આવશે. જેમ જેમ સાનિધ્યનું પ્રમાણ વધે તેમ તેમ ડેટા અને અલ્ગોરિધમ ઘટ્ટ બને, તે વળી પાછા સંબંધોને વધુ વ્યક્તિગત બનાવે. એવું પણ બન્યું છે, રેપ્લિકા અને જીપીટી-૪૦ ના કિસ્સામાં કે જેમાં ટેક્નોલોજિકલ કારણોસર બોટની મેમરી જતી રહે અને બોટનું વર્તન બદલાઇ જાય. યુઝરોને તે પસંદ પડ્યું નથી.
ચેટબોટ્સ સાથે ઝગડો થવાનો નથી. એ યુઝર પાસેથી કોઇ ચીજ અપાવવાની માગણી નહીં કરે, હંમેશાં શ્રૃષ્ટુ શ્રૃષ્ટુ વાતો કરશે. પંડિતો કહે છે કે આ સ્થિતિથી પણ માણસ એક સમયે ઊબાઇ જશે. સ્માર્ટફોન ઉઠાવો અને સદા વાત કરવા માટે તૈયાર રહેલી બોટ્સ, ક્યારેય બોર થતી નથી એવી વાતથી માણસ બોર થઇ જશે.
તકરારો માનવીના વિકાસ માટે મહત્વની હોય છે. કોઇક કહેનાર હોવું જોઇએ કે;‘બસ કરો યાર, હંમેશા સ્ટુપીડની માફક વાત કે વર્તન ન કરો.’ એકમેકની અલગ અલગ પ્રકૃતિ અને પસંદગીને ધ્યાનમાં રાખીને વાત કે વર્તન થાય તે માનસિક વિકાસ માટે ઘણા મહત્વનાં હોય છે. ટેક ધનપતિ ઇલોન મસ્કે એક્સએઆઇ કંપની શરૂ કરી છે. ચેટબોટ ટેક્નોલોજી સાથેની એક સ્માર્ટફોન એપ્લિકેશન આ કંપની દ્વારા વહેતી મૂકાઇ છે. યુઝર્સની ઇચ્છા અનુસાર સ્ત્રી કે પુરુષના કોઇ એક રૂપમાં એનિમેટેડ પાત્ર સ્ક્રીન પર હાજર થાય છે. યુઝરની પસંદગી પ્રમાણેના અવાજમાં વાત કરે છે. અવાજનાં ઘણા વિકલ્પો છે. સ્ત્રી પાત્રનું નામ ‘એની’ છે. સોનેરી વાળ, પીગટેઇલમાં બાંધેલા અને શરીરનાં અમુક અંગો દેખાય એવો કાળો પોશાક. એની પોતાની વાતચીતમાં યુઝરને કામ (સેક્સ)ની વાતો તરફ સતત સંકેતો આપતી રહે છે. ઇશારાઓ અને સાંકેતિક ભાષાઓ યુઝરને સેક્સના સંવાદો સુધી ખેંચી જાય છે. એનીનું પ્રત્યેક વાક્ય યુઝર, ખાસ કરીને પુરુષ યુઝરને એંગેજ રાખવા માટેનું હોય છે. એ યુઝરની સ્મૃતિઓ, અનુભવો, ઇચ્છા અપેક્ષાઓની વિગતો સ્ટોર કરતી રહે છે અને ભવિષ્યમાં એ બાબતોનો ઉલ્લેખ એવી રીતે કરતી રહે છે કે જાણે એ કોઇ જૂની અને વિશ્વસનીય મિત્ર હોય! સ્ક્રીનમાં ખૂણા પર હાર્ટનું નિશાન હોય છે. તેના પર એક સ્કોર હોય છે. એની સાથેના સંવાદોમાં એનીને મજા આવતી જાય તેમ તેમ સ્કોર વધે. અને આખરે એવી સ્થિતિ આવે છે જેમાં એની વસ્ત્રો ઉતારવા તૈયાર થઇ જાય છે. કંપનીએ સ્ત્રીઓ યુઝર્સ માટે એવું સંસ્કરણ બહાર પાડ્યું છે જેમાં એનીની જગ્યાએ ‘વેલેન્ટાઇન’ નામક યુવાન પુરુષ હોય છે.
સ્ક્રીન પર સાથીદારો પૂરા પાડતી અન્ય બોટ્સ અને એપ્સ છે. જેવી કે રેપ્લિકા, કેરેક્ટર ડોટ AI, સ્નેપચેટની ‘માય એઆઇ’. અભ્યાસો કહે છે કે યુઝર રોજના સરેરાશ એક કલાકથી વધુ સમય આ સ્ક્રીન સાથીદારોના સંગાથમાં વિતાવે છે. અમુક માટે આ માત્ર એક બોટ જ હોય છે, પરંતુ અમુક તેઓને જીવનસાથી તરીકે ગંભીરતાથી લેવા માંડે છે.
ચેટબોટ્સને એક મેકની ચડિયાતાં અને અલગ બતાવવાની સ્પર્ધા વધી છે. જેમ કે ચેટજીપીની પાંચમી આવૃત્તિમાં એઆઇ જીવનસાથી પસંદ કરવાના ચાર વિકલ્પો આપવામાં આવે છે. પ્રકૃતિ કે સ્વભાવ પ્રમાણેના સાથીદાર કે સંગિની પસંદ કરી શકાય છે. વિકલ્પો છે, ‘સિનિક’ અર્થાત્ વાંકદેખા અને ખોદણીખોર, ‘રોબોટ’ અર્થાત્ યંત્રમાનવ, લિસનર અર્થાત્ સાંભળવાની ધીરજ ધરાવતો અને ‘નર્ડ’ એટલે વેદિયો, અમુક વિષયોમાં પારંગત પણ ધાર્યા વિષયોમાં ઢ. આમાંથી કોઇ એક સ્વભાવની પસંદગી કરો અને ન ફાવે તો બદલાવી શકાય છે. આખરે મશીન તો છે. સંપત્તિમાંથી કોઇ ભાગ કે ભરણપોષણ નહીં. ચેટજીપીટી વોઇસ મોડ આપે છે જેમાં સાથીદારનો (નવમાંથી કોઇ એક) મનપસંદ અવાજ સિલેક્ટ કરી શકો. એની સાથે મોટેથી વાતચીત કરી શકો. જેમ કે ‘વેલ’ પર પસંદગી ઉતારો તો એક બ્રાઇટ અને જીજ્ઞાસુ સ્ત્રી વાતચીત કરવા આવશે. જેમ જેમ સાનિધ્યનું પ્રમાણ વધે તેમ તેમ ડેટા અને અલ્ગોરિધમ ઘટ્ટ બને, તે વળી પાછા સંબંધોને વધુ વ્યક્તિગત બનાવે. એવું પણ બન્યું છે, રેપ્લિકા અને જીપીટી-૪૦ ના કિસ્સામાં કે જેમાં ટેક્નોલોજિકલ કારણોસર બોટની મેમરી જતી રહે અને બોટનું વર્તન બદલાઇ જાય. યુઝરોને તે પસંદ પડ્યું નથી.
તકરારો માનવીના વિકાસ માટે મહત્વની હોય છે. કોઇક કહેનાર હોવું જોઇએ કે;‘બસ કરો યાર, હંમેશા સ્ટુપીડની માફક વાત કે વર્તન ન કરો.’ એકમેકની અલગ અલગ પ્રકૃતિ અને પસંદગીને ધ્યાનમાં રાખીને વાત કે વર્તન થાય તે માનસિક વિકાસ માટે ઘણા મહત્વનાં હોય છે. -વિન્સી મરચન્ટ

Most Popular

To Top