મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભે આવતીકાલે તા.૫ નવેમ્બર સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે...
વિક્રમ સંવત ૨૦૭૮નું નૂતન પ્રભાત નવા વર્ષના જોમ જુસ્સો અને સફળતા સાથે વાપી તેમજ વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ માટે નવી આશા અને...
મુંબઈ: નવરાત્રિથી (Navratri) દિવાળી (Diwali) સુધી મુંબઈના (Mumbai) મહાલક્ષ્મી (Mahalaxmi) મંદિરમાં 550 કિલોના ચાંદીના (Silver) સિંહાસન પર બિરાજમાન મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના...
કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકારે પણ બુધવારે રાત્રે પેટ્રોલ-ડિઝલ પર લેવાતા વેટ પર રૂા.7નો ઘટાડો જાહેર કરતાં હવે રાજ્યમાં એકંદરે પેટ્રોલમાં રૂા.12...
અમેરિકાના (America) સંરક્ષણ વિભાગ (De fence) પેન્ટાગોન (Pentagon) દ્વારા અમેરિકી સંસદ સમક્ષ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ...
બિહારના(Bihar) બે જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 21 લોકોનાં મોત થયા છે અને 16ની હાલત ગંભીર છે. મૃત્યુ પામેલા લોકોમાં 13 ગોપાલગંજના રહેવાસી...
વલસાડ: (Valsad) ધરમપુર તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં સમુદ્ર સપાટીથી અંદાજીત ૨૩૦૦ ફૂટની ઉંચાઈ ઉપર પંગારબારી ગામે વિલ્સન હિલ (Wilson Hill) ખાતે સહેલાણીઓ અને...
ટી-20 વર્લ્ડકપમાં (T-20 World cup) પોતાની પહેલી બંને મેચ હાર્યા પછી ભારતીય (India) ટીમે આખરે ત્રીજી મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. અબુધાબીમાં...
ભરૂચ: (Bharuch) અંકલેશ્વરની (Ankleshwar) પ્રતીન ચોકડી ખાતે સેવાભાવી લોકો દ્વારા લગભગ અઢી વર્ષથી ભૂખ્યાને ભોજન (Food) સેન્ટર ચાલી રહ્યું છે. આ સેન્ટર...
પૃથ્વીના પેટાળમાં સંખ્યાબંધ ખજાનો પડ્યા છે. કુદરતની અનેક રચનાઓ એવી છે જ્યાં સુધી માનવી હજુ સુધી પહોંચી શક્યો નથી. આવું જ એક...
સુરત: (Surat) 2018ની કોમન વેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ટેબલ ટેનિસમાં (Table Tennis) ડબલ અને ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર સુરતનો હરમીત દેસાઈ...
T-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) ભારતીય (India) ટીમના ખરાબ પ્રદર્શન બાદ મોટા સમાચાર આવ્યા છે. કોચપદેથી (Coach) રવિ શાસ્ત્રીને (Ravi Shashtri) ખસેડી...
સુરત: (Surat) દુબઈ વર્લ્ડ એક્સ્પો-2020માં તા.31-10થી તા.06-11 દરમિયાન અર્બન રૂરલ ડેવલપમેન્ટ વીકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈલેક્ટ્રિક મોબિલિટી મૂવિંગ ટુ વર્ડ...
દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાને જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે સૌથી પહેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી...
સુરત: (Surat) હીરાના કારખાનામાં વેકેશન (Vacation) પડતાની સાથે જ હવે રત્નકલાકારોએ (Diamond Workers) જુગાર રમવાનું શરૂ કરી દીધું છે. પોલીસે સરથાણામાંથી છ...
પાકિસ્તાને (Pakistan) ગો ફર્સ્ટની (Go First) શ્રીનગર-શારજાહ (Srinagar-sharjah) ફ્લાઇટ (Flight) માટે તેના એરસ્પેસનો (Airspace) ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે. એમ સરકારી અધિકારીઓએ...
સુરત: (Surat) દિવાળીના સમયે ચોરે (Thief) પીપલોદ ખાતે આવેલા સેન્ટ્રલ મોલમાંથી (Central Mall) રાત્રે અલગ અલગ સ્ટોરમાંથી મોંઘીદાટ ઘડિયાળ, કપડાં, બ્રાન્ડેડ શૂઝ...
સુરત: (Surat) સુરતમાં લવ-જેહાદનો (Love Jehad) બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુણામાં રહેતી એક સગીરાને મુસ્લિમ યુવકે હિન્દુ (Muslim Hindu) નામ આપીને...
કેન્દ્ર સરકારે દેશના કરોડો વાહનચાલકોને દિવાળીની (Diwali) ભેટ આપી છે. બુધવારે રાત્રે સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં (Excise Duty) ઘટાડો જાહેર કર્યો છે. આ...
તમે એવું ન વિચારો કે દેશ તમને શું આપે છે, પરંતુ તમે એ વિચારો કે તમે દેશને શું આપી શકો છો? હું...
આખા દિવસના પરિશ્રમ બાદ રાતે નિરાંતે સુવા ચાહતો માણસ જો ઘરબાર વિનાનો હોય તો ફૂટપાથ પર કે ખાલી ઓટલા પર યા ઓવરબ્રીજ...
ડ્રગ્સ કાંડમાં ધરપકડ થયા બાદ 28 દિવસના કારાવાસ પછી શાહરૂખના પુત્રનો છુટકારો થયો! આ 28 દિવસમાં મીડિયાએ શાહરૂખના આ ‘ઝીરો’ પુત્રને ‘હીરો’...
સુરતીઓ રમા એકાદશીથી દિવાળીની ઉજવણીની શરૂઆત કરે.આંગણામાં રંગોળી પુરાય,ઘરના ઉંબરે રાત્રે દીવા મુકાય,નાસ્તો બનાવવાની શરૂઆત થાય,નાસ્તામાંથાપડા,સુંવાળી,ગાંઠીયા,ઘુઘરા,ગોબાપુરી,ચોળાફળી,નાનખટઈ વિ.બનાવાય,ધનતેરસના દિવસે ચોપડા લવાય,સત્યનારાયણની કથા થાય,ધનની...
એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે રોજ પોતાના ખેતરમાં કામ કરતો. તેના ખેતરમાં એક પથ્થર જમીનમાં સજ્જડ ફસાયેલો હતો. પથ્થરનો થોડો...
ટ્રાફિક જામમાં ફસાયેલા હોવાની સ્થિતિ જ એક તો ત્રાસદાયક હોય છે અને એવે સમયે વિવિધ વાહનોનાં કર્કશ હોર્ન તેમાં ઉમેરો કરતાં રહે...
વાત આપણે વિનાયક દામોદર સાવરકરની કરી રહ્યા છીએ. દાયકાઓથી જાણકારોને બધી જ જાણકારી હતી, પણ આખરે તેમણે પણ સહન તો કર્યું જ...
કોરોનાના મામલે આખા વિશ્વમાં બીજા નંબરે રહ્યા બાદ હવે ભારતમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. હવે કોરોનાનો કહેર એટલો રહ્યો નથી. કોરોનાની...
સુરત: (Surat) કાળી ચૌદશના (Kali Chaudas) દિવસે લોકમાન્યતા મુજબ લોકો ઘરનો કકળાટ કાઢવા માટે અડદના વડા (Vada) બનાવી ચાર રસ્તા પર ઉતારો...
રાજયમાં દિવાળી પર્વ પહેલા જ મીઠાઈના વેપારી સામે ખોરાક તેમજ ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરીને 5000 જેટલા કેસો કરીને 22...
રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી એક સીએમ ભૂપેન્દ્ર પટેલે...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
શું વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? ભારત આજે આયર્લેન્ડ સામે બીજી T20 મેચમાં શ્રેણી બચાવવા ઉતરશે
અમેરિકા-ઈરાન યુદ્ધ ફરી ભડક્યું: બહેરીનમાં રહેણાંક ઈમારતને નુકસાન, ઈરાનના મિસાઇલ-ડ્રોન હુમલા બાદ મધ્ય પૂર્વમાં હાઈ એલર્ટ
પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં મોટો ખુલાસો: લોહગઢ કિલ્લા પર પોલીસે કરાવ્યું સીન રિક્રિએશન, આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમ ફરી કરાવ્યો
PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, અત્યાર સુધી 34 દેશોએ સન્માન કર્યું
ઘર ખરીદનારાઓને મકાન મોડું મળ્યું હોય તો પણ બિલ્ડર પાસેથી વળતર માગી શકશો, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટું એક્શન: 8 આરોપીઓના ઘરો પર પોલીસના દરોડા, તપાસ વધુ તેજ
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી વધ્યો તણાવ: ટ્રમ્પની કડક ચેતવણી બાદ IRGCનો પલટવાર,અમેરિકી સૈન્ય ઠેકાણા બન્યા નિશાન
146 વર્ષમાં સૌથી સૂકો જૂન! 40%થી વધુ વરસાદની ખાધ, જાણો કયા પાંચ હવામાની કારણોએ ભારતના ચોમાસાની ગતિ રોકી દીધી
લહેરીપુરા ગેટ નીચે ‘રિલબાજી’નો રોડ શો!
ફિફા વર્લ્ડ કપ 2026: કોલંબિયા-પોર્ટુગલ વચ્ચે ગોલ,રહિત ડ્રો, છતાં બંને ટીમોનો નોકઆઉટમાં પ્રવેશ
નંબર બ્લોક કરતાં પ્રેમિકાનું અપહરણ,પછી કારમાં છરીથી હુમલો અને બોમ્બ બ્લાસ્ટ,બ્રેકઅપ બાદ પ્રેમીએ રચી ખૌફ નાક સાજિશ
પુણે કેતન મર્ડર કેસમાં સૌથી મોટો ખુલાસો:CCTV, ડિજિટલ પુરાવા અને પૂછપરછમાં ખુલ્યા ચોંકાવનારા રહસ્યો
‘લૉક અપ 2’માં પહેલા જ દિવસે જોરદાર ટકરાવ: રામ કપૂર અને શ્રેયા કાલરા વચ્ચે ઉગ્ર બોલાચાલી, રાખી સાવંતે આપી મોટી ચેતવણી‘
શ્રી રંગ અવધૂત નિવાસ ટ્રસ્ટનો સેવાયજ્ઞ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી
પશ્ચિમ બંગાળ મતદાર યાદી વિવાદ ફરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યો: અધિર રંજન ચૌધરીએ દાખલ કરી અરજી,SIR પ્રક્રિયા પર ફરી ઊભા થયા સવાલો
વેનેઝુએલામાં વિનાશનો ભયાનક મંજર: કાટમાળમાંથી સતત મળી રહી છે લાશો, મૃત્યુઆંક 1,430ને પાર
પુણે મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: ‘હું કેતન સાથે લગ્ન કરવા જ નહોતી ઇચ્છતી’,આરોપી સિયા ગોયલનું પોલીસ સમક્ષ કબૂલાત સમાન નિવેદન
અયોધ્યા રામ મંદિર દાન ચોરી વિવાદ: પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય ઉત્સવથી લઈને SIT તપાસ સુધી કેવી રીતે ઊભો થયો દેશનો સૌથી મોટો ધાર્મિક વિવાદ?
એક જ ફ્લાઇટમાં દેખાયા ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચાનો વિષય
અમેરિકાનો ઈરાન પર ફરી મોટો હુમલો: ટ્રમ્પના આદેશ બાદ 10 સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક
TET પેપર લીક મામલે CM ફડણવીસે કાર્યવાહી કરી, તપાસ માટે SIT ની રચના
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હીથી કાશ્મીર સુધી આંચકા અનુભવાયા
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાની પુષ્ટિ, અંતિમ નિર્ણય બાકી!
સ્થિર કારમાં એરબેગ ખુલી જતાં યુવાનનું મોત, સેફ્ટી સિસ્ટમ અચાનક સક્રીય થઈ ગઈ
‘પઠાણોને કહી દેજો, ચૌહાણ આવી રહ્યો છે!’ અજય દેવગનના એક ડાયલોગે મચાવી ચર્ચા, શું શાહરુખની ‘પઠાન’ પર હતો કટાક્ષ?
પરિવારને સુખી કરવા કતર ગયેલો સની કફનમાં પરત ફર્યો, માતા-પત્નીના આક્રંદથી ગમગીન બન્યું વાતાવરણ
મુંબઈ: મોહરમના જુલુસમાં ઝેર ભરેલા કેપ્સ્યુલ વ્હેંચી રહ્યો હતો શખ્સ, પોલીસની સજાગતાથી મોટી દુર્ઘટના ટળી
યુદ્ધવિરામ, ફેડના સંકેત અને પ્રોફિટ બુકિંગ… સોના-ચાંદીના ભાવ કેમ ગગડ્યા?
પુણે હત્યા કેસ: કેતનનું માથું કચડી નાખવામાં આવ્યું હતું, રેસ્ક્યૂ ટીમે કહ્યું- લોકો રડતા હતા સિયા શાંત હતી
નર્મદામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભે આવતીકાલે તા.૫ નવેમ્બર સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ ૦૭:૨૫ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન- પુજા માટે જશે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ આવતીકાલે સવારે અમદાવાદમાં તેમના થલતેજ ખાતેના નિવાસ્થાને કાર્યકરો તથા સમર્થકોને નૂતન વર્ષની શુભેચ્છાની આપ લે કરશે.
મુખ્યમંત્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનિટી સેન્ટર ખાતે સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. સવારે ૧૦:૪૫થી ૧૧:૪૫ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે.
તે પૂર્વે મુખ્યમંત્રી ૧૦:૨૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૫૦ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ ઓફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.
આત્મનિર્ભર ગુજરાતનો સંકલ્પ સાકાર કરીયે : ભૂપેન્દ્ર પટેલ
દરમ્યાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતાં કહ્યું હતું કે પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથોસાથ સમાજ જીવનમાં નવી તાજગી, નવી ચેતનાનો સંચાર કરતા હોય છે. તેમણે દિપાવલીની દિપમાળા, દિવડાઓ અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિના અને સકારાત્મક દ્રષ્ટિકોણના પ્રેરક છે તેવો ભાવ વ્યકત કરતાં આ ઊજાસ પર્વ જન-જનમાં સકારાત્મકતાની જ્યોત મશાલ બનીને ઝળહળાવે તેવી અભ્યર્થના કરી છે.
મુખ્યમંત્રીએ વિક્રમ સંવત ર૦૭૮નું નૂતનવર્ષ સૌ માટે સમૃદ્ધિ અને વિકાસનું વર્ષ બની રહે તેવી મંગલકામના વ્યકત્ત કરતાં કહ્યું હતું કે આપણી શક્તિ, ક્ષમતાના શ્રેષ્ઠત્તમ ઉપયોગથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ નૂતનવર્ષે સૌ સાથે મળીને સાકાર કરીયે. મુખ્યમંત્રીએ સાતત્યપૂર્ણ વિકાસની દિશામાં નક્કર કદમ માંડીને ગુજરાત વિકાસના રોલ મોડેલના રૂપમાં પ્રસ્થાપિત થયું છે, તે પરંપરા સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ તથા પ્રયાસથી વિક્રમ સંવત ર૦૭૮ના નૂતનવર્ષમાં પણ જળવાય અને ગુજરાત તથા ગુજરાતીઓ સામાજિક, આર્થિક, વાણિજ્યિક તમામ ક્ષેત્રે અગ્રેસર રહે તેવી અભિલાષા વ્યક્ત કરી છે.