Gujarat Main

દિવાળી પહેલા જ રાજયમાં મીઠાઈના વેપારીઓને 22 કરોડનો દંડ

રાજયમાં દિવાળી પર્વ પહેલા જ મીઠાઈના વેપારી સામે ખોરાક તેમજ ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરીને 5000 જેટલા કેસો કરીને 22 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ નિયમન તંત્રની દરોડાની કાર્યવાહીમાં વેપારીઓની મીઠાઈ આઉટ ડેટેડ તથા નકલી હોવાનું બહાર આવ્યું છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, દૂધ તથા દૂધની બનાવટો તથા મીઠાઈના 5054 સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાં 25 નમૂનાઓ અપ્રમાણિત ઠર્યા હતા. તપાસ દરમિયાન મીઠાઈના વેપારીઓને ત્યાંથી અંદાજિત 17.98 લાખનો 19,340 કિલો મીઠાઈનો જથ્થો જપ્ત કર્યો હતો.

જયારે 2.86 લાખનો બિન આરોગ્યપ્રદ મીઠાઈનો માલ જપ્ત કરીને તેનો સ્થળ પર નાશ કરાયો છે. 1197 જેટલા ફરસાણના વેપારીઓ સામે સતત તળેલા તેલના મામલે તપાસ હાથ ધરાઈ છે. બેસ્ટ બિફોર યુઝ તેવી ડેટનું સ્ટીકર નહીં મારનાર વેપારીઓ સામે પણ પગલા લેવાયા છે.

Most Popular

To Top