National

ભારત સામે ચીન મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, અમેરિકાના સંરક્ષણ વિભાગના અહેવાલમાં ચોંકાવનારા ઘટસ્ફોટ

અમેરિકાના (America) સંરક્ષણ વિભાગ (De fence) પેન્ટાગોન (Pentagon) દ્વારા અમેરિકી સંસદ સમક્ષ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે જેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત (India Border) સાથેની વાસ્તવિક અંકુશ હરોળ પર ચીન (China) કોઇ મોટા યુદ્ધની (War) તૈયારી કરી રહ્યું છે અને તે પોતાનો અણુ શસ્ત્ર (Nuclear weapons) ભંડાર પણ ઝડપભેર વધારી રહ્યું છે.

બહુવિધ મોરચે ચીનની લશ્કરી પ્રવૃત્તિથી 'પેન્ટાગોન' ખરેખરું હલબલી ગયું છે |  The Pentagon has been shaken by China's military activities on multiple  fronts | Gujarati News - News in Gujarati ...

અમેરિકી સંરક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ચીને ફાઇબર ઓપ્ટીકનું મોટું નેટવર્ક પાથરી દીધું છે તેથી આ વિસ્તારોમાં સંદેશવ્યવહાર સુવિધા વધારી શકાય અને ચીની લશ્કરના સંદેશ વ્યવહારને વિદેશી ઇન્ટરસેપ્શનથી પણ બચાવી શકાય, એટલે કે ચીનનો આ સંદેશ વ્યવહાર વિદેશો આંતરી શકે નહીં. પેન્ટાગોનના આ અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચીન પોતાની પરમાણુ શક્તિ ઝડપભેર વધારી રહ્યું છે અને તે પોતાના અણુ શસ્ત્રોના જથ્થામાં મોટો વધારો કરી રહ્યું છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એક વર્ષ પહેલા અમેરિકી અધિકારીઓએ જે અનુમાન બાંધ્યું હતું તેના કરતા ઘણી વધારે ઝડપથી પોતાનો અણુ ભંડાર વધારી રહ્યું છે.

China's Nuclear Forces: Dragon- Fire or Façade - Chanakya Forum

અમેરિકાના સ઼રક્ષણ વિભાગે પોતાના અહેવાલમાં ભારતને લગતા ચીનના પગલાઓ અંગે એક મોટો હિસ્સો ફાળવ્યો છે. પોતાના ચીનને લગતા આ અહેવાલમાં પેન્ટાગોને જણાવ્યું છે કે ચીન અમેરિકાને હવા, જમીન, સમુદ્ર, અવકાશ અને સાયબર સ્પેસમાં પડકાર ફેંકવા માગે છે. પોતાના આ અહેવાલમાં પેન્ટાગોને તાઇવાન અંગે ચીનની ગતિવિધિઓ અંગે પણ ચિંતા વ્યકત કરી છે. પેન્ટાગોનનો આ અહેવાલ ડીસેમ્બર ૨૦૨૦ સુધી ભેગી કરવામાં આવેલી માહિતીઓ પર આધારીત છે અને તેમાં આ હાલમાં કરવામાં આવેલા હાયપરસોનિક મિસાઇલ પરીક્ષણનો ઉલ્લેખ નથી.

પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં ચીને ઓપ્ટિક ફાયબરનું જાળું પાથરી દીધું છે

ભારત સાથેના પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં ચીને ૨૦૨૦ના વર્ષમાં ભારત સાથેના સરહદી વિવાદ વખતે જ ફાયબર ઓપ્ટિક નેટવર્ક સ્થાપિત કરી દીધું હતું જેથી આ વિસ્તારમાં ઝડપથી સંદેશ વ્યવહાર થઇ શકે અને વિદેશો ચીની લશ્કરના સંદેશ વ્યવહારને આંતરી પણ ન શકે. આ નેટવર્કથી ચીનની ગુપ્તચરી ગતિવિધિઓ, દેખરેખ અને લશ્કરી ગતિવિધિઓ વધારવામાં મદદ મળી છે. એમ પેન્ટાગોનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

Flags Raised Over China's Rapid Expansion of its Nuclear Arsenal - News

૨૦૩૦ સુધીમાં ચીન પાસે અણુ શસ્ત્રો ૧૦૦૦ કરતા વધી જશે

પેન્ટાગોનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૬ વર્ષની અંદર ચીની અણુ શસ્ત્રોની સંખ્યા વધીને ૭૦૦ થઇ શકે છે, જે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦૦ની ઉપર પહોંચી જશે. આમાં એ જણાવવામાં નથી આવ્યું કે આજે ચીન પાસે કેટલા અણુ શસ્ત્રો છે પણ એક વર્ષ પહેલા પેન્ટાગોને જણાવ્યું હતું કે આ સંખ્યા ૨૦૦ની નજીક હોઇ શકે છે.

Most Popular

To Top