કેટલાંક રાજયોમાં ચૂંટણીમાં પછડાટ ખાધા પછી લોકમિજાજ પારખી લઇ કેન્દ્ર સરકારે આખરે ગયા સપ્તાહે પેટ્રોલ અને ડીઝલના ભાવની આબકારી જકાતમાં રૂા. દસનો...
1928 માં જન્મ લેનાર કેશુભાઈ પટેલને ગુજરાતની પ્રજાએ બે વખત મુખ્યંત્રી થવાની તક આપી હતી. 1995 માં છ મહિના માટે અને 1998...
અમેરિકાએ સોમવારે મેક્સિકો, કેનેડા અને મોટાભાગના યુરોપ સહિતના દેશોની લાંબી સૂચિ પરના મુસાફરી પ્રતિબંધો હટાવ્યા. આ સાથે અમેરિકામાં દોઢ વર્ષ કરતા વધુ...
ગાંધીનગરમાં ફરજ બજાવતા એક કલાસ ટુ મહિલા અધિકારીને વોટ્સએપ પર અશ્લિલ ફોટા મોકલનાર મોડાસાના ઈશ્ક મિજાજી પ્રાંત અધિકારી એવા મયંક પટેલની અમદાવાદ...
ગાંધીનગર: (Gandhinagar) હાલમાં રાજ્યમાં કોરોનાના કેસો લગભગ ઘટી જઈને 25ની આસપાસ રહે છે ત્યારે આગામી ડિસેમ્બર માસના આરંભમાં રાજય સરકાર (Gujarat Government)...
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) રિસર્ચર્સ અને ઈન્ક્યુબેટર્સ બ્લડ સુગર, બ્લડ પ્રેશર કે પછી ગર્ભાવસ્થા માટે અદ્યતન ટેક્નોલોજીની મદદથી ઘરે રહીને જ નિદાન...
સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને કોરોના મહામારી – લોકડાઉનને લીધે ભારે આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયા છે. આ સંજોગોમાં રાજ્યના મેડિકલ- પેરામેડિકલ શિક્ષણ અને...
વલસાડ: (Valsad) વલસાડ તાલુકામાં ”વાડામાં બકરા ચારે બનેવી” સોંગ થી ફેમસ થયેલો સિંગર મુકેશ પટેલ (Singer Mukesh Patel) ને જાહેરમાં સિંગર યુવતીએ...
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ભારત ટી-20 વિશ્વકપમાંથી બહાર થઈ ગયા બાદ ખેલાડીઓ થાકનું બહાનું કાઢી રહ્યાં છે. ફાસ્ટ બોલર જસપ્રીત...
સુરત: (Surat) 8 નવેમ્બર (November) 2016ના રોજ રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોક્કસ કારણો જણાવી નોટબંધી (Demonetization) લાગુ કરી હતી અને ભારતીય ચલણમાં...
સુરત: (Surat) કોરોના સંક્રમણના દોઢ વર્ષ પછી સુરતના કાપડ ઉદ્યોગમાં (Textile Industries) તેજી (Boom) જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરના ડાઇંગ...
સુરત: (Surat) સરથાણામાં દિવાળીના (Diwali) દિવસે રાત્રીના સમયે એક ચોરને (Thief) પકડી પાડીને દુકાનદાર અને તેની સાથે બીજા માણસોએ લોખંડના પાઇપ તેમજ...
મોડલ અને અભિનેત્રી પતિ પૂનમ પાંડે (Poonam Pandey) સેમ બોમ્બે (Sam Bombay) મુંબઈ પોલીસે ધરપકડ (Arrest) કરી છે. પૂનમ પાંડે પર હુમલો કરવાના...
સુરત: (Surat) કોરોના સંક્રમણના દોઢ વર્ષ પછી ઉદ્યોગ ધંધાઓ ચાલતા 2021ની દિવાળી મધ્યમવર્ગથી લઇ અપર મધ્યમવર્ગ સુધીની સુધરી હતી. આ વર્ષે મોટી...
મધ્યપ્રદેશની (Madhya pradesh) રાજધાની ભોપાલ (Bhopal) માટે સોમવારની રાત કમનસીબ પૂરવાર થઈ હતી. અહીંના કમલા નહેરૂ હોસ્પિટલમાં (Kamla Nehru Hospital) રાત્રે એકાએક...
સુરત: (Surat) દિવાળીમાં (Diwali) બહારગામ ગયેલાં શહેરીજનોએ પરત (Return) ફરવાનું શરૂ કર્યું છે. તે જોતા પાલિકાએ રેલવે સ્ટેશન (Railway Station), બસ ડેપો...
આજે લાભપાંચમના શુભ દિવસે ગાંધીનગરની (Gandhinagar) એક સરકારી કચેરીમાં (Government office) આગ (Fire) ભભૂકી ઉઠી હતી. આ સાથે જ કચેરીમાં મુકવામાં આવેલા...
મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani Home) દક્ષિણ મુંબઈના (South Mumbai) નિવાસસ્થાનની બહાર સોમવારે સુરક્ષામાં (Security) વધારો કરવામાં આવ્યો હતો. કારણ કે,...
સુરત : સલાબતપુરા રોકડીયા હનુમાનજી મંદિર પાસે આવેલી બીઆરટીએસ રૂટમાં યુવકને આવવાની ના પાડતા યુવકે ઉશ્કેરાટમાં આવીને ટ્રાફિક પોલીસ ચોકી સળગાવી દીધી...
સુરત: ડિરેક્ટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડિઝ (DGTR) દ્વારા પોલિસ્ટર સ્પન યાર્ન (Polyster spun yarn) પર 20 ટકા એન્ટી ડમ્પિંગ ડયુટી લાગુ...
રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ (Tourist Point) બન્યું છે. આ...
સુરત: સુરત (Surat) શહેરમાં દિવાળીના (Diwali) દિવસે ઠંડીમાં (Cold) સામાન્ય વધારો અનુભવાયો હતો. બીજી બાજુ અરબસાગરમાં (Arabian sea) ડિપ્રેશનને લીધે વાદળછાયું વાતાવરણ...
ખેરગામ તાલુકો ધીરે ધીરે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. 22 તાલુકા ધરાવતા આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગે આદિવાસી વસતી વસવાટ કરે...
નડિયાદ: ખેડા તાલુકાના ઢઠાલ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં તૈયાર થયેલ ડાંગરનો પાક લેવા મુદ્દે ખેતર માલિક તેમજ ગામમાં રહેતાં એક માથાભારે...
આણંદ: આણંદમાં નાપા તળપદ કુખ્યાત આલેખખાન રાસુલખાન પઠાણે વાંસખીલીયાના અલ્પેશભાઈ પટેલને જૂની અદાવતને લઈ અસહ્ય ગાળો બોલી ગડદાપાટુંનો માર મારતા વિસ્તારમાં કોમી...
ભરૂચ તા, 9: નવા વર્ષના પ્રારંભમાં ગુજરાતમાં (Gujarat) દીકરીઓને (Girls) જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ હત્યા (Murder) અને રેપની(Rape) ઘટનાઓ એક પછી...
વડોદરા: આજવા રોડ પર ફિલ્મ અભિનેત્રીના (Actress) ફ્લેટ પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને દારૂની મહેફિલ માણતા ભાજપના (BJP) અમદાવાદના શહેર મંત્રી સહિત...
વડોદરા : વડોદરા શહેરમાં દીપાવલીના તહેવારોમાં સરકાર દ્વારા મળેલી છૂટછાટમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.છેલ્લા 4 દિવસ દરમિયાન વડોદરા મહાનગર...
વડોદરા : મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની રચના કરવાની ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષે બહિષ્કાર કર્યો હતો. વિપક્ષી નેતા અમિત...
વડોદરા: શહેરના ગોત્રી મેડિકલ સ્ટાફ ક્વાટર્સની પાછળ આવેલ સોમનાથનગરમાં રહેતા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પસ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો યુવક...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
આ વખતે નિશાન તું જ હશે’… રોહિત શેટ્ટીને ફરી મળી ધમકી, 20 કરોડની ખંડણીની માંગ
સુરતમાં પાવર બેંક બ્લાસ્ટથી યુટ્યુબર શિવાની કપિલાના ઘરમાં ભીષણ આગ, ડાયમંડ પ્લે બટન સહિત લાખોનો સામાન ખાખ
ફોક્સવેગનમાં 89 વર્ષના ઈતિહાસની સૌથી મોટી છટણીની તૈયારી, 1 લાખ કર્મચારીઓની નોકરી પર ખતરો
શું વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? ભારત આજે આયર્લેન્ડ સામે બીજી T20 મેચમાં શ્રેણી બચાવવા ઉતરશે
અમેરિકા-ઈરાન યુદ્ધ ફરી ભડક્યું: બહેરીનમાં રહેણાંક ઈમારતને નુકસાન, ઈરાનના મિસાઇલ-ડ્રોન હુમલા બાદ મધ્ય પૂર્વમાં હાઈ એલર્ટ
પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં મોટો ખુલાસો: લોહગઢ કિલ્લા પર પોલીસે કરાવ્યું સીન રિક્રિએશન, આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમ ફરી કરાવ્યો
PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, અત્યાર સુધી 34 દેશોએ સન્માન કર્યું
ઘર ખરીદનારાઓને મકાન મોડું મળ્યું હોય તો પણ બિલ્ડર પાસેથી વળતર માગી શકશો, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટું એક્શન: 8 આરોપીઓના ઘરો પર પોલીસના દરોડા, તપાસ વધુ તેજ
યુપીની રાજનીતિમાં ફરી વાકયુદ્ધ તેજ;’વિકાસના નામે તો માત્ર અબ્દુલ્લાઓનો મહોલ્લો જ દેખાયો
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી વધ્યો તણાવ: ટ્રમ્પની કડક ચેતવણી બાદ IRGCનો પલટવાર,અમેરિકી સૈન્ય ઠેકાણા બન્યા નિશાન
146 વર્ષમાં સૌથી સૂકો જૂન! 40%થી વધુ વરસાદની ખાધ, જાણો કયા પાંચ હવામાની કારણોએ ભારતના ચોમાસાની ગતિ રોકી દીધી
લહેરીપુરા ગેટ નીચે ‘રિલબાજી’નો રોડ શો!
ફિફા વર્લ્ડ કપ 2026: કોલંબિયા-પોર્ટુગલ વચ્ચે ગોલ,રહિત ડ્રો, છતાં બંને ટીમોનો નોકઆઉટમાં પ્રવેશ
નંબર બ્લોક કરતાં પ્રેમિકાનું અપહરણ,પછી કારમાં છરીથી હુમલો અને બોમ્બ બ્લાસ્ટ,બ્રેકઅપ બાદ પ્રેમીએ રચી ખૌફ નાક સાજિશ
પુણે કેતન મર્ડર કેસમાં સૌથી મોટો ખુલાસો:CCTV, ડિજિટલ પુરાવા અને પૂછપરછમાં ખુલ્યા ચોંકાવનારા રહસ્યો
‘લૉક અપ 2’માં પહેલા જ દિવસે જોરદાર ટકરાવ: રામ કપૂર અને શ્રેયા કાલરા વચ્ચે ઉગ્ર બોલાચાલી, રાખી સાવંતે આપી મોટી ચેતવણી‘
શ્રી રંગ અવધૂત નિવાસ ટ્રસ્ટનો સેવાયજ્ઞ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી
પશ્ચિમ બંગાળ મતદાર યાદી વિવાદ ફરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યો: અધિર રંજન ચૌધરીએ દાખલ કરી અરજી,SIR પ્રક્રિયા પર ફરી ઊભા થયા સવાલો
વેનેઝુએલામાં વિનાશનો ભયાનક મંજર: કાટમાળમાંથી સતત મળી રહી છે લાશો, મૃત્યુઆંક 1,430ને પાર
પુણે મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: ‘હું કેતન સાથે લગ્ન કરવા જ નહોતી ઇચ્છતી’,આરોપી સિયા ગોયલનું પોલીસ સમક્ષ કબૂલાત સમાન નિવેદન
અયોધ્યા રામ મંદિર દાન ચોરી વિવાદ: પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય ઉત્સવથી લઈને SIT તપાસ સુધી કેવી રીતે ઊભો થયો દેશનો સૌથી મોટો ધાર્મિક વિવાદ?
એક જ ફ્લાઇટમાં દેખાયા ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચાનો વિષય
અમેરિકાનો ઈરાન પર ફરી મોટો હુમલો: ટ્રમ્પના આદેશ બાદ 10 સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક
TET પેપર લીક મામલે CM ફડણવીસે કાર્યવાહી કરી, તપાસ માટે SIT ની રચના
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હીથી કાશ્મીર સુધી આંચકા અનુભવાયા
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાની પુષ્ટિ, અંતિમ નિર્ણય બાકી!
સ્થિર કારમાં એરબેગ ખુલી જતાં યુવાનનું મોત, સેફ્ટી સિસ્ટમ અચાનક સક્રીય થઈ ગઈ
‘પઠાણોને કહી દેજો, ચૌહાણ આવી રહ્યો છે!’ અજય દેવગનના એક ડાયલોગે મચાવી ચર્ચા, શું શાહરુખની ‘પઠાન’ પર હતો કટાક્ષ?
પરિવારને સુખી કરવા કતર ગયેલો સની કફનમાં પરત ફર્યો, માતા-પત્નીના આક્રંદથી ગમગીન બન્યું વાતાવરણ

કેટલાંક રાજયોમાં ચૂંટણીમાં પછડાટ ખાધા પછી લોકમિજાજ પારખી લઇ કેન્દ્ર સરકારે આખરે ગયા સપ્તાહે પેટ્રોલ અને ડીઝલના ભાવની આબકારી જકાતમાં રૂા. દસનો કાપ મૂકવાનો નિર્ણય કર્યો. દીપાવલિની પૂર્વસંધ્યાએ આ આબકારી જકાતમાં કરેલા ઘટાડાથી આ બંને બળતણના ભાવમાં અનુક્રમે લગભગ 5% અને 11%નો ઘટાડો થયો. વીસથી વધુ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ બળતણના ઉત્પાદનો પર લાદેલી વેટમાં ઘટાડો કરતાં ગ્રાહકોને આ બળતણના ભાવમાં મળતી રાહતમાં વધારો થયો પણ આ કાપ લોકસભાની અને વિધાન સભાઓની કેટલીક પેટાચૂંટણીઓમાં મળેલી પછડાટ પછી અને ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણી પહેલા આવ્યો.
હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં પીછેહઠ પછી ભારતીય જનતા પક્ષ ફૂગાવો અને બળતણના ભાવમાં વધારાને કારણે લોકોમાં જાગેલી ચિંતા જોઇ નકારાત્મક પરિબળોને કાબુમાં લેવા તલપાપડ છે. અર્થતંત્રને સંબંધ છે ત્યાં સુધી બળતણના ભાવમાં ઘટાડાની સાનુકૂળ અસર ફુગાવા પર પડશે જ કારણકે ડીઝલ માલસામાનની હેરાફેરીમાં વપરાતું મુખ્ય ઇંધણ છે અને પરિવહન કરાતી દરેક વસ્તુની કિંમત પર તેની અસર પડે જ. પરિવહન ખર્ચમાં ઘટાડો થવાથી ઉત્પાદન ક્ષેત્રને કેટલીક રાહત થશે. કારણકે માંગ ઓછી હોય ત્યારે લાગત ખર્ચમાં વધારો થાય છે તેની સામે તે ઝઝૂમી રહ્યો છે. ઉપભોકતાઓને જે રોકડમાં બચત થશે તેને કારણે પણ ઉપભોગમાં વધારો થશે. જોકે આવતા સપ્તાહોમાં અને મહિનાઓમાં પર પણ ઝાઝો આધાર રહેશે.
બળતણના ભાવમાં ઘટાડો કરવા માટે અત્યારે સારાં કારણ છે. સીધા અને આડકતરા વેરામાં સરકારની આવકમાં ખાસ્સો ઝડપી વધારો થયો છે. જેને કારણે બળતણના ભાવમાં ઘટાડો કરવાની મોકળાશ સર્જાઇ છે. ચાલુ નાણાંકીય વર્ષના પહેલા છ મહિનામાં એકંદર ઉઘરાણી ગયા વર્ષ કરતા 64% વધુ અને મહામારીના સ્તરે હતી તેના કરતા 28% વધુ થઇ છે. વૃધ્ધિનો અત્યારનો દર જોતાં અર્થશાસ્ત્રીઓ ચાલુ વર્ષના અંત સુધીમાં અંદાજિત લક્ષ્ય કરતાં ઘણાં વધારે પ્રમાણમાં કરવેરા ઉઘરાવાની ધારણા રાખે છે. તેને પગલે સરકારને બળતણના વેરા પર ઓછો આધાર રાખવાની મોકળાશ મળી છે. ગયા વર્ષે ક્રુડ તેલના ભાવમાં કડાકો બોલતાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આબકારી જકાતમાં લીટરે અનુક્રમે રૂ. 13 અને રૂ. 16નો વધારો કર્યો. જેની સામે તેણે રૂા. 2.67 લાખ કરોડ મેળવવાની ધારણા રાખી હતી તેની સામે તેને રૂા. 3.61 લાખ કરોડ મળ્યા.
બીજું ઇંધણના ભાવમાં કાપ મૂકાય તો અર્થતંત્રમાં કિંમતના દબાણમાં રાહત થાય. એકતરફ ક્રુડતેલના વૈશ્વિક બજારમાં ભાવ વધતા રહે અને તેની સાથે ભારે કરવેરા ઝીંકાય તો અર્થતંત્રમાં ફૂગાવાત્મક દબાણ વધે. હકીકતમાં નાણાંનીતિ સમિિતના સભ્યોએ અર્થતંત્રમાં ફુગાવાત્મક પરિબળોને નાથવા માટે ઇંધણમાં વેરાઓમાં સંકલિત રીતે ઘટાડો કરવાનો રાજય સરકારો અને કેન્દ્ર સરકાર બંનેને વારંવાર અનુરોધ કર્યો છે. ઇંધણના ભાવ ઘટાડાથી ફૂગાવાનો દર 0.14 થી 0.3% જેટલો ઘટી શકે છે. ત્રીજું સરકાર પોતે એવી આશા રાખે છે કે વેરામાં આ ઘટાડો થતાં અર્થતંત્રમાં અન્યત્ર ખર્ચની ગુંજાઇશ વધશે. આર્થિક પ્રવૃત્તિ વધશે તેની સાથે સરકારને બે ઇંધણ પરના વેરા ઘટાડાને પરાણે જનારી ખોટ ઇંધણની માંગ વધવાથી સરભર થઇ શકશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ 2014માં નિયંત્રણ મુકત કરાયા હતા. અર્થાત્ આ જણસોના છૂટક ભાવ વૈશ્વિક ભાવની ચાલ મુજબ રહે. પણ આ નિયંત્રણ મુકિત કેવળ કાગળ પર જ રહી કારણકે પેટ્રોલીયમ પેદાશોના વેરા રાજય સરકારો માટે દૂઝાણી ગાય સમાન ગણાઇ અને અને આ જણસોને ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસ જીએસટી હેઠળ લાવવાની ચર્ચાઓ થતી રહી અને કોઇ રાજય સરકાર એવું કરવા માંગતી હોય તેમ લાગતું નથી. તેમને મહેસુલી આવક ઘટવાની બીક લાગે છે. ઇંધણના ભાવમાં ધરખમ ઘટાડો જી.એસ.ટી. મારફતે આવી શકે છે. દા.ત. જી.એસ.ટી. હેઠળ ભાવોનું નિયંત્રણ થાય તો આ આબકારી જકાત અને વેટ નીકળી જાય અને 28% જીએસટી પાયાની કિંમત પર લાદી શકાય જે લગભગ રૂા. 11નો થાય. આમાં આપણે ડીલરનું રૂા. 3.84 પૈસાનું કમિશન ઉમેરીએ તો પેટ્રોલનો છૂટક ભાવ રૂા. 51.70 પૈસા થાય.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.