Vadodara

દિવાળીના ચાર દિવસ દરમિયાન કોરોનાના 22 પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા : વડોદરા શહેરમાં દીપાવલીના તહેવારોમાં સરકાર દ્વારા મળેલી છૂટછાટમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.છેલ્લા 4 દિવસ દરમિયાન વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત નહીં થતા મરણઆંક 623 ઉપર સ્થિર રહેવા પામ્યો છે. વડોદરામાં દીપાવલીના તહેવારો ટાળે મળેલી કેટલીક આંશિક છૂટછાટો વચ્ચે કેટલાક લોકો કોરોનાની ગંભીરતા ભુલ્યા હતા.

જેના કારણે દીપાવલીના તહેવારોમાં ગત 5 મી તારીખથી કોરોનાએ પુનઃ ધીમે ધીમે માથું ઊંચક્યું છે.વીતેલા 4 દિવસમાં નવા 22 કેસો પાલિકાના ચોપડે નોંધાયા હતા.સોમવારે શહેરમાં 2,574 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 4 પોઝિટિવ અને 2,570 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 62 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 59 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 3 દર્દીની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 2 અને 1 દર્દી વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 53 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.

શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 2 વ્યક્તિને રજા આપવામાં આવી હતી.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 71,502 ઉપર પહોંચી હતી.શહેરના દિવાળીપુરા , ફતેપુરા અને રણોલી વિસ્તારમાંથી કેસ નોંધાયા હતા.જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 1 કોરોના પોઝિટિવનો દર્દી નોંધાયો હતો.સોમવારે 2 દર્દીને રજા આપવામાં આવી હતી.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 2 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 0 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 0 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 1 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 1 દર્દીઓ મળી કુલ 4 કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયો હતો. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 72,187 ઉપર સ્થિર રહેવા પામ્યો છે.નોંધનીય છે કે તા.5 ના રોજ કોરોનાના 7 કેસ ,તારીખ 6 ઠ્ઠીના રોજ 5 કેસ ,તારીખ 7મીના રોજ 6 કેસ અને સોમવારે તારીખ 8 ના રોજ નવા 4 કેસ મળી છેલ્લા ચાર દિવસમાં નવા 22 કેસ નોંધાયા છે.

Most Popular

To Top