Gujarat

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં આવક મર્યાદા વધારો, આઠ લાખ કરવા કોંગ્રેસની રજૂઆત

સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને કોરોના મહામારી – લોકડાઉનને લીધે ભારે આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયા છે. આ સંજોગોમાં રાજ્યના મેડિકલ- પેરામેડિકલ શિક્ષણ અને ઈજનેરી, ફાર્મસી, વ્યવસાયિક અભ્યાસક્રમો સહિત ઉચ્ચ શિક્ષણના વિવિધ અભ્યાસક્રમોમાં એક સત્રની ફી માફ કરવા પ્રદેશ કોગ્રેસ દ્વારા ફરી એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માગણી કરી છે.

પ્રદેશ કોગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોરોના વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ વ્યવસ્થા પર અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. ૧૪ મહિના જેટલો સમયથી કોલેજો – શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ હતું. સંચાલકોને વિજળી ખર્ચ, વહીવટી ખર્ચ, મેઈન્ટેન્સ ખર્ચ, લેબોરેટરી ખર્ચ સહિતના કોઈ પણ પ્રકારના ખર્ચ થયા નથી અને વર્ષ ૨૦૨૧-૨૨ નું નવું શૈક્ષણિક સત્ર પણ હજુ યથાવત શરૂ થયું નથી. ત્યારે સમગ્ર વર્ષની ફી વસુલવાનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી છે?

મંદી, મોંઘવારી થી આર્થિક હાલાકી ભોગવી રહેલા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને કોરોના મહામારી – લોકડાઉનને લીધે ભારે આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયા છે. આ સંજોગોમાં રાજ્યના મેડીકલ – પેરામેડીકલ શિક્ષણ અને ઈજનેરી, ફાર્મસી, વ્યવસાયિક અભ્યાસક્રમો સહિત ઉચ્ચ શિક્ષણના વિવિધ અભ્યાસક્રમોમાં એક સત્રની ફી માફ કરવા મુખ્યમંત્રી અને રાજ્યપાલને કોંગ્રેસ પક્ષના પ્રતિનિધી મંડળ દ્વારા વિસ્તૃત તાર્કિક કારણો સાથે લેખિત – રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે મુખ્યમંત્રી યુવાસ્વાવલંબન યોજનામાં રૂ. ૬ લાખ થી ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓને રૂ. ૨ લાખ અથવા તો ૫૦ ટકા ફી આ બેમાંથી જે ઓછુ હોય તે સ્કોલરશીપ નિશ્ચિત કરેલી છે. આ યોજના ૨૦૧૫-૧૬માં ખાનગી કોલેજની વાર્ષિક ફી રૂ. ૪ લાખ થી ઓછી હતી. હવે તે ફીનું ધોરણ વર્ષ ૨૦૨૦-૨૧માં લગભગ બમણાંથી વધુ થયું છે. ત્યારે, વાર્ષિક આવકની મર્યાદા પણ MYSY યોજનામાં ૮ લાખ કરવી જોઈએ

Most Popular

To Top