Gujarat

મહિલા અધિકારીને અશ્વિલ ફોટા મોકલનાર મોડાસાના પ્રાંત અધિકારીની ધરપકડ

ગાંધીનગરમાં ફરજ બજાવતા એક કલાસ ટુ મહિલા અધિકારીને વોટ્સએપ પર અશ્લિલ ફોટા મોકલનાર મોડાસાના ઈશ્ક મિજાજી પ્રાંત અધિકારી એવા મયંક પટેલની અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તેમની ફરજ દરમ્યાન આજે તેમની કચેરીમાંથી જ ધરપકડ કરી લેતા ગાંધીનગરમાં સચિવાલય તથા સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.

આ મહિલા અધિકારી પહેલા મોડાસામાં જ હતા. તે પછી તેમની બદલી ગાંધીનગરમાં થઈ હતી. જો કે આ મહિલા કર્મી તથા તેણીના પરિવારજનોએ મોડાસાના પ્રાંત અધિકારીને ખુબ સમજાવ્યા હતા છતાં તે માન્યા નહોતા, એટલે સમગ્ર મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હેઠળ કાર્યરત સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ પહોચ્યો હતો. સાયબર પોલીસ દ્વારા મહિલા અધિકારીનો ફોન તપાસ હેઠળ હતો તે દરમ્યાન સતત અશ્લિલ ફોટાનો મારો ચાલુ રહ્યો હતો. છેવટે સીધા પુરાવાના આધારે આજે પ્રાંત અધિકારી મયંક પટેલની ધરપકડ કરી લેવાઈ હતી. આ મહિલા અધિકારીએ આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ , છેલ્લા એક વર્ષની આ રીતે પ્રાંત અધિકારી દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી. એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર આ મહિલા અધિકારીની તસ્વીરો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી.

પ્રાંત અધિકારીના મોબાઈલમાંથી અશ્લિલ ફોટા તથા વિડીયો મળી આવ્યા

અમદાવાદમાં સાયબર ક્રાઈમ પોલીસ ટીમ દ્વારા મોડાસા પ્રાંત અધિકારીનો મોબાઈલ ફોન જપ્ત કરીને તેને તપાસ માટે લીધો હતો. જો કે તેમાંથી અશ્લિલ ફોટા તથા વિડીયો પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત મહિલા અધિકારીને પોતાને તાબે થવા માટે ધમકી આપતો મેસેજ પણ મળી આવ્યો હોવાનું સૂત્રોએ કહ્યું હતું. જે મહિલા અધિકારી છે તે પણ ગેસ કેડરની અધિકારી હોવાનું જાણવા મળ્યુ છે.

ધરપકડ બાદ મયંક પટેલ સાયબર પોલીસ સમક્ષ કરગરી પડયો, મારી ભૂલ થઈ, માફ કરો

મહિલા અધિકારીને તાબે થવા માટે અશ્લિલ ફોટાઓ તથા વીડિયો મોકલનાર મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલની ધરપકડ બાદ તેમને સઘન પુછપરછ માટે અમદાવાદ લાવવામા આવ્યા હતા. જ્યાં તેમણે પોતાની ભૂલનું ભાન થઈ જતાં સાઈબર ક્રાઈમના પોલીસ અધિકારી સમક્ષ રીતસરનો કરગરી પડયો હતો. ‘હું દિલગીરી વ્યક્ત કરૂં છું, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે આવું કરવું જોઈતું નહોતું.’. જો કે મયંક પટેલની દિલગીરીનો કોઈ મતલબ રહેતો નથી

Most Popular

To Top