Gujarat Main

ગાંધીનગરની સરકારી કચેરીમાં આગ લાગી, લાભપાંચમના દિવસે હિસાબો બળીને ખાખ થયા

આજે લાભપાંચમના શુભ દિવસે ગાંધીનગરની (Gandhinagar) એક સરકારી કચેરીમાં (Government office) આગ (Fire) ભભૂકી ઉઠી હતી. આ સાથે જ કચેરીમાં મુકવામાં આવેલા હિસાબી ચોપડા બળીને ખાખ થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે લાભપાંચમના દિવસે ઓફિસો અને ધંધા રોજગાર નવા વર્ષમાં પૂજા-પાઠ સાથે ફરી ખુલી રહ્યાં હતાં ત્યારે બીજી તરફ ગાંધીનગરમાં જિલ્લા પંચાયતના આંકડા વિભાગમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા તિજોરી બળીને ખાક થઇ ગઇ હતી. આગની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગને ઓલવવાનું કામ શરૂ કર્યુ હતુ. જોકે, આ આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયું નહોતું.

આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આગના લીધે હિસાબી ચોપડા સાથે કચેરીની સિલીંગ પણ બળી ગઈ હતી. ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રથમ માળ પર આ આગ લાગી હતી. રાત્રિનો સમય હોવાથી કોઇ કર્મચારી ઓફિસમાં ના હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.

પંચાયત બિલ્ડિંગમાં અચાનક આગ કેવી રીતે લાગી એ તપાસનો વિષય છે. જોકે, આ અગ્નિકાંડમાં સરકારી ઓફિસના અનેક દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતાંની સાથે જ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જિલ્લા પંચાયતની મુલાકાત લીધી. આગમાં એટલું જ નહીં આ ઉપરાંત આગથી થયેલી નુકસાની અંગે બ્રિજેશ મેરજાએ કરી સમિક્ષા કરી હતી.

Most Popular

To Top